તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • No Festive Atmosphere During The Olympics, No Cheering Of Spectators And No Signing Of Autographs And No Alcohol.

ટોક્યો ઓલિમ્પિકમાં 29 દિવસ બાકી:ઓલિમ્પિક સમયે ઉત્સવ જેવો માહોલ નહીં જોવા મળે, દર્શકોને ચીયર કરવા પર અને ઓટોગ્રાફ લેવા પર અને દારૂ પર પણ પ્રતિબંધ

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક વર્ષ બાદ થનાર ટોક્યો ઓલિમ્પિક ખાસ આકર્ષક નહીં હોય. ન તો ખેલાડીઓ કે ચાહકો માટે અને ન તો જાપાનની જનતા માટે. કારણ: કોરોનાના કારણે બનાવવામાં આવેલ કડક નિયમો. આયોજન સમિતિએ દર્શકો અને ખેલાડીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020 ના અધ્યક્ષ સેઈકો હાશિમોતોએ ચેતવણી આપી છે કે ગેમ્સને સુરક્ષિત રાખવા માટે ઉત્સવ જેવા માહોલથી બચવું જોઇએ. જેવો માહોલ યુરો 2020 સમયે યુરોમાં છે એવો માહોલ ટોક્યો ઓલિમ્પિક માટે ન હોવો જોઇએ.

ઇવેન્ટ પૂરી થયા બાદ ચાહકો વેન્યુ પર ફરી નહીં શકે
દર્શકો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ચાહકોનું વેન્યુ પર પ્રવેશ સમયે તાપમાન માપવામાં આવશે. જેના શરીરનું તાપમાન 99.5 ડિગ્રીથી વધુ હશે કે પછી તાવના લક્ષણો હશે તેમને વેન્યુ પર પ્રવેશની પરવાનગી નહીં આપવામાં આવે. તેમના ટિકિટના નાણા પર પરત નહીં મળે. ચાહકોએ પૂરો સમય માસ્ક લગાવવું પડશે. ચાહકો કોઇ પણ રીતે જીતની ઉજવણી નહીં કરી શકે. તો ખેલાડીઓનો ઓટોગ્રાફ પણ નહીં લઇ શકે. ઇવેન્ટ પુરી થવાની સાથે જ ચાહકો વેન્યુ પર ફરી નહીં શકે.

ખેલગાંવમાં દારૂ પર પ્રતિબંધ: ટોક્યો ઓલિમ્પિક સમયે દારૂ પર પ્રતિબંધ રહેશે. તે સમયે દારૂ ન તો વહેચી શકાશે કે તેનું સેવન પણ નહીં કરી શકાય. ખેલગાંવમાં પણ દારૂ પર પ્રતિબંધ રખાયો છે. હાશિમોતોએ આ અંગે જાહેર કર્યું છે કે, ‘અમને આશા છે કે ઓલિમ્પિક જાપાનની આગતા-સ્વાગતા કરવાની સંસ્કૃતિને લોકો સમક્ષ રજૂ કરાશે.’

અન્ય સમાચારો પણ છે...