• Gujarati News
  • Sports
  • No CEO Or MD Of A Company Rests As Much As An Indian Player Wants, Can Play In IPL But Not For The Country: Gavaskar

આરામ લેવા સામે સવાલ:કોઈ કંપનીના સીઈઓ કે એમડી પણ આટલો આરામ કરતા નથી, જેટલો ભારતના ખેલાડી માગે છે, IPLમાં રમી શકે છે પરંતુ દેશ માટે નહીં : ગાવસકર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટ કોહલી ગયા વર્ષે યોજાયેલા ટી20 વર્લ્ડ કપ પછી ભારતની અડધાથી વધુ મેચમાં રમ્યો નથી, વેસ્ટઈન્ડિઝ ટૂરમાં પણ આરામ માગ્યો

ભારતના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસકરે સીનિયર ભારતીય ખેલાડીઓ દ્વારા નેશનલ ટીમમાંથી આરામ લેવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ ખેલાડીઓ આઈપીએલમાંથી બ્રેક લેતા નથી તો તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત આરામની કેમ જરૂર પડે છે? કેપ્ટન રોહિત સહીત અનેક ટોચના ખેલાડીઓને વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે સીરિઝમાં આરામ અપાયા પછી ગવાસકરે આ સવાલ ઉઠાવ્યો છે.

વિરાટ કોહલીએ તો વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં વન-ડેની સાથે-સાથે ટી20 સીરિઝમાં પણ આરામ માગ્યો છે. આ અગાઉ રોહિત અને વિરાટ દ.આફ્રીકા સામેની પાંચ ટી20 મેચની ઘરેલુ સીરિઝમાં પણ રમ્યા ન હતા.2021 ટી20 વર્લ્ડ કપ પછી ભારતે 33 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાંથી વિરાટે 16 અને રોહિતે 17 મેચ રમી છે. રાહુલ અને હાર્દિકે 9-9, બુમરાહે 12 મેચ રમી છે.

આ દરમિયાન ખેલાડીઓની ગેરહાજરીને કારણે 8 મહિનામાં ભારત 7 કેપ્ટન ટ્રાય કરી ચૂક્યું છે. હવે વેસ્ટઈન્ડીઝ સામે વન-ડેમાં ધવન કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ છે ત્યારે ગાવસકરે સીનિયર ખેલાડીઓના આરામ સામે સવાલ ઉઠાવ્યા છે.

બીસીસીઆઈને ખેલાડીઓની રેસ્ટ પોલિસી રિવ્યૂ કરવાની સલાહ આપી
ગાવસકરે કહ્યું, ‘મને ખેલાડીઓ દ્વારા આરામ લેવાનું બિલકુલ ગળે ઉતરતું નથી. તમે આઈપીએલ તો આખી રમો છો, પછી ભારત તરફથી રમતા સમયે આરામની કેમ માગ કરો છો? હું તેની સાથે સહમત નથી.’ ગાવસકરે બીસીસીઆઈને ખેલાડીઓની રેસ્ટ પોલિસીની સમીક્ષા કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘એ ગ્રેડના ખેલાડીઓને BCCIમોટી રકમ આપે છે. કોઈ કંપનીનો સીઈઓ કે એમડી પણ આટલા દિવસની રજા નહીં લેતો હોય? મને લાગે છે કે ભારતીય ક્રિકેટે વધુ પ્રોફેશનલ થવાની જરૂર છે. કોઈ એવું કહી પણ કેવી રીતે શકે કે તે ભારતીય ટીમ માટે રમવા માગતો નથી.

કોહલીને આરામ સામે પ્રસાદે સવાલ ઉઠાવ્યા હતા
પૂર્વ બોલર વેંકટેશ પ્રસાદે કહ્યું કે, ‘એક સમય હતો ખરાબ ફોર્મ હોય ત્યારે ટીમમાંથી કાઢી મુકાતા હતા. ત્યાર પછી ખેલાડી ઘરેલુ ટૂર્નામેન્ટ રમતા અને ફોર્મ મેળવીને ટીમમાં પાછા આવતા હતા. સચિન, સેહવાગ, ગાંગુલી, કુંબલે બધાએ આવો સમય જોયો છે. હવે તો જો કોઈ ફોર્મમાં નતી તો તેને આરામ અપાઈ રહ્યો છે.તમે વધુ દિવસો સુધી માત્ર પ્રતિષ્ઠાને આધારે ટીમમાં રહી શકો નહીં.

અન્ય સમાચારો પણ છે...