• Gujarati News
  • Sports
  • No. 1 Tennis Star Djokovic Corona Found Reporters Despite Being Infected; The Travel History In The Document Is Also Incorrect

નોવાકે બેદરકારીની હદ વટાવી:નંબર-1 ટેનિસ સ્ટાર જોકોવિચ કોરોના સંક્રમિત હોવા છતા પત્રકારોને મળ્યો; દસ્તાવેજમાં ટ્રાવેલ હિસ્ટ્રી પણ ખોટી

12 દિવસ પહેલા
  • કોવિડ પ્રોટોકોલના ભંગના કારણે જોકોવિચનો વીઝો રદ કરાયો હતો

વર્લ્ડનો નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ વેક્સિન વિવાદ કેસ પછી નવી મુશ્કેલીમાં મુકાયો છે. ગત સપ્તાહે તેના વિઝા ઈમિગ્રેશન દસ્તાવેજોમાં કોરોનાની જાણકારી મુદ્દે ઘણી ભૂલો થઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયન સરકારે તેને ત્યાં રહેવાની અનુમતિ આપી દીધી છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ રહી કે નોવાક પોઝિટિવ હોવા છતા પોતાના દેશ સર્બિયાના વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. તથા ખોટા ટ્રાવેલ દસ્તાવેજોથી તે ફરીથી નવી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

નોવાકની બેદરકારી મોંઘી પડશે
જોકોવિચ પોતાના દેશ સર્બિયામાં કોરોના પોઝિટિવ હોવા છતા જાહેર સ્થળે ફરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં તેણે એક પત્રકાર સાથે મુલાકાત પણ કરી હતી તથા ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવા માટે ઈમિગ્રેશન ફોર્મમાં પણ ઘણા ચેડાં કર્યા હતા. આ તમામ ભૂલોના કારણે ફરીથી જોકોવિચ વિઝા વિવાદમાં ફસાઈ શકે છે. તથા ઓસ્ટ્રેલિયન સરકાર તેના વિઝા રદ પણ કરી શકે છે.

આ મુદ્દે જોકોવિચે સ્પષ્ટતા કરી
નોવાક જોકોવિચે બુધવારે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી આ તમામ વાતોને અયોગ્ય ઠેરવી છે. તેણે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં છું અને આ અંગે લોકોમાં જે ચિંતા ફેલાયેલી છે તથા જે ખોટી માહિતી ફરતી રહી છે એનું સ્પષ્ટીકરણ આપવા માગું છું. મે રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા જેના રિઝલ્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારપછીના RT PCR ટેસ્ટમાં હું પોઝિટિવ આવ્યો પરંતુ મારામાં કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળ્યા નહોતા. મારી ટ્રાવેલ હિસ્ટ્રીમાં જે ભૂલો થઈ છે તે સહયોગી ટીમે રજૂ કરી હતી.

જોકોવિચે વધુમાં કહ્યું કે મારો એજન્ટ પણ માણસ છે, તેનાથી બોક્સ ટિક કરવામાં ભૂલ થઈ ગઈ છે. જે સમાન્ય અને જાણીજોઈને અમે આ પ્રમાણે નથી કર્યું. વળી મારી ટીમે પણ આ કેસને સ્પષ્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયન સરકારને વધુ માહિતી આપી દીધી છે.

નોવાક જોકોવિચે વેક્સિન વિવાદનો કેસ જીત્યો
કોવિડ પ્રોટોકોલના ભંગના કારણે જોકોવિચનો વીઝો રદ કરાયો હતો. તેવામાં વીઝાના સ્વીકારવાથી લઈને ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચના રમવા અંગે મેલબર્નની કોર્ટમાં વર્ચુઅલ સુનાવણી થઈ રહી હતી. જેની સુનાવણી અત્યારે જોકોવિચના પક્ષમાં થઈ હતી.

આ કેસની સુનાવણી દરમિયાન જજ કેલીએ વીઝા રદ કરવાનો નિર્ણય અયોગ્ય જણાવ્યો છે. વળી આની સાથે જ કેલીએ જોકોવિચને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. તેણે કહ્યું કે જોકોવિચનો પાસપોર્ટ અને અન્ય તમામ વ્યક્તિગત પાસપોર્ટ તેને પરત કરી દેવામાં આવે. આ આદેશ ઑસ્ટ્રેલિયન સમય અનુસાર સાંજે 5.16 વાગ્યે કોર્ટમાં સંભળાવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન સરકારે જોકોવિચના વીઝા રદ કર્યા હતા
20 ગ્રાન્ડ સ્લેમ જીતનારો નોવાક બુધવારે ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મેલબર્ન પહોંચ્યો હતો. તેની પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ ન હોવાથી તેને એરપોર્ટમાંથી બહાર જવા દેવામાં આવ્યો ન હતો અને તેનો વિઝા પણ રદ કરી દીધો હતો. ત્યારપછી જોકોવિચને તેના વતન સર્બિયા જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારપછી સર્બિયન સરકારે આનો વિરોધ કર્યો હતો. જેથી નોવાકે ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...