• Home
  • Sports
  • No. 1 Para Javelin Thrower practiced in Rajasthan, cricket training to start in 1 2 days

મેદાન પર પરત ફર્યા ખેલાડી / રાજસ્થાનમાં મેદાન પર ઉતર્યો નંબર-1 પેરા જેવલિન થ્રોઅર સુંદર, ક્રિકેટની ટ્રેનિંગ 1-2 દિવસમાં શરૂ થશે

સુંદર સિંહ ગુર્જર જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં ટાયર થ્રો કરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.
સુંદર સિંહ ગુર્જર જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં ટાયર થ્રો કરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.
X
સુંદર સિંહ ગુર્જર જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં ટાયર થ્રો કરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.સુંદર સિંહ ગુર્જર જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં ટાયર થ્રો કરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો.

  • 2 મહિના જેટલો સમય લૉકડાઉનમાં રહ્યા બાદ દેશમાં ખેલાડીઓનું મેદાન પર કમબેક થયું
  • બેંગલુરુમાં હોકી ટીમો સાઈ-રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:00 AM IST

જયપુર/ભોપાલ. ગૃહ મંત્રાલયના આદેશ બાદ અમુક રાજ્યોમાં સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખૂલી ગયા છે. રાજસ્થાનમાં મંગળવારથી સ્ટેડિયમ ખુલ્યા. વિશ્વના નંબર-1 પેરા જેવલિન થ્રોઅર અને વર્લ્ડ ચેમ્પિયન સુંદર સિંહ ગુર્જર જયપુરના એસએમએસ સ્ટેડિયમમાં ટાયર થ્રો કરી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો. જ્યારે પટિયાલામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં અને દિલ્હીમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હોકી ટીમોએ થોડા દિવસ વધુ રાહ જોવી પડશે. બંને ટીમો સાઈ અને બેંગલુરુ સેન્ટરમાં છે. 
લૉકડાઉન દરમિયાન સ્ટેડિયમની હોસ્ટેલમાં જ રહેતો હતો સુંદર
ક્રિકેટ એકેડમી સેનિટાઈઝ કરી રહ્યાં છે: જયપુરિયા ક્રિકેટ એકેડમીમાં સેનિટાઈઝિંગ શરૂ કરવામાં આવી છે. 1-2 દિવસમાં નેશનલ લેવલે અમુક ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે બોલાવાશે. એકેડમીમાં ઘાસ કટિંગનું કામ થઈ રહ્યું છે. લૉકડાઉન દરમિયાન પણ એકેડમીના ગ્રાઉન્ડને સંપૂર્ણ રીતે મેન્ટન કરવામાં આવતું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી