તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Nirmal Kaur, 85, Faced Post covid Complications, Had Been The Captain Of The Indian Women's Volleyball Team.

મિલ્ખા સિંહના પત્નીનું અવસાન:85 વર્ષના નિર્મલ કૌર પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સનો સામનો કરતા હતા, ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચુક્યા હતા

ચંડીગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ICUમાં દાખલ હોવાથી મિલ્ખાસિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં - Divya Bhaskar
ICUમાં દાખલ હોવાથી મિલ્ખાસિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં

ભારતના અગ્રણી સ્પ્રિટર રહી ચુકેલા મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને લીધે અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. નિર્મલ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ પંજાબ સરકારમાં સ્પોર્ટ્સ ડિરેક્ટર (મહિલા બાબતોના) તરીકે પદ પર રહ્યા હતા.

​​​​​​​મિલ્ખા સિંહના પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્મલ કૌરનું અવસાન રવિવારે સાંજે 4.00 વાગે થયું હતું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં.

26 મેના રોજ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ
કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા નિર્મલ કૌરને 26 મેના રોજ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બે દિવસ અગાઉ મિલ્ખા સિંહને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહને પરિવારની વિનંતીથી એક સપ્તાહ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પણ નિર્મલને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહને બાદમાં PGIના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહના આરોગ્યની સ્થિતિ સુધારા પર છે.