તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Neymar Said In A Statement On The Weight Gain Controversy: "I Didn't Gain Weight, But I Was Playing Wearing A Big T shirt.

ભાસ્કર વિશેષ:નેમારે વજન વધવાના વિવાદ પર નિવેદન આપતા કહ્યું: વજન વધ્યું નથી, પણ હું મોટી સાઇઝની ટી-શર્ટ પહેરીને રમતો હતો

પેરિસ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાઝિલનો સ્ટાર ફૂટબોલર નેમાર વજન વધવાના કારણે ટીકાકારોનો શિકાર બન્યો

બ્રાઝિલના ફૂટબોલ નેમાર બ્રેક બાદ વાપસી કરતા ચાહકો અને મીડિયાના નિશાન પર રહ્યો. કારણ તેનું વધેલું વજન. વિશ્વમાં ટોપ ફૂટબોલ ક્લબ ગણાતી પીએસજીના નેમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેનું પેટ બહાર નીકળેલું દેખાઇ રહ્યું હતું. આ ફોટો કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટ બાદ, જ્યારે તે છુટ્ઠી મનાવી રહયો હતો ત્યારની છે.

કોપા અમેરિકાની ફાઇનલ મેચમાં બ્રાઝિલને આર્જેન્ટિના સામે હાર મળી હતી. લીગ-1માં આ સિઝનમાં પીએસજીએ અત્યાર સુધી 4 મેચ રમી છે. જેમાં નેમાર મેદાન પર માત્ર 66 મિનિટ રહ્યો હતો. રીમ્સ પર પીએસજીની 2-0થી જીતમાં માત્ર 1 કલાકથી વધુ સમય સુધી રમ્યા બાદ ફ્રેન્ચ મીડિયાએ નેમાર પર વજનને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા.

હવે આ મામલામાં નેમારે પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં બ્રાઝિલની સામે ચિલીની ટીમ હતી. આ મેચ બાદ નેમારે સોશીયલ મીડિયા પર તેના વજન વધવાના વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેણે વજન વધાવાની વાતને પૂરી રીતે નકારી દીધી હતી.

વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બ્રાઝિલની સાતમી જીત
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બ્રાઝિલની જીતનો સિલસિલો ચાલુ છે. ટીમ શુક્રવારે ચિલીને 1-0થી હરાવ્યું. બ્રાઝિલ માટે ઇવર્ટન રિબેરોએ ગોલ કર્યો. 2014 માં બ્રાઝિલ માટે ડેબ્યુ કરનાર રિબેરોનો આ માત્ર બીજો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. તેણે જુનમાં કોપા અમેરિકાની મેચમાં પેરુ સામે પોતાનો પહેલો ગોલ
કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...