• Home
  • Sports
  • Cricket1
  • World Cup prize money is 70 crore, IPL is 15 million less; The Champion Team will get 28 crores

આઈસીસી / વર્લ્ડકપની પ્રાઈઝ મની 70 કરોડ, આઇપીએલથી 15 કરોડ વધારે; ચેમ્પિયન ટીમને 28 કરોડ મળશે

World Cup prize money is 70 crore, IPL is 15 million less; The Champion Team will get 28 crores

  • ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે

  • ભારતીય ટીમ 22 મેના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે, 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચ

divyabhaskar.com

May 18, 2019, 03:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડકપ 2019ને શરૂ થવામાં હવે 15 દિવસ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. તેવામાં કઈ ટીમ જીતવા માટે ફેવરિટ છે, તેની ચર્ચાઓ ચાલુ થઇ ગઈ હશે. તે થવી સ્વાભવિક છે, ટ્રોફી જીતનાર ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી સાથે 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા)ની ઈનામી રાશિ પણ મળશે.

વર્લ્ડકપની કુલ પ્રાઈઝ મની 1 કરોડ ડોલર ( 70 કરોડ રૂપિયા) છે. તે હાલમાં જ સમાપ્ત થયેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ કરતા 15 કરોડ વધારે છે. આઇપીએલની કુલ પ્રાઈઝ મની 55 કરોડ હતી, જેમાં વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને 20 કરોડ રૂપિયાની ધનરાશિ મળી હતી.

ચેમ્પિયન્સ લીગ દુનિયાની સૌથી મોટી ફૂટબોલ લીગ છે, તેની સરખામણએ ક્રિકેટ વર્લ્ડકપ ચેમ્પિયનને 122 કરોડ રૂપિયા ઓછા મળશે. ચેમ્પિયન્સ લીગની વિજેતા ટીમને 150 કરોડ રૂપિયા આપવામાં છે. જયારે અમેરિકાના બાસ્કેટબોલ એનબીએમાં ચેમ્પિયન બનનાર ટીમને 139 કરોડ આપવામાં છે. તે બંનેની સરખામણીએ વનડે વર્લ્ડકપ જીતનાર ટીમને બહુ ઓછા રૂપિયા મળે છે.

વર્લ્ડકપ ટ્રોફીનું વજન 11 કિલો

વર્લ્ડકપ ટ્રોફીનું વજન 11 કિલો હોય છે. તે સોના અને ચાંદીથી બનાવવામાં આવે છે. તેની ઉંચાઈ 60 સેન્ટીમીટર હોય છે. તેને બનાવવામાં 2 મહિનાનો સમય લાગે છે. તેમાં એક ગ્લોબ હોય છે જે સોનાથી બન્યું હોય છે. તે ગ્લોબ 3 વાંકા વળેલા સ્તંભ હોય છે. તે 3 સ્તંભનો આકાર સ્ટમ્પ્સ અને બેલ્સ જેવો હોય છે. આ ટ્રોફીને પહેલી વખત 1999માં બનાવવામાં આવી હતી. આઈસીસી આ ટ્રોફી પોતાની પાસે રાખે છે, જયારે તેની રેપ્લિકા વિજેતા ટીમને આપે છે.

150 કરોડ લોકો મેચનું જીવંત પ્રસારણ જોશે

સ્ટાર સ્પોર્ટ્સ અને આઈસીસીનું માનવું છે કે આ વખતે 150 કરોડ કરતા વધુ લોકો વર્લ્ડકપની મેચ લાઈવ જોશે. લાઈવ મેચ જોનાર દર્શકોમાં એમની જ ગણતરી કરવામાં આવી છે કે ઓછામાં ઓછી 30 ઓવર લાઈવ જોશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું અનુમાન છે કે આ વખતે 34% નવા દર્શકો ક્રિકેટ સાથે જોડાશે.

X
World Cup prize money is 70 crore, IPL is 15 million less; The Champion Team will get 28 crores
COMMENT

Next Stories