• Home
  • Sports
  • Cricket1
  • England won the fifth straight series against Pakistan, beat them by 3 wickets in the fourth ODI

ક્રિકેટ / ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે સતત પાંચમી સિરીઝ જીત્યું, ચોથી વનડેમાં 3 વિકેટે હરાવ્યું

divyabhaskar.com

May 18, 2019, 01:46 PM IST
England won the fifth straight series against Pakistan, beat them by 3 wickets in the fourth ODI

  • ઇંગ્લેન્ડે પાંચ વનડેની સિરીઝમાં 3-0ની અજય લીડ મેળવી
  • ઇંગ્લેન્ડના જેસન રોય અને પાકિસ્તાનના બાબર આઝમે સદી ફટકારી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ 5 મેચની સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. તેણે ચોથી વનડેમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. સિરીઝની પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ સતત પાંચમી સિરીઝ પોતાના નામે કરી છે. છેલ્લે તેઓ 2005માં 2-3થી હાર્યા હતા. ચોથી વનડેમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 340 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે 49.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

વર્લ્ડકપ પહેલા ઇમામ ઉલ હક ઈજાગ્રસ્ત થયો
પાકિસ્તાનને વર્લ્ડકપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેનો ઓપનર ઇમામ ઉલ હક 6 રનના વ્યક્તિગત સ્કોરે ઈજાગ્રસ્ત થયો હતો. પાકિસ્તાન માટે ફકર ઝમાને 57 અને બાબર આઝમે 115 રન કર્યા હતા. મોહમ્મદ હાફિઝે 59 અને શોએબ મલિકે 41 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે ટોમ કરને 4 વિકેટ ઝડપી હતી.

જેસન રોય અને જેમ્સ વિન્સે 94 રનની ભાગીદારી કરી
લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લિશ ટીમની શરૂઆત શાનદાર રહી હતી. જેમ્સ વિન્સ અને જેસન રોયે પહેલી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. જેસને 114 અને વિન્સે 43 રન કર્યા હતા. બેન સ્ટોક્સે 64 બોલમાં 71 રન કરીને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. પાકિસ્તાન માટે ઇમાદ વસીમ અને મોહમ્મદ હસનેને 2-2 વિકેટ લીધી હતી.

X
England won the fifth straight series against Pakistan, beat them by 3 wickets in the fourth ODI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી