• Gujarati News
  • Sports
  • New Zealand's Bolt Was Knocked Out And Reached The Top; The Only Indian Bowler In The Top 10

17 મહિના પછી વનડેમાં નંબર-1 બુમરાહ:ન્યૂઝીલેન્ડના જે બોલ્ટે હટાવ્યો તેને જ પછાડીને ટોપ પર પહોંચ્યો; ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પહેલી વનડેમાં 6 વિકેટ પોતાના નામે કરી. આ શાનદાર પ્રદર્શન પછી તે ICC વનડે રેન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. ટોપ-10 રેન્કિંગમાં તે એકમાત્ર ભારતીય બોલર છે.

જસપ્રીત ફેબ્રુઆરી 2020 પછી પહેલી વખત નંબર-1 બોલર બન્યો છે. ત્યારે ેતને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પહેલા સ્થાનેથી હટાવ્યો હતો. તે સમયે બુમરાહ સતત 730 દિવસ સુધી નંબર-1 બોલર રહ્યો હતો. જસપ્રીત કપિલ દેવ પછી બીજો ભારતીય ફાસ્ટ બોલર છે જે વનડે રેન્કિંગમાં નંબર-1 સુધી પહોંચ્યો છે.

મોહમ્મદ શમીને પણ ફાયદો

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પહેલી વનડેમાં 3 વિકેટ લેનાર મોહમ્મદ શમીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. શમી 4 નંબરની છલાંગ મારતા 23માં નંબરે પહોંચી ગયો છે. તો રવિન્દ્ર જાડેજાને રેન્કિંગમાં 6 પોઈન્ટનું નુકસાન થયું છે. તે 40માં નંબરે પહોંચી ગયો છે.

ODIમાં 100+ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં સર્વશ્રેષ્ઠ એવરેજ

​​​​​​​બુમરાહે વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 71 મેચમાં 119 વિકેટ લીધી છે. તેને આ વિકેટ માત્ર 24.30ની સરેરાશથી લીધી છે. એટલે કે દરેક વનડે વિકેટ માટે તેને 25થી ઓછા રન આપ્યા. વનડેમાં 100+ વિકેટ લેનાર કોઈપણ અન્ય ભારતીય બોલરનો આટલી સારી સરેરાશ નથી જોવા મળી.

પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ મંગળવારે 3 વનડે મેચની સીરીઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી કારમી હાર આપી હતી. 48 વર્ષમાં આ પહેલી વખત હતું જ્યારે ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું.

ભારતે ટોસ જીતીને પહેલી બોલિંગ પસંદ કરી અને જસપ્રીત બુમરાહે (19/6) કરિયર બેસ્ટ પર્ફોમન્સ આપીને ઈંગ્લેન્ડને 25.2 ઓવરમાં 110 રને જ રોકી દીધા. આ સાથે જ બુમરાહ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક દિવસીય મેચમાં સૌથી ઉમદા બોલિંગ કરનાર ભારતીય બોલર પણ બની ગયો. તેને આશીષ નેહરાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 2003 વર્લ્ડ કપમાં નેહરાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 23 રન આપીને 6 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...