• Gujarati News
  • Sports
  • New Zealand Beat India In Hockey World Cup By 4 5 In Penalty Shootout, Sreejesh Injured In Stoppage Time

ભારત હોકી વર્લ્ડ કપમાંથી બહાર:ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં 4-5થી હરાવ્યું, શ્રીજેશ ખરા ટાઇમે ઈજાગ્રસ્ત થયા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોકી વર્લ્ડ કપમાં ભારત મેડલની દાવેદારીમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારની ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને 4-5થી હરાવ્યું હતું. અગાઉ બન્ને ટીમ નિર્ધારિત સમય સુધી 3-3થી બરાબરી પર હતી.

ભારત માટે અનુભવી લલિત ઉપાધ્યાયે 17મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. ત્યારબાદ 24મી મિનિટે સુખજીતે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને યજમાન ટીમની 2-0ની લીડ અપાવી હતી. થોડી વાર બાદ મેચની 28મી મિનિટે ન્યૂઝીલેન્ડના સેમ લીને ફિલ્ડ ગોલ કરીને ન્યૂઝીલેન્ડને ગેમમાં લાવી દીધું હતું.

હાફ-ટાઇમ પછી 40મી મિનિટે વરુણ કુમારે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને લીડને 3-1 કરી દીધી હતી. જે બાદ 43મી મિનિટે કેન રસેલે પેનલ્ટી પર ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો હતો. ત્યારબાદ 49મી મિનિટે કેન રસેલે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર બરાબરી પર લાવી દીધો હતો.

પેનલ્ટી શૂટઆઉટનો રોમાંચ જુઓ...
બન્ને ટીમએ 9-9 પ્રયાસો કર્યા હતા. જેમાં ન્યૂઝીલેન્ડે 5 અને ભારતે 4 ગોલ કર્યા હતા. શૂટઆઉટની શરૂઆત ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કરેલા ગોલથી થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના નિક વૂડે બરાબરીનો ગોલ કર્યો હતો. ત્યારબાદ રાજકુમાર પાલે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. ત્યાર બાદ સીન ફિન્ડલેએ સ્કોર 2-2ની બરાબરી કરી હતી. અભિષેક ત્રીજા પ્રયાસમાં ગોલ ચૂકી ગયો અને હેડન ફિલિપ્સે ગોલ કરીને કિવીઝને 3-2થી આગળ કરી દીધા. ત્યારબાદ પીઆર શ્રીજેશે 3 શાનદાર સેવ કરીને ભારતને હારથી બચાવ્યા હતા. આ દરમિયાન શમશેર સ્કોર કરવાનું ચૂકી ગયો અને સુખજીતે સ્કોર કર્યો હતો. 5 પ્રયાસો બાદ સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. આમ પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રહ્યો.

વુડ, નિક અને હરમનપ્રીત સિંહ છઠ્ઠા પ્રયાસમાં ગોલ કરવાનું ચૂકી ગયા હતા. જ્યારે સીન ફિન્ડલે અને રાજકુમાર પાલે 7માં ગોલ કર્યા હતા. હેડન અને સુખજીત 8મા પ્રયાસમાં ગોલ કરી શક્યા ન હતા. સેમ લીને 9મા પ્રયાસમાં ગોલ કર્યો હતો. જ્યારે શમશેર ચૂકી ગયો.

પેનલ્ટી કોર્નર દરમિયાન તેમની ગોલપોસ્ટની સામે બચાવ કરતા કિવી ટીમના ખેલાડીઓ.
પેનલ્ટી કોર્નર દરમિયાન તેમની ગોલપોસ્ટની સામે બચાવ કરતા કિવી ટીમના ખેલાડીઓ.

પેનલ્ટી શૂટઆઉટ છઠ્ઠા પ્રયાસમાં પીઆર શ્રીજેશ ઘાયલ થયા
પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન પીઆર શ્રીજેશ ઘાયલ થયા હતા. જે બાદ કૃષ્ણ બહાદુર પાઠક બે વખત ગોલ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો અને ભારતને મેચ ગુમાવવી પડી હતી.

હવે ચાર ક્વાર્ટરમાં મેચનો રોમાંચ જુઓ

ચોથો ક્વાર્ટર: સ્કોર 3-3, ફિન્ડલે પોતાની ટીમને બરાબરી પર લાવી દીધી, છેલ્લી 15 મિનિટમાં, ભારતને 52મી અને 53મી મિનિટમાં કોર્નર મળ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડને 49મી મિનિટે પેનલ્ટીમાં ગોલ કરવાની તક મળી હતી. આવી સ્થિતિમાં કિવી ટીમના સીન ફિન્ડલેએ ગોલ કર્યો હતો. જ્યારે ભારતીય ડ્રેગ-ફ્લિકર્સ ટાર્ગેટ ચૂકી ગયા હતા. મેચની 53મી મિનિટે નિક રોઝને યલો કાર્ડ મળ્યું હતું અને ટીમ છેલ્લી મિનિટમાં 10 પ્લેયર્સ સાથે રમી હતી, પરંતુ ભારતીય ફોરવર્ડ વિજેતા ગોલ કરી શક્યા નહોતા.

ત્રીજો ક્વાર્ટર: બન્ને ટીમ તરફથી એક-એક ગોલ
હાફ-ટાઇમ પછી ભારતને ત્રણ પેનલ્ટી કોર્નર અને ન્યૂઝીલેન્ડને એક મળ્યો, પરંતુ બન્ને ટીમ માત્ર એક-એક ગોલ કરી શકી હતી. 40મી મિનિટે વરુણ કુમારે પેનલ્ટી પર ગોલ કરીને ભારતને 3-1થી આગળ કર્યું હતું. ત્રણ મિનિટ પછી, કેન રસેલે પેનલ્ટીને ગોલમાં ફેરવીને ચોથા ક્વાર્ટર પહેલા સ્કોર લાઇનને 3-2 કરી દીધી હતી.

બીજો ક્વાર્ટરઃ ભારત 2-0થી આગળ થઈ, લલિત-સુખજીતે ગોલ કર્યા
પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ ભારતીય ટીમે આક્રમક રમત ચાલુ રાખી હતી. 17મી મિનિટે લલિત ઉપાધ્યાયે શાનદાર ફિલ્ડ ગોલ કરતાં ટીમને સફળતા અપાવી હતી. ત્યારપછી 21મી, 23મી અને 24મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. 24મી મિનિટે સુખજીતે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. કિવી ટીમના સેમ લિને 28મી મિનિટે ગોલ કરીને સ્કોરલાઇનને 2-1થી પર લાવી દીધું હતું.

આ પહેલા ભારતીય ટીમ 21મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાનું ચૂકી ગઈ હતી. ગોલ કરવામાં થોડો સમય લાગ્યો, પરંતુ કિવી ખેલાડીઓએ રેફરલ લીધો અને થર્ડ અમ્પાયરે તેને ફ્રી હિટમાં ફેરવી દીધી હતી.

મનદીપ સિંહ બોલ સાથે આગળ વધતા દેખાય છે.
મનદીપ સિંહ બોલ સાથે આગળ વધતા દેખાય છે.

પ્રથમ ક્વાર્ટર: ગોલ રહિત, મનપ્રીત-નિક કાર્ડેડ
પ્રથમ 15 મિનિટમાં કોઈ ગોલ થયો નહોતો. બન્ને ટીમે લીડ લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન ફિલ્ડ રેફરી તરફથી બે કાર્ડ બહાર આવ્યા હતા. 7મી મિનિટે કિવી ખેલાડી નિક વૂડને અમ્પાયરે બે મિનિટ માટે આઉટ આપ્યો હતો. તેના માત્ર 2 મિનિટ બાદ ભારતીય ખેલાડી મનપ્રીતને ગ્રીન કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મેચની 12મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ કોઈ ગોલ થયો નહોતો.

બન્ને ટીમ અહીં જુઓ...
ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, સુરેન્દર કુમાર, મનપ્રીત સિંહ, મનદીપ સિંહ, બહાદુર કૃષ્ણ પાઠક, લલિત કુમાર ઉપાધ્યાય, સંજય નીલમ જેસ, પીઆર શ્રીજેશ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વરુણ કુમાર, કુમાર પાલ રાજ, આકાશદીપ સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ અને સુખજીત સિંહ.

ન્યૂઝીલેન્ડ: નિક વુડ્સ (કેપ્ટન), ડોમ ડિક્સન, ડેન લેટ, સાઇમન ચાઇલ્ડ, નિક રોસ, સેમ હિહા, કિમ કિંગ્સ્ટન, જેક સ્મિથ, સેમ લેન, સાઇમન યોર્કસ્ટન, એડન સારિકાયા, જો મોરિસન, લિયોન હેવર્ડ, કેન રસેલ, બ્લેર ટેરન્ટ, સીન ફિન્ડલે, હેડન ફિલિપ્સ, ચાર્લી મોરિસન.

ફોટોઝમાં જુઓ ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો રોમાંચ...

આકાશદીપની પાસે ટેકલ કરી રહેલા નીલકાંત શર્મા.
આકાશદીપની પાસે ટેકલ કરી રહેલા નીલકાંત શર્મા.
કિવી ખેલાડીઓ પાસેથી બોલ લેવાનો પ્રયાસ કરતા નીલકાંત શર્મા.
કિવી ખેલાડીઓ પાસેથી બોલ લેવાનો પ્રયાસ કરતા નીલકાંત શર્મા.
પેનલ્ટી કોર્નર વખતે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ.
પેનલ્ટી કોર્નર વખતે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ.
અન્ય સમાચારો પણ છે...