તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Neeraj Could Not Get His Spear Before The Olympic Final, Got It From Pakistan's Arshad Nadeem

પાકિસ્તાની એથ્લીટના બચાવમાં નીરજ ચોપરા:ઓલિમ્પિક ફાઈનલ પહેલાં નીરજને નહોતો મળી રહ્યો પોતાનો ભાલો, પાકિસ્તાનના અરશદ નદીમના હાથમાંથી મળ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ટોક્યો ઓલિમ્પિકમાં અરશદ નદીમ પાંચમાં ક્રમાંકે રહ્યો હતો
  • નીરજે જેવલિન થ્રોની ફાઈનલમાં પોતાના પ્રથમ પ્રયત્નમાં 87.03 મીટરનો થ્રો કર્યો હતો

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે જેવલિન થ્રોની ફાઈનલમાં પોતાના પ્રથમ પ્રયત્નમાં 87.03 મીટરનો થ્રો કર્યો હતો. તેમનો બીજો થ્રો 87.58 મીટરનો રહ્યો હતો. કોઈ અન્ય એથ્લીટે પ્રથમ થ્રોની આસપાસ પણ ન આવી શક્યો.

જોકે આ અંગે નીરજનું કહેવું છે કે તેણે પોતાનો પ્રથમ થ્રો ખૂબ જ ઉતાવળમાં કર્યો હતો. નીરજે કહ્યું- ફાઈનલ શરૂ થવાની હતી અને મને મારો ભાલો મળી રહ્યો નહોતો. ત્યારે મેં જોયું કે મારો ભાલો પાકિસ્તાની થ્રોઅર અરશદ નદીમના હાથમાં છે. પછીથી મેં તેની પાસેથી ભાલો લીધો અને ઝડપથી થ્રો કર્યો.

અરશદે કોઈ નિયમ તોડ્યા નથી
નીરજનો ભાલો નદીમના હાથમાં હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે તો લોકો એમ કહેવા લાગ્યા છે કે પાકિસ્તાની એથ્લીટે જાણી જોઈને આમ કર્યું હશે. તેની પર નીરજે કહ્યું છે કે અરશદ નદીમે કોઈ નિયમ તોડ્યા નથી. તેમણે જે કઈ કર્યું છે તે નિયમમાં રહીને કર્યું છે.

મારી કમેન્ટ્સથી પોતાના એજન્ડને પ્રોત્સાહન ન આપો
નીરજે ટ્વિટ કર્યું- મારી તમને બંધાને વિનંતી છે કે મારી કમેન્ટ્સને પોતાના ગંદા એજન્ડાને આગળ વધારવાનું માધ્યમ ન બનાવો. રમત આપણને બધાને એક થઈને રહેવાનું શીખવાડે છે અને કમેન્ટ કરતા પહેલા રમતના રૂલ્સ જાણવા જરૂરી છે. નીરજે ટ્વિટમાં વીડિયો પણ શેર કર્યો છે.

એક-બીજાનું સન્માન કરે છે બંને એથ્લીટ
નીરજ અને અશરફ લાંબા સમયથી એક-બીજાના પ્રતિસ્પર્ધી રહ્યાં છે. તેમ છતાં તે એક-બીજાનું સન્માન પણ કરે છે. 2018 એશિયન ગેમ્સમાં પણ બંને સામ-સામે જ હતા. ત્યારે નીરજે ગોલ્ડ જીત્યો હતો અને અશરફે બ્રોન્ઝ. ટોક્યો ઓલિમ્પિકમાં અરશદ નદીમ પાંચમાં ક્રમાંકે રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...