• Gujarati News
  • Sports
  • The Flight Of India's Olympic Gold Medalist Suddenly Started Coming Down, All The Passengers Started Crying In Fear.

જ્યારે નીરજ ચોપરાની નજીકથી પસાર થયું મૃત્યુ:ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટની ફ્લાઈટ અચાનકથી નીચે આવવા લાગી હતી, તમામ પેસેન્જર ડરથી રડવા લાગ્યા હતા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક માત્ર ગોલ્ડ મેડલ જીત્યો. આ ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઈવેન્ટ્સમાં 121 વર્ષમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ ઉપલબ્ધી પછી જ્યારે તે પરત ભારત ફર્યા છે, તેમની જીંદગીના ઘણા રોચક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તાજેતરનો કિસ્સો એક એવી ઘટના છે, જ્યારે નીરજ ચોપરાએ મૃત્યુને ખૂબ જ નજીકથી જોયું હતું. તેમણે એક કાર્યક્રમમાં તેની સાથે જોડાયેલો અનુભવ પોતે વર્ણવ્યો હતો.

અબુધાબીથી ફ્રૈંકફર્ટ જતી વખતે બની હતી ઘટના
નીરજ ચોપરાએ ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે જર્મનીમાં લાંબા સમય સુધી ટ્રેનિંગ કરી હતી. આ માટે તે એક વખત આબુધાબીથી ફ્લાઈટમાં બેસીને જર્મનીના શહેર ફ્રૈંકફર્ટ જઈ રહ્યાં હતા. રસ્તામાં અચાનક ફલાઈટની તમામ લાઈટો બંધ થઈ ગઈ અને પ્લેન ખૂબ જ ઝડપથી નીચે જવા લાગ્યું.

કોચને કીધી દિલ જીતનારી વાત
નીરજે જણાવ્યું કે તે સમયે હું હેડફોન લગાવીને બેઠો હતો. જ્યારે મેં હેડફોન હટાવ્યા તો જોયું કે પ્લેનમાં હાજર તમામ યાત્રી ચીસો પાડી રહ્યાં છે. બાળકો રડી રહ્યાં છે. બધાને લાગી રહ્યું હતું કે પ્લેન ક્રેશ થશે. મારી બાજુમાં કોચ બેઠા હતા. મેં તેમને કહ્યું કે જે થશે એ થશે. જો પ્લેનને પાડવું જ છે તો તેને કોઈ રોકી ન શકે. આ કારણે આપણે ગભરાવું જોઈએ નહિ, કારણ કે આપણે તેમાં કઈ જ ન કરી શકીએ. જોકે થોડા સમય પછી પ્લેન સ્ટેબલ થઈ ગયું અને સુરક્ષિત રીતે ફ્રૈંકફર્ટ લેન્ડ પણ થયું.

હિમ્મતવાળા છે નીરજ
પ્લેનની આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે નીરજ મુશ્કેલ સમયમાં ગભરાતા નથી. તેમનો એક કિસ્સો ટોક્યો ઓલિમ્પિકનો જ છે. નીરજ ફાઈનલમાં પોતાનો પહેલો થ્રો કરવા જઈ રહ્યાં હતા, જોકે તેમને પોતાનો જેવલિન મળી રહ્યો નહોતો. પછીથી તેમણે જોયું કે તેમનો જેવલિન પાકિસ્તાની થ્રોઅર અરશદ નદીમની પાસે છે. આ ખુલાસો થયા પછી સોશિયલ મીડિયા પર નદીમ ઘણો ટ્રોલ થવા લાગ્યો હતો. ત્યારે નીરજે પોતે વીડિયો મેસેજ બહાર પાડીને નદીમનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...