• Gujarati News
  • Sports
  • Neeraj Chopra Honored With Major Dhyanchand Khel Rant Award; Meet The Same 12 Players

62 ખેલાડી સ્પોર્ટ્સ અવોર્ડથી સન્માનિત:નીરજ ચોપરા સહિત 12ને ખેલ રત્ન, ગુજરાતની ભાવિના પટેલ સહિત 35ને અર્જુન અવોર્ડ; અન્ય ખેલાડીને દ્રોણાચાર્ય સન્માન મળ્યું

17 દિવસ પહેલા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 62 ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં 12 ખેલાડીને ખેલ રત્ન, 35ને અર્જૂન અને 10ને દ્રોણાચાર્ય અવોર્ડથી સન્માનિત કરાયા છે. અવોર્ડની શરૂઆત સૌથી પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને સન્માનિત કરી થઈ હતી.

આ ખેલાડીઓને મળ્યા ખેલ રત્ન અવોર્ડ

  • નીરજ ચોપરા (ભાલાફેંક)
  • લવલીના બોરગોહેન (રેસલર)
  • પીઆર શ્રીજેશ (હોકી)
  • અવની લેખરા (શૂટિંગ)
  • સુમિત અંતિલ (ભાલાફેંક)
  • પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન)
  • મનીષ નરવાલ (શૂટર)
  • મિતાલી રાજ (ક્રિકેટર)
  • સુનીલ છેત્રી (ફુટબોલ)
  • મનપ્રીત સિંહ (હોકી)

ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારો બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર માતાના નિધનના કારણે ખેલ રત્ન અવોર્ડ રિસીવ કરી શક્યો નથી.

ભાવિના પટેલ તેમના પતિ નિકુલ પટેલ સાથે
ભાવિના પટેલ તેમના પતિ નિકુલ પટેલ સાથે

આ ખેલાડીઓને મળ્યો અર્જુન અવોર્ડ

  • અરવિંદર સિંહ (એથ્લેટિક્સ)
  • સમિરન જીત કૌર (બોક્સિંગ)
  • શિખર ધવન (ક્રિકેટર)
  • મોનિકા (હોકી)
  • વંદના કટારિયા (હોકી)
  • સંદીપ નારવાલ (કબડ્ડી)
  • અભિષેક વર્મા (શૂટર)
  • અંકિતા રૈના (ટેનિસ)
  • દીપક પૂનિયા (રેસલિંગ)
  • યોગેશ, નિશાદ કુમાર, પ્રવીણ કુમાર (પેરા એથ્લિટ)
  • સુહાસ યથિરાજ (બેડમિન્ટન)
  • સિંધરાજ અઢાના (શૂટર)
  • ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
  • હરવિંદર સિંહ, સરત કુમાર (પેરા એથ્લેટિક્સ)
  • હોકીઃ દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, રુપિંદરપાલ સિંહ, અમિત રોહિદાસ, સુમિત, બીરેન્દ્ર લાખરા, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, મંદીપ સિંહ, વિવેક સાગર, સમસેર સિંહ, લલિત કુમાર, વરુણ કુમાર, સિમરજીત સિંહ (હોકી)

દ્રોણાચાર્ય અવોર્ડ (લાઇફટાઈમ કેટેગરી)

  • ટીપી ઓસેફ (એથ્લેટિક્સ)
  • સરકાર તલવાર (ક્રિકેટ)
  • સરપાલ સિંહ (હોકી)
  • અશન કુમાર (કબડ્ડી)
  • તપન કુમાર પેનગઢી (સ્વિમિંગ)

દ્રોણાચાર્ય અવોર્ડ (રેગ્યુલર કેટેગરી)

  • રાધાકૃષ્ણ નાયર પી (એથ્લેટિક્સ)
  • સંધ્યા ગુરંગ (બોક્સિંગ)
  • પ્રિતમ સિવચ (હોકી)
  • જય પ્રકાશ નૌટિયાલ (પેરા શૂટિંગ)
  • સુબ્રહમનિયન રમન (ટેબલ ટેનિસ)

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય. વિશ્વનાથન આનંદને 1991માં પ્રથમ વખત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને 25 લાખ રૂપિયા છે. ચાલો તમને આ ખેલાડીઓનો પરિચય કરાવીએ.

નીરજ ચોપરા
હરિયાણાના નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિક 2021માં એથ્લેટિક્સમાં દેશ માટે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ એથ્લિટ છે. તેણે ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે ઇન્ટરનેશનલ લેવલ પર 6 મોટી ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યો છે. તેણે 2018માં જકાર્તા એશિયન ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, 2017માં એશિયન ચેમ્પિયનશિપ, 2016માં સાઉથ એશિયન ગેમ્સ, 2016માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે તેણે 2016માં જૂનિયર એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.

રવિ દહિયા
રવિ દહિયા મૂળ હરિયાણાનો છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમાર બાદ રવિ કુસ્તીની ફાઇનલમાં પહોંચનાર માત્ર બીજો ભારતીય બન્યો છે. ફાઇનલમાં રવિ 57 કિગ્રા વજન વર્ગમાં બે વખતના વિશ્વ ચેમ્પિયન જાવુર યુગુયેવ સામે હારી ગયો હતો. આ પહેલા રવિએ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે, તેણે 2020 અને 2021 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 2018ની અંડર-23 ચેમ્પિયનશિપમાં રવિને સિલ્વર મેડલ મળ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ખેલ રત્ન અવોર્ડ સાથે બ્રોન્ઝ મેડલિસ્ટ જીતનાર લવલીના બોર્ગોહેન
ટોક્યો ઓલિમ્પિકમાં ખેલ રત્ન અવોર્ડ સાથે બ્રોન્ઝ મેડલિસ્ટ જીતનાર લવલીના બોર્ગોહેન

લવલીના બોર્ગોહેન
લવલીના બોર્ગોહેન આસામના ગોલાઘાટ જિલ્લાની છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં 69 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સિંગમાં ભારત માટે મેડલ જીતનાર લવલિના એકંદરે ત્રીજી અને મહિલાઓમાં બીજી બોક્સર છે. લવલીના પહેલા વિજેન્દર સિંહ (2008) અને મેરી કોમ (2012) મેડલ જીતી ચૂક્યા છે. લવલીનાએ 2018 અને 2019માં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, દિલ્હીમાં આયોજિત પ્રથમ ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં સિલ્વર અને ગુવાહાટીમાં યોજાયેલી બીજી ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેણે 2017 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.

10 મીટર એર રાઈફલમાં ભારત માટે ગોલ્ડ મેડલ વિજેતા અવનિ લેખરા
10 મીટર એર રાઈફલમાં ભારત માટે ગોલ્ડ મેડલ વિજેતા અવનિ લેખરા

અવની લેખરા(પેરા શૂટિંગ)
અવની લેખરા રાજસ્થાનની છે. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 249.6નો સ્કોર કરીને યુક્રેનની ઇરિના શેટનિકના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. અવની ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. જયપુરની રહેવાસી અવનીએ 9 વર્ષ પહેલા કાર અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા હતા. અવનીના પિતા પ્રવીણ લેખા રેવન્યુ એપેલેટ ઓફિસર છે અને હાલમાં ગંગાનગરમાં પોસ્ટેડ છે.

પ્રમોદ ભગત(પેરા બેડમિન્ટન)
પ્રમોદ બિહારના હાજીપુરનો રહેવાસી છે. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સ 2021માં બેડમિન્ટનમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. પ્રમોદને 2019માં અર્જુન એવોર્ડ અને ઓડિશા સરકાર તરફથી બિજુ પટનાયક અવોર્ડ પણ મળ્યો છે. પ્રમોદ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે એપ્રિલમાં દુબઈ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત, તેણે મનોજ સરકાર સાથે SL4-SL3 કેટેગરીમાં મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. પ્રમોદે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ સહિત 45 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. છેલ્લા આઠ વર્ષમાં તેણે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. 2018 પેરા એશિયન ગેમ્સમાં તેણે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અંતિલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અંતિલ

સુમિત અંતિલ (ભાલા ફેંક)
સુમિત અંતિલ હરિયાણાના છે. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સ 2021માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે જેવલિન થ્રોની F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 68.55 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. સુમિતે વર્ષ 2018માં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, પરંતુ તે માત્ર પાંચમો રેન્ક જ મેળવી શક્યો હતો. આ પછી, તેણે 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. સુમિત આટલેથી ન અટક્યો અને આ વર્ષે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2019 પેરિસ ઓપન હેન્ડીક્રાફ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2019માં જ, સુમિત દુબઈમાં યોજાયેલી વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતવામાં પણ સફળ રહ્યો હતો.

મનીષ નરવાલ (પેરા શૂટિંગ)
મનીષ નરવાલ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના છે. મનીષે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે 218.2ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મનીષ નરવાલ ફૂટબોલર બનવા માંગતો હતો. વિકલાંગતા હોવા છતાં, તેણે તેના પિતાના સમર્થનથી શૂટર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું અને શૂટિંગમાં કારકિર્દી બનાવી. ફરીદાબાદમાં જ તેણે શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી અને પછી આ સ્થાન સુધી પહોંચ્યો.

કૃષ્ણા નાગર (બેડમિન્ટન)
કૃષ્ણા નાગર જયપુરનો રહેવાસી છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પહેલા ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ તેની ઓછી ઊંચાઈના કારણે તેણે ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું. ત્યાર પછી તેણે વોલીબોલ રમવાનું શરૂ કર્યું. આમાં, તે ખૂબ જ સારો ડિફેન્ડર પણ બન્યો, પરંતુ લંબાઈને કારણે તેણે વોલીબોલ રમવાનું પણ છોડી દીધું. કૃષ્ણાના પિતાએ તેને બેડમિન્ટન રમવાની સલાહ આપી અને ક્રિષ્નાને સવાઈ માનસિંહ સ્ટેડિયમ લઈ ગયા. જ્યાં તેણે વર્ષ 2017થી બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. કૃષ્ણાએ છેલ્લા ચાર વર્ષથી સખત મહેનત કરીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.

હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ
હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ

મનપ્રીત સિંહ (હોકી)
મનપ્રીત સિંહ પંજાબના જલંધરનો રહેવાસી છે. ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ટોક્યો ઓલિમ્પિક 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ હતા. ઓલિમ્પિકમાં ભારતીય ટીમને 2021 પહેલા 1980માં મોસ્કોમાં મેડલ મળ્યો હતો, ત્યારબાદ ટીમે વાસુદેવન ભાસ્કરનની કેપ્ટનશીપમાં ગોલ્ડ જીત્યો હતો. મનપ્રીત ટોક્યો ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારતનો ધ્વજવાહક પણ હતો. અનુભવી મહિલા બોક્સર મેરી કોમ પણ તેની સાથે હતી. મેન્સ હોકીમાં ભારતે ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે 1960માં સિલ્વર અને 1968, 1972 અને 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ભારતીય હોકી ટીમના ગોલ કીપર પી.આર.શ્રીજેશ
ભારતીય હોકી ટીમના ગોલ કીપર પી.આર.શ્રીજેશ

પીઆર શ્રીજેશ (હોકી)
પીઆર શ્રીજેશ કેરળના એર્નાકુલમનો વતની છે. તે ભારતીય હોકી ટીમનો ગોલકીપર છે. ટોક્યો ઓલિમ્પિક 2021માં તે એવી વોલ બની ગયો કે જેને તોડવી દરેક ટીમ માટે અશક્ય બની ગઈ હતી. 2004માં તેને જુનિયર નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. બે વર્ષ સુધી, તે દક્ષિણ એશિયન ગેમ્સમાં વરિષ્ઠ ટીમનો ભાગ બન્યો હતો. 2008માં, ભારતે હોકીનો જુનિયર વર્લ્ડ કપ જીત્યો, તે ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર હતો. ત્રણ વર્ષ પછી 2011માં તેણે સિનિયર ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ પછી શ્રીજેશ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બન્યો. તેણે સતત પોતાને સાબિત કરી અને પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખ્યું, જેનું પરિણામ 2021 ઓલિમ્પિકમાં આવ્યું.

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી

સુનીલ છેત્રી (ફુટબોલ)
સુનીલ છેત્રીનો જન્મ આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં થયો હતો. તે ઈન્ડિયન સુપર લીગમાં બેંગલુરુ FC અને ભારતીય ટીમ બંનેનો કેપ્ટન છે. છેત્રીએ 2002માં મોહન બાગાન ખાતેથી પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. સુનીલે SAIF ચેમ્પિયનશિપની ફાઇનલમાં નેપાળ સામે મોટી સિદ્ધિ નોંધાવી હતી. મેચની 49મી મિનિટે છેત્રીએ ગોલ કર્યો હતો. સુનીલની કપ્તાનીમાં ભારતે 8મી વખત SAIF ચેમ્પિયનશિપ જીતી હતી.

ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજ
ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજ

મિતાલી રાજ (ક્રિકેટ)
મિતાલી રાજ ભારતની ODI ટીમની કેપ્ટન છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 20,000 રન કર્યા છે. મિતાલી આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર છે. મિતાલીએ વર્ષ 1999માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લા 22 વર્ષથી ભારત માટે સતત પ્રદર્શન કરી રહી છે. મિતાલીને 2015માં પદ્મશ્રી અને 2003માં અર્જુન એવોર્ડ પણ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...