• Gujarati News
  • Sports
  • Neeraj Chopra Arrives In Turkey For Training, Starts Preparations For Asian And World Championships

ગોલ્ડન બોયનો ટાર્ગેટ:નીરજ ચોપરાએ તુર્કીમાં ટ્રેનિંગનો સમય વધાર્યો, એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપની પૂર્વ તૈયારી શરૂ કરી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌજન્યઃ નીરજ ચોપરા, ઈન્સ્ટાગ્રામ - Divya Bhaskar
સૌજન્યઃ નીરજ ચોપરા, ઈન્સ્ટાગ્રામ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાએ ટોક્યોમાં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાને ખાસ સુવિધા પુરી પાડી છે. તેને નીરજની તુર્કીમાં ખાસ ટ્રેનિંગ સેશનનું આયોજન કરી આપ્યું છે તથા એના માચે 5.5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની અનુમતિ પણ આપી દીધી છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે પ્રેક્ટિસ સેશનને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને સ્વીકારી નીરજને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તે અત્યારે નીરજ તુર્કીના અંતાલ્યામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે.

સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નીરજ ચોપરા
સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નીરજ ચોપરા

બંનેને આર્થિક સહાય અપાશે
નીરજ ચોપરા અને તેના કોચ ડો.ક્લાઉસ બર્તોનિતેજ પણ માર્ચના છેલ્લા સપ્તાહથી તુર્કીમાં છે અને આગામી 14 દિવસ સુધી ત્યાં પ્રેક્ટિસ કરવાના છે. તેઓ આગામી નેશનલ, એશિયન તથા એથલેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આધારે નીરજ ચોપરા અને તેમના કોચને રહેવા-ખાવાથી લઈ આવવા જવાની સુવિધા પણ આપવામાં આવી છે. એટલું જ નહીં જરૂર પડે તો તેને મેડિકલ ખર્ચ પણ સંસ્થા આપશે એવી અનુમતિ મળી ગઈ છે. જેમાં બંનેને પ્રતિદિવસ 50 ડોલર દૈનિક ભથ્થું મળે એવી જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...