તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • National Sports Day | Hitler Was Also Shocked To See Major Dhyanchand's Game, Defeating The German Team With Bare Feet; Know The Greatness Of This Day

નેશનલ સ્પોર્ટ્સ ડે:હિટલર પણ જેમનાથી પ્રભાવિત હતો તેવા મેજર ધ્યાનચંદના સન્માનમાં ઉજવાય છે આ દિવસ; જાણો હોકીના જાદુગરની કહાણી

એક મહિનો પહેલા
  • 'હોકીના જાદુગર' મેજર ધ્યાનચંદે ખુલ્લા પગે મેચ રમી જર્મન ટીમને 8-1થી હરાવી

દેશમાં પ્રત્યેક વર્ષે 29 ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વળી આ દિવસે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદનો જન્મદિન હોવાથી, તેમની સિદ્ધિઓને યાદ કરવા તથા યુવાઓને પ્રેરણા આપવા માટે આને ઉજવાય છે. આ દિવસે દેશના રાષ્ટ્રપતિ, મેજર ધ્યાનચંદ અવોર્ડ, અર્જુન અને દ્રોણાચાર્ય અવોર્ડને નામાંકિત લોકોને આપે છે. મેજર ધ્યાનચંદે પોતાની છેલ્લી ઓલિમ્પિક મેચમાં ઈજાગ્રસ્ત હોવા છતાં દેશને મેડલ જીતાડ્યો હતો. ઈન્ડિયન પ્લેયર્સના આવા ઉત્સાહને જોતા જર્મનીનો એડોલ્ફ હિટલર પણ તેમનાથી પ્રભાવિત થઈ ગયો હતો.

મેજર ધ્યાનચંદની ફાઇલ તસવીર
મેજર ધ્યાનચંદની ફાઇલ તસવીર

મેજર ધ્યાનચંદ 'હોકીના જાદુગર' કહેવાતા
29 ઓગસ્ટ 2012ના દિવસે પ્રથમવાર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી મેજર ધ્યાનચંદના જન્મદિવસે કરાઈ હતી. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલાહાબાદમાં થયો હતો અને તે તેમના સમયના મહાન હોકી ખેલાડી હતા. તેઓ હોકી ખેલાડીઓના સ્ટાર અથવા 'હોકીના જાદુગર' તરીકે જાણીતા હતા, કારણ કે મેજર ધ્યાનચંદના સમયગાળા દરમિયાન તેની ટીમે 1928, 1932 અને 1936 દરમિયાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

તેમણે 1926થી 1949 સુધી 23 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમી. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 185 મેચ રમી હતી જેમાં 570 ગોલ કર્યા હતા. મેજર ધ્યાનચંદ હોકી પ્રત્યે એટલા સમર્પિત હતા કે તે મોડી રાત્રે પણ પ્રેક્ટિસ કરતા હતા, જેના કારણે જ તેમનું નામ ધ્યાનચંદ પડ્યું હતું. 1956માં ધ્યાનચંદને પજ્ઞભૂષણ અવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેઓ આ સન્માન પામનાર ત્રીજા નાગરિક હતા.

નેશનલ સ્પોર્ટ્સ દિવસનો ઈતિહાસ
1979માં ઈન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટે મેજર ધ્યાનચંદના નિધન પછી તેમને શ્રદ્ધાંજલી આપતા દિલ્હીના રાષ્ટ્રીય સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ, દિલ્હી કરી દીધું હતું. 2012માં દેશના નાગરિકોને સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગે તેના માટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ હતી અને આના માટે મેજર ધ્યાનચંદના જન્મદિવસની પસંદગી કરાઈ હતી. ત્યારપછી 29 ઓગસ્ટને ઈન્ડિયામાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે.

1936 દરમિયાન મેજર ધ્યાનચંદ જર્મન મીડિયામાં છવાયેલા હતા. ફાઇલ ફોટો
1936 દરમિયાન મેજર ધ્યાનચંદ જર્મન મીડિયામાં છવાયેલા હતા. ફાઇલ ફોટો

મેજર ધ્યાનચંદની મેચ જોવા લોકો પડાપડી કરતા
ઈન્ડિયાએ 1936માં હોકીમાં પોતાની ગોલ્ડન હેટ્રિક પૂરી કરી હતી. 15 ઓગસ્ટ 1936ના દિવસે બર્લિનમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ઈન્ડિયાએ ઘરઆંગણે જર્મનીને હરાવી જીત પ્રાપ્ત કરી હતી. તમને જણાવી દઇએ કે આ સમટે જેમ-જેમ બર્લિન ઓલિમ્પિક નજીક આવી રહી હતી, તેમ-તેમ ઈન્ડિયન ખેલાડીઓની ગેમ પણ આક્રમક થઈ રહી હતી.

1936 બર્લિન ઓલિમ્પિક પહેલા જર્મનીના સમાચાર પત્રોમાં પણ ઈન્ડિયન હોકી ટીમના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ધ્યાનચંદ અને રૂપચંદના આક્રમક અંદાજનો ઉલ્લેખ કરાતો હોવાથી જ્યારે-જ્યારે ઈન્ડિયન હોકી ટીમની ગેમ હોય ત્યારે મોટાભાગે જર્મન લોકો મેદાનમાં મેચ જોવા માટે આવી જતા. તે સમયે મેજર ધ્યાનચંદના ગોલ જોવા માટે લોકોની પડાપડી થતી.

ધ્યાનચંદની કારકિર્દીની યાદગાર મેચ વિશે જાણો
ઓલિમ્પિક શરૂ થાય એના 13 દિવસ પહેલા એટલે કે 17 જુલાઈ 1936એ જર્મની સામે ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ઈન્ડિયાએ જર્મનીને 4-1થી હરાવ્યું હતું. દેશને 11 વર્ષ પછી સ્વતંત્રતા મળી હતી પરંતુ સમય અને સંજોગો એવા હતા કે ઈન્ડિયન ટીમની ફાઇનલ મેચ પણ 15 ઓગસ્ટના દિવસે રમાઈ હતી.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ઉલ્લેખનીય છે કે 1936 બર્લિન ઓલિમ્પિક હોકીની ફાઇનલ મેચમાં ઈન્ડિયાની મેચ જર્મની સામે નહીં પરંતુ હિટલર વિરૂદ્ધ હતી. તે હિટલર, જેણે પોતાની સરમુખત્યારશાહીથી સમગ્ર વિશ્વના દિલમાં ભય પેદા કર્યો હતો, પરંતુ વિશ્વના સૌથી મોટા સરમુખત્યારએ એક વિનમ્ર ભારતીય સૈનિક સમક્ષ ઘૂંટણ ટેકવી દીધા હતા.

ધ્યાનચંદ તૂટેલા દાંત અને ખુલ્લા પગે ફાઇનલ રમ્યા
આખું સ્ટેડિયમ દર્શકોથી ભરેલું હતું, હિટલરની મંજૂરી બાદ રેફરીએ સીટી વગાડી અને પછી રમત શરૂ થઈ. પહેલા હાફમાં જર્મનીની ટીમે ખૂબ જ સારી રમત રમી હતી, પરંતુ ઈન્ડિયાએ પણ 1-0ની લીડ મેળવી લીધી હતી.

મેચ દરમિયાન તેમના ગોલકીપર ટીટો વોર્નહોલ્ટ્ઝેની હોકિસ્ટિક મેજર ધ્યાનચંદના મોઢા પર વાગતા તેમનો દાંત તૂટી ગયો હતો. તેવમાં ધ્યાનચંદ સારવાર અર્થે બહાર ગયા અને પછી ખુલ્લા પગે મેચ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ઈન્ડિયાએ સતત 7 ગોલ કરી મેચને 8-1થી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...