તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Naomi Osaka Withdraws From Wimbledon Open After Rafael Nadal, To Play In Olympics

ટેનિસ:રાફેલ નડાલ બાદ નાઓમી ઓસાકાએ વિમ્બલડન ઓપનમાંથી નામ પરત ખંેચ્યું, ઓલિમ્પિકમાં રમશે

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માંગું છું: નાઓમી ઓસાકા

રાફેલ નડાલ અને નાઓમી ઓસાકાએ વિમ્બલડન ઓપનમાંથી નામ પરત ખેંચી લીધું છે અને કોરોના મહામારીના કારણે ગત વર્ષે રદ્દ થયેલ સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમની ચમક તેનાથી ફીકી થઇ ગઇ છે. બે વારના ચેમ્પિયન રાફેલ નડાલે સોશિયલ મીડિયામાં ગુરુવારે પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તે વિમ્બલડન અને ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમે, જેથી તે પોતાના શરીરને જરૂરી આરામ આપી શકે. નડાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું હતું કે, “મારું લક્ષ્યાંક મારી કારકિર્દીનો વિસ્તાર કરવાનો છે.” ઓસાકાના એજન્ટ સ્ટુઅર્ટ ડુગુઇટે કહ્યું કે ચારવારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ઓસાકા વિમ્બલડન નહીં રમે અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. તેણે લખ્યું, “તે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માંગે છે. તે ઓલિમ્પિકની તૈયારી કરી રહી છે અને પોતાના દેશમાં રમવાને લઇને રોમાંચિત છે.”

ઓસાકાનો જન્મ જાપાનમાં થયો હતો અને તેના પિતા હૈતી છે જ્યારે માતા જાપાની છે. જ્યારે ઓસાકા ત્રણ વર્ષની હતી ત્યારે બધા પરિવાર સાથે અમેરિકામાં વસવાટ કરવા લાગ્યા હતા. વિશ્વની બીજા નંબરની ખેલાડી નાઓમી ઓસાકાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યું પણ વિવાદના કારણે ફ્રેન્ચ ઓપનમાંથી અધ વચ્ચે પોતાનું નામ પરત ખેચી લીધું હતું. બીજી તરફ ત્રણવારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્ટેનીસ્લાસ વાવરિન્કા વિમ્બલડન ઓપનમાંથી ખસી ગયો છે. જોકે પગમાં ઇજાના કારમે તે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. ફ્રેન્ચ ઓપનમાં પણ તે આ ઇજાના કારણથી રમ્યો ન હતો. તેણે વર્ષના શરૂઆતના સમયે પગમાં સર્જરી કરાવી હતી. આ કારણથી તેને હજુ મેદાન પર ફરતા સમય લાગશે. વાનરીન્કા છેલ્લે માર્ચમાં કતાર ઓપનમાં રમ્યો હતો. તમને જણાવી દઇએ કે 28 જૂનથી વિમ્બલડન ઓપન શરૂ થઇ રહી છે. ત્યારે વાવરિન્કા બાદ નડાલ અને ઓસાકએ પોતાના નામ પરત લઇ લેતા ચાહકોને ઝટકો લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...