જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા સિનસિનાટી ઓપનની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઇ ગઇ. એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપવી વખતે તે રડી પડી. માનસિક સ્વાસ્થ્યને પગલે ઓસાકાએ ફ્રેન્ચ ઓપનમાં વચ્ચેથી જ પોતાનું નામ પરત ખેચી લીધું હતું.
સિનસિનાટી ઓપનની પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે ઓસાકે પૂછ્યું કે ખ્યાતિ અને મીડિયા સાથેના સંબંધોમાં સંતુલન કઇ રીતે બનાવે છે. તેનો જવાબ દેતા ઓસાકાએ કહ્યું કે મને નથી ખ્લાય કે કઇ રીતે સંતુલન બનાવવામાં આવે. તમે જે રીતે કરી રહ્યા છો એમ હું પણ પ્રયાસ કરી રહી છું. ત્યારબાદ પત્રકારે ટેનિસ સાથેના પ્રશ્નો પૂછ્યા તો તેના પર ઓસાકા રડી પડી. ત્યારબાદ તે થોડા સમય માટે રૂમમાંથી બહાર જતી રહી.
4વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ઓસાકા સિનસિનાટી ઓપનમાં જીતેલી રકમને હૈતીમાં ભૂકંપ પીડિતોને દાન કરશે. આ ભૂકંપથી લગભગ 1400 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઇએ કે ઓસાકાના પિતા હૈતીના છે અને તેની માતા જાપાની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.