તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Nadal, The King Of Clay Courts, Is Also A Champion In Poker, Runs A Tennis School In India, Has Won The 20th Grand Slam Of His Career And The 13th French Open Title.

ચર્ચામાં રાફેલ નડાલ:ક્લે કોર્ટનો બાદશાહ નડાલ પોકરમાં પણ ચેમ્પિયન, ભારતમાં ટેનિસ સ્કૂલ ચલાવે છે, કરિયરનું 20મું ગ્રાન્ડ સ્લેમ અને 13મો ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો છે

લંડન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડાલ અઠવાડિયામાં 6 દિવસ વર્કઆઉટ, દિવસમાં સાડા 6 કલાક પરસેવો પાડે છે.

જન્મ- 3 જૂન, 1986
શિક્ષણ- ધો. 12, યુરોપિયન યુનિ. આૅફ મેડ્રિડમાંથી ડૉક્ટરેટની માનદ પદવી
બુક- ‘રાફા, માય સ્ટોરી’ (આત્મકથા)
એટીપી રેન્કિંગ- 2
કુલ પ્રાઇઝ મની- 900 કરોડ રૂપિયા (આખી કરિયરમાં)

34 વર્ષના રાફેલ નડાલે 15 વર્ષ અગાઉ ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પહેલી વાર પોતાના નામે કર્યો હતો ત્યારે કોઇને ખબર નહોતી કે આ સ્પેનિશ ખેલાડી ક્લે કોર્ટનો અજેય ખેલાડી બની જશે. તાજેતરમાં ટેનિસ પ્લેયર એન્ડી મરેએ પણ કહ્યું કે નડાલના ફ્રેન્ચ ઓપનના રેકોર્ડ તોડવા અશક્ય હશે. નડાલ 13 વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે.

સ્પોર્ટ્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ફ્રેન્ચ ઓપનમાં લાલ માટીની સપાટી બૉલને ધીમો પાડી દે છે. નડાલ તેની એથલેટિક આવડત વાપરીને બૉલને ધારે તે દિશામાં વાળી દે છે. તેનાથી તેને બૉલ બાઉન્સ કરાવવામાં પણ મદદ મળે છે. સ્પેનિશ ખેલાડી લાલ માટીની સપાટીથી વાકેફ હોય છે.

સ્પેનમાં લાલ માટીવાળા એક લાખથી વધુ ટેનિસ ગ્રાઉન્ડ્સ છે. નડાલ જે નાનકડા વિસ્તારમાંથી આવે છે ત્યાં પણ લાલ માટીવાળા 7 મેદાન છે. નડાલ 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યો છે. ટેનિસમાં 4 મોટી ટુર્નામેન્ટના ખિતાબોને ગ્રાન્ડ સ્લેમ કહે છે. નડાલ 13 ફ્રેન્ચ ઓપન ઉપરાંત 4 યુએસ ઓપન, 2 વાર વિમ્બલ્ડન તથા એક વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે. તે 20 ગ્રાન્ડ સ્લેમ સાથે રોજર ફેડરરની બરાબરી પર છે. નડાલ 17 વર્ષની ઉંમરે એટીપીના ટોપ 100 પ્લેયર્સની યાદીમાં સામેલ થઇ ગયો હતો.

ટ્રેનિંગ : અઠવાડિયામાં 6 દિવસ વર્કઆઉટ, દિવસમાં સાડા 6 કલાક પરસેવો પાડે છે
નડાલ કોઇ ટુર્નામેન્ટ ચાલુ ન હોય ત્યારે અઠવાડિયામાં 6 દિવસ અને દિવસમાં સાડા 6 કલાક વર્કઆઉટ કરે છે, જેમાંથી 4 કલાક કોર્ટમાં ગાળે છે અને બાકીના અઢી કલાક જિમ-સ્વિમિંગ પૂલમાં કે એરોબિક્સ કરીને વીતાવે છે. વર્કઆઉટની શરૂઆત વાઇબ્રેટિંગ પ્લેટફોર્મથી કરે છે. તેનાથી સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી અને બ્લડ સરક્યૂલેશન સુધરે છે. સાંજે 4 વાગ્યે નડાલ જિમમાં ટ્રેડમિલ પર દોડે છે, પ્લેન્ક એક્સરસાઇઝ કરે છે. ઢીંચણમાં દુખાવો થાય તો એરોબિક્સ અને સ્વિમિંગ કરે છે. નડાલ કહે છે કે તે ડાયટ પ્લાન ફોલો કરી શકતો નથી. જોકે, મેચ દરમિયાન વધુમાં વધુ કેળાં ખાય છે. તેને સીફૂડ બહુ જ ભાવે છે.

ખેલભાવના : મેચમાં ક્યારેય રેકેટ નથી તોડ્યું, લાગણીઓ પર કાબૂ રાખે છે
ઘણી વાર મેચ દરમિયાન ખેલાડીઓ રેકેટ તોડતા દેખાય છે પણ નડાલ ક્યારેય તેવું કરતો જોવા મળ્યો નથી. તે કહે છે કે તેણે તેની પૂરી કરિયરમાં એકેય રેકેટ નથી તોડ્યું. તેના પરિવારે ક્યારેય રેકેટ તોડવાની મંજૂરી નથી આપી. તે કહે છે કે તમે રેકેટ તોડો તેનો અર્થ એ છે કે તમારી લાગણીઓ પર તમારો કાબૂ નથી. સ્પોર્ટ્સમાં લાગણીઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી હોય છે. નડાલ અને ફેડરર વચ્ચે વર્ષ 2008માં રમાયેલો વિમ્બલ્ડન ફાઇનલ મુકાબલો ટેનિસ ઇતિહાસની સર્વશ્રેષ્ઠ મેચોમાં સામેલ છે. 4 કલાક 48 મિનિટ લાંબી તે મેચ વિમ્બલ્ડનના ઇતિહાસની પહેલી તેટલી લાંબી ચાલેલી ફાઇનલ હતી. તે મેચ નડાલ જીત્યો હતો.

પરિવાર : નડાલની પ્રતિભા તેના કાકાએ પારખી
સ્પેનના મલોરકા ટાપુના મૈનકોર શહેરમાં જન્મેલા નડાલના પરિવારમાં પિતા સેબેસ્ટિયન, મા એના અને બહેન મારિયા ઉપરાંત બે કાકા- મિગુએલ તથા ટોની નડાલ છે. તેણે ગત વર્ષે મારિયા ફ્રાન્સિસ્કા સાથે લગ્ન કર્યા. પિતા વીમા કંપની ચલાવતા હતા. મિગુએલ સ્પેનના જાણીતા ફુટબોલ પ્લેયર હતા પણ નડાલને ટેનિસમાં લાવનારા ટોની હતા. ટોની મૈનકોરમાં ટેનિસ શીખવાડે છે. તેઓ જણાવે છે કે સામાન્ય રીતે આપણે બાળકો તરફ બૉલ ફેંકીએ તો તેઓ બૉલ તેમના સુધી પહોંચવાની રાહ જુએ છે પણ નડાલ 3 વર્ષની ઉંમરે બૉલ સુધી પહોંચ્યો અને તેને હિટ કર્યો. તે પળે જ તેમણે તેનામાં છુપાયેલી પ્રતિભા પારખી લીધી હતી. નડાલ 8 વર્ષની ઉંમરે જ અન્ડર-12 રીજનલ ટેનિસ ચેમ્પિયનશિપ જીત્યો હતો.

સોશિયલ વર્ક : ભારતમાં ટેનિસ એકેડમી ચલાવે છે, તેના નામનો ઉલ્કાપિંડ પણ છે
સ્પેનની સ્પેસ એજન્સીના અનુરોધ પર વર્ષ 2003માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને એક ઉલ્કાપિંડને ‘ધ રાફેલ નડાલ એસ્ટ્રોઇડ’ નામ આપ્યું હતું. નડાલને નવરાશની પળોમાં પ્લેસ્ટેશન પર ગેમ્સ રમવાનું ગમે છે. તેની ફેવરીટ ફુટબોલ ક્લબ રિયલ મેડ્રિડ છે. કહેવાય છે કે નડાલ દરેક મેચ પહેલાં ઠંડા પાણીથી શાવર લે છે. ટ્રોફી જીત્યા બાદ તેને બાઇટ કરવાની તેની આગવી સ્ટાઇલ છે. નડાલ તેના હોમટાઉનમાં રાફા નડાલ ટેનિસ એકેડમી ચલાવે છે. 2010માં રાફેલ નડાલ ફાઉન્ડેશને આંધ્રના અનંતપુરમાં નડાલ એજ્યુકેશન એન્ડ ટેનિસ સ્કૂલ શરૂ કરી. ત્યાં જરૂરિયાતમંદ બાળકો ભણે છે, ટેનિસ શીખે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો