તુર્કીના 38 વર્ષીય સ્ટાર બોક્સર મૂસા યમકનું લાઈવ મેચમાં હાર્ટ એટેક આવતા નિધન થયું છે. શનિવારે ન્યૂયોર્કમાં હમજા વન્ડેરા વિરૂદ્ધની મેચ દરમિયાન ત્રીજા રાઉન્ડમાં તે અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારપછી ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. તુર્કીના અધિકારી હસન તુરાને આ અંગે ટ્વીટ કરી લખ્યું છે કે આપણે મૂસા યમકને ગુમાવી બેઠા છીએ, જે અલુક્રાનો એક સ્ટાર બોક્સર હતો.
ત્રીજા રાઉન્ડની શરૂઆત પહેલા બેભાન
મૂસાએ નાની વયે યૂરોપીયન અને એશિયન ચેમ્પિયનશિપ પોતાને નામ કરી હતી. મૂસા યમક અને હમજા વાંડેરાની લાઈવ મેચ ચાલી રહી હતી આ દરમિયાન ત્રીજા રાઉન્ડ શરૂ થાય એની પહેલા તે રિંગમાં બેભાન થઈને પડી ગયો હતો.
મૂસાને બીજા રાઉન્ડમાં જોરદાર હિટ વાગી
બીજા રાઉન્ડમાં વાંડેરાએ મૂસાને એક જોરદાર હિટ મારી હતી ત્યારપછી તે બે ઘડી ચક્કર ખાઈ ગયો હતો. આ દરમિયાન મૂસા સૂન્ન થઈ ગયો હતો. ત્યારપછી ત્રીજા રાઉન્ડ પહેલા તે અચાનક ઢળી પડતા હોસ્પિટલ લઈ જવાયો હતો. અહીં સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.
નોકઆઉટમાં 8-0નો રેકોર્ડ
મૂસા અત્યારસુધી એકપણ નોકઆઉટ મેચ હાર્યો નહોતો. તેનો રેકોર્ડ પણ 8-0નો રહ્યો છે. 2017માં મૂસા એક પ્રોફેશનલ બોક્સર બન્યો હતો, પરંતુ તે 2021થી પ્રખ્યાત થયો અને ઈન્ટરનેશનલ ચેમ્પિયન બન્યો હતો.
રશિયન બોક્સર પણ જીવનની લડાઈ હારી ગયો હતો
ગત વર્ષે 26 ડિસેમ્બરના દિવસે અરેસ્ટ સહકયાનને માથામાં ઈજા થતાં તે ઈગોર સેમરિન સામેની રિંગમાં બહાર ફેંકાઈ ગયો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તે કોમામાં જતો રહ્યો હતો. વળી આ ઘટનાના 10 દિવસ બાદ તેનું દુઃખદ અવસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.