• Gujarati News
  • Sports
  • Mumbai's Sarfaraz Arman's Journey From School To Ranji Final, If One Scores 200 Runs, The Other Wants 300

ખાસ વાચતીત:મુંબઈના સરફરાઝ-અરમાનની યાત્રા શાળાથી લઈ રણજી ફાઈનલ સુધી, એક 200 રન કરે તો બીજો 300 કરવા માગે

બેંગલુરુ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ 2008માં કરિયરનો પ્રારંભ કર્યો, સરફરાઝ વર્તમાન સિઝનનો ટોપ સ્કોરર છે

ક્રિકેટ જગતમાં ભાઈઓની જોડીઓને સાથે રમતા ઘણીવાર જોઈ હશે, મુંબઈના સરફરાઝ ખાન અને અરમાન જાફર જેવી જોડી ભાગ્યે જ સાથે રમતા જોઈ હશે. બંને ખેલાડીઓ શાળા સ્તરથી સાથે રમવાનું શરૂ કર્યું અને રણજી ફાઈનલ સુધી પહોંચ્યા. રણજીની વર્તમાન સિઝનના ટોપ સ્કોરરમાં બંને ખેલાડીઓના નામ છે.

સરફરાઝે 803 રન કર્યા છે, તે ટીમ અને લીગનો ટોપ સ્કોરર છે. અરમાને 339 રન કર્યા છે. બંનેએ 2008માં ક્રિકેટ કરિયરનો પ્રારંભ કર્યો હતો. બંને વચ્ચે એવી હરિફાઈ કે જો ટૂર્નામેન્ટ બંનેમાંથી એક 200 રન કરે તો બીજાને 300 રન કરવાની ઈચ્છા અને તેનું પૂર્ણ કરવાનું દબાણ રહેતું. બંને ખેલાડીઓના પિતા જ તેમના કોચ રહ્યા છે. એવામાં આ દબાણમાં ઘણો વધારો થતો.

અરમાન 2010માં અંડર-14 જાઈલ્સ શીલ્ડ ટ્રોફીમાં 498 રન કરી ચર્ચામાં આવ્યો હતો. તેનાથી એક વર્ષ અગાઉ સરફરાઝે હેરિસ શીલ્ડ કપમાં 421 બોલમાં 439 રન કરી સચિન તેંડુલકરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

સરફરાઝે કહ્યું કે,‘2008માં પ્રથમવાર અરમાન સાથે મુલાકાત થઈ. હું પહેલાથી જ રિઝવી સ્કૂલમાં ભણતો અને તે એક વર્ષ પછી જોડાયો હતો. અમે ત્યાં બંને સાથે રમવા લાગ્યા. તે વિકેટકીપિંગ પેડ પહેરી રમતો કારણ કે બેટિંગ પેડ મોટા રહેતા. તે મેચ ચાલુ હોય ત્યારે પણ નોકિંગ કરતો રહેતો અને તેવામાં જ તેની સાથે મુલાકાત થઈ હતી.’

અરમાને કહ્યું કે,‘મારો પરિવાર હરિફાઈ માટે દબાણ કરતું નહોતું. સરફરાઝ પહેલા પણ ઝડપી રમતો અને આજે પણ એવું જ રમે છે. તે સુપરફાસ્ટ ટ્રેન છે. અમે ગાઢ મિત્રો છીએ અને એકબીજાને સારી રીતે સમજીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...