સુરેશ રૈનાની લગ્નની સ્ટોરી:Mr. IPLના મેરેજ કેવી રીતે થયા, અને કોની જોડે થયા તે જાણો!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમના સ્ટાર પ્લેયર અને CSKના લેજેન્ડરી બેટ્સમેન સુરેશ રૈનાએ મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. આમ તો તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી 15 ઑગસ્ટ, 2020એ જ નિવૃતિ લીધી હતી. જોકે તે CSK અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો હતો. ત્યારે તેણે આજે તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધુ હતુ. સુરેશ રૈના એક ફેમિલી મેન તરીકે પણ જાણીતો છે. તે પોતાના પરિવાર સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતો રહેતો હોય છે. જોકે તમને એ વાતનો ખ્યાલ નહિ હોય કે Mr. IPLએ તેના ટીચરની દીકરી જોડે જ લગ્ન કર્યા છે!

સુરેશ રૈનાએ પ્રિયંકા ચૌધરી રૈના જોડે લગ્ન કર્યા છે. પ્રિયંકા ચૌધરી રૈના સુરેશ રૈનાના સ્પોર્ટ્સ ટીચર છે. તેના પિતા રૈનાની સ્કુલમાં સ્પોર્ટ્સ ટીચર હતા. તેના માતા અને સુરેશના માતા વચ્ચે સારો સંબંધ હતો. પ્રિયંકા અને સુરેશ પણ એકબીજાને બાળપણથી ઓળખતા હતા. આ પછી રૈના ક્રિકેટમાં વ્યસ્ત થઈ ગયો હતો અને પ્રિયંકા નેધરલેન્ડમાં બેંકમાં નોકરી કરતી હતી.

સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી રૈના બાળપણના મિત્રો છે.
સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી રૈના બાળપણના મિત્રો છે.

આવી છે લવ સ્ટોરી
સુરેશ રૈના અને પ્રિયંકા રૈના બન્ને એકબીજાને બાળપણથી જાણતા હતા. બન્ને મિત્ર હતા. પ્રિયંકાના પિતા સુરેશના સ્પોર્ટ્સ ટીચર હતા. અને તેના માતા અને પ્રિયંકાની માતા વચ્ચે ફ્રેન્ડ જેવો સંબંધ હતો. જેના કારણે આ લોકોમાં પણ સારી મિત્રતા હતી. જોકે સુરેશ રૈના અને પ્રિયંકા રૈના બાળપણ સાથે વિતાવ્યા બાદ છુટ્ટા પડી ગયા હતા. કારણ કે સુરેશ રૈના ક્રિકેટમાં આગળ વધતો હતો તે પોતાના કરિયરમાં વ્યસ્ત હતો. તો સામે પ્રિયંકા પણ સારુ ભણીને નેધરલેન્ડ શિફ્ટ થઈને ત્યાંની બેંકમાં નોકરી કરતી હતી. આ પછી સુરેશ રૈના 2015માં ઓસ્ટ્રેલિયા હતો, ત્યારે તેને તેમના માતાનો ફોન આવ્યો હતો કે તેના લગ્ન નક્કી થઈ ગયા છે. ત્યારે સુરેશ રૈનાએ તેમની માતાને પૂછ્યુ હતુ કે 'કોણ છે તે છોકરી?' તો રૈનાની માતાએ કહ્યુ હતુ કે તે છોકરી તેની બાળપણની મિત્ર છે.

આ પછી સુરેશ રૈનાને પ્રિયંકાનો ફોન આવ્યો હતો, ત્યારે તેને ખબર પડી હતી કે જેની જોડે તેના લગ્ન થવાના છે, તે પ્રિયંકા છે, જેની સાથે તેણે બાળપણ વિતાવ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં સુરેશ રૈનાએ જણાવ્યુ હતુ કે તેમના લગ્ન એક એરેન્જ મેરેજ જેવા જ છે. કારણ કે તેમના લગ્ન બન્નેના પેરેન્ટ્સએ નક્કી કર્યા છે. કારણ કે બન્નેના માતા-પિતા વર્ષોથી એકબીજાના પરિવારને જાણે છે.

સુરેશ રૈનાએ 2015માં પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા.
સુરેશ રૈનાએ 2015માં પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં 2015નો વર્લ્ડ કપ રમીને ભારત પરત આવ્યા પછી સુરેશ રૈનાએ પ્રિયંકા ચૌધરી સાથે 3 એપ્રિલે લગ્ન કર્યા હતા.

રૈના પરિવાર
સુરેશ રૈના અને પ્રિયંકા રૈનાને હાલ બે સંતાન છે. જેમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરીનું નામ ગ્રાસિયા રૈના છે, અને દીકરાનું નામ રીઓ રૈના છે. આ ઉપરાંત તેમના પરિવારમાં સુરેશના ભાઈઓ અને માતા પણ તેમની સાથે રહે છે. સુરેશ રૈનાના પિતાનું આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયુ હતુ.

રૈના ફેમિલીને હાલ સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.
રૈના ફેમિલીને હાલ સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.

સુરેશ રૈનાની કારકિર્દી
સુરેશ રૈનાની કારકિર્દી શાનદાર રહી છે. તેણે ભારત માટે મિડલ ઓર્ડરમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. વન-ડેમાં તેણે 226 મેચમાં 5616 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 સેન્ચુરી અને 36 હાફ સેન્ચુરી ફટકારી છે. તેની સ્ટ્રાઈક રેટ 93.5ની રહી છે. તો T20 ઈન્ટરનેશનલમાં તેણે 78 મેચમાં 1605 રન બનાવ્યા છે. જેમાં તેણે 1 સદી અને 5 અર્ધસદી મારી છે. ત્યારે તેની સ્ટ્રાઈક રેટ 134.9ની રહી છે. આ ઉપરાંત તે ટેસ્ટમાં પણ રમેલો છે. રૈનાએ ટેસ્ટમાં 18 મેચમાં 26.5ની એવરેજથી 768 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 7 અર્ધસદી સામેલ છે.

સુરેશ રૈના T20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બન્યો હતો.
સુરેશ રૈના T20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બન્યો હતો.

સુરેશ રૈનાનો IPL રેકોર્ડ
Mr. IPL તરીકે જાણીતા સુરેશ રૈનાનો IPL રેકોર્ડ શાનદાર છે. તેણે 205 મેચમાં 136.7ની સ્ટ્રાઈક રેટથી અને 32.5ની એવરેજથી 5528 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 39 અર્ધસદી સામેલ છે. તે IPLમાં 5000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. તે IPLમાં CSK અને GL (2016 અને 2017) તરફથી રમતો હતો. તે 4 વખતનો IPL ચેમ્પિયન ટીમ (CSK)નો હિસ્સો પણ હતો. તો તે T20 લીગમાં CSKની ટીમનો ભાગ હતો. જેમાં CSK 2 વાર ચેમ્પિયન બન્યુ છે. આ ઉપરાંત તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો હતો.

સુરેશ રૈનાને Mr. IPL પણ કહેવામાં આવે છે. તેણે દરેક સિઝનમાં પરફોર્મંસ આપ્યુ છે. આ ઉપરાંત તે IPLમાં 5000 રન પૂરા કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો.
સુરેશ રૈનાને Mr. IPL પણ કહેવામાં આવે છે. તેણે દરેક સિઝનમાં પરફોર્મંસ આપ્યુ છે. આ ઉપરાંત તે IPLમાં 5000 રન પૂરા કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો.