અમદાવાદમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની નેશનલ વુમન્સ ફૂટબોલ ટીમનો કોચિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ અને સાંસદ પરિમલ નથવાણીએ નેશનલ વુમન્સ ફૂટબોલ ટીમની યજમાની કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં પરિમલ નથવાણીએ 33 ખેલાડીઓ, કોચ અને મેનેજરની સાથે સંવાદ કર્યો હતો. આ કેમ્પનું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટીએ આયોજન કર્યું હતું.
ટીમ બે ફ્રેન્ડલી મેચ રમવા જશે
વુમન્સ ટીમ અમદાવાદથી માર્ચના અંતમાં બે ફ્રેન્ડલી મેચ રમવા જશે. જેમાં પહેલી મેચ જોર્ડન, જ્યારે બીજી મેચ રમવા ઉઝબેકિસ્તાન જશે. આ પછી ટીમ એપ્રિલમાં કિર્ગીસ્તાનમાં ઓલિમ્પિક ક્વોલિફાયરની બે મેચ રમશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.