ટેબલ ટેનિસ:નેશનલ રમવા જવાનું હોય ત્યારે માતા ઉછીના પૈસા લઈ મોકલતી: પ્રાર્થના

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરની પ્રાર્થના અશ્વિનભાઇ પરમાર ટેબલ ટેનિસની રમતમાં રાજ્યમાં બીજા ક્રમે પહોંચી છે. પ્રાર્થના પરમાર રાજકોટમાં યોજાયેલી બીજી સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટના સિનિયર વિભાગની સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પ્રાર્થનાએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, તે એક ભાઇમાં મોટી છે. અગાઉ માતા, મામા સહિતનાઓને ટેબલ ટેનિસ રમતા જોયા હોય ચોથા ધોરણમાં હતી ત્યારથી જ ટેબલ ટેનિસ રમતી થઈ હતી.

પ્રાર્થના પરમાર ભાવનગરના જ નેશનલ પ્લેયર દિવ્યા ગોહિલ પાસે તાલિમ મેળવી સ્કૂલ સમયમાં 4 નેશનલ તેમજ 6 અન્ડર-19 નેશનલ રમી ચૂકી છે. માતા મનિષાબેન બ્યુટિપાર્લર ચલાવે છે. આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતા મમ્મી મનિષાબેને પ્રાર્થનાને રમત કે અભ્યાસ મામલે કોઈ સમસ્યા થવા દીધી નથી. પ્રાર્થનાએ જણાવ્યું કે,‘જયારે મારે સ્ટેટ કે નેશનલ લેવલે રમવા જવાનું હોય ત્યારે માતા મનિષાબેન તેમના કલાઇન્ટ પાસેથી ઉછીના રૂપિયા લઇ રમવા મોકલતી હતા. આજે હું સ્ટેટ સિનિયર વૂમનમાં સેકન્ડ સીડેડ પ્લેયર છું. જે દર્શાવે છે કે માતાની મહેનત રંગ લાવી છે.’

અન્ય સમાચારો પણ છે...