FIFA વર્લ્ડ કપની બિડમાં હવે એક વધુ નવો દેશ સામેલ થઈ ગયો છે. 2030 FIFA વર્લ્ડ કપ માટે બિડ થઈ રહી છે. જેમાં હવે સ્પેન અને પોર્ટુગલની સાથે મળીને મોરક્કો પણ યજમાની કરી શકે છે.
આની પહેલા યુક્રેન, સ્પેન અને પોર્ટુગલની સાથે મળીને બિડ કરવાનું હતું. પરંતુ રશિયાની સાથે યુદ્ધના કારણે યુક્રેને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુક્રેનના ફૂટબોલ એસોસિયેશનમાં યુદ્ધને લઈને ચિંતા છે.
વર્લ્ડ કપની યજમાની યુરોપ અને આફ્રિકાની સાથે લાવીશું- મોહમ્મદ VI
આફ્રિકી દેશ મોરક્કોના રાજા મોહમ્મદ VIએ કહ્યું હતું કે 'મોરક્કોએ નિર્ણય લીધો છે કે તે સ્પેન અને પોર્ટુગલની સાથે મળીને 2030 વર્લ્ડ કપની યજમાની કરવા માટે બિડ કરશે. આ પાર્ટનરશિપ યુરોપ અને આફ્રિકાને સાથે લાવશે. અમે પોતાનું બેસ્ટ આપીશું.'
રવાંડામાં ફૂટબોલ એસોસિયેશનની વચ્ચે થશે મિટિંગ
સ્પેનિશ ફૂટબોલ એસોસિયેશનને બોલીમાં મોરક્કોના સામેલ થયાની સ્પષ્ટતા કરી નથી. જોકે ત્રણેય દેશોના એસોસિયેશન કોઈપણ સંભવિત બદલાવની ઘોષણા કરવાની પહેલા બુધવારે રવાંડામાં મળશે.
લેટિન અમેરિકી દેશોએ પણ કરી છે બિડ
આર્જેન્ટિના, ચીલી, પેરાગ્વે અને ઉરુગ્વેએ ઑફિશિયલી રીતે 2030 FIFA વર્લ્ડ કપની યજમાની માટે પોતાની જોઇન્ટ બિડ લગાવી છે. 1930માં ઉરુગ્વેમાં પહેલીવાર વર્લ્ડ કપ રમાયો હતો. સાઉથ અમેરિકાનું ફૂટબોલ એસોસિયેશન ઇચ્છે છે કે 2030માં વર્લ્ડ કપના 100 વર્ષ પૂરા થવા પર વર્લ્ડ કપ ફરી લેટિન અમેરિકામાં જ રમાઈ.
2026માં અમેરિકા, કેનેડા અને મેક્સિકો મળીને હોસ્ટ કરશે વર્લ્ડ કપ
2023માં અમેરિકા, કેનેડા અને મેક્સિકો સાથે હોસ્ટ કરશે. 2023માં પહેલીવાર ફિફા વર્લ્ડ કપમાં 48 ટીમ સામેલ થશે. પહેલા ફિફા દરેક ગ્રુપમાં 3 ટીમ રાખવાનો વિચાર કરી રહી હતી. પરંતુ, હવે 4 ટીમનું એક ગ્રુપ બનાવશે. આખી ટૂર્નામેન્ટમાં 12 ગ્રુપ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.