• Gujarati News
  • Sports
  • Mohammed Ali's Granddaughter Walsh Debuted In Professional Boxing; He Landed Wearing 'Nana' Shorts And Knocked Out Opponents

ભાસ્કર વિશેષ:મોહમ્મદ અલીના દોહિત્ર વોલ્શે પ્રોફેશનલ બોક્સિંગમાં ડેબ્યૂ કર્યું; ‘નાના’ના શોર્ટ્સ પહેરીને ઉતર્યો અને વિરોધીઓને નોકઆઉટ કર્યા

વોશિંગ્ટન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 વર્ષના અલી વોલ્શે કહ્યું, હું પરિવારના વારસાને આગળ વધારવા આવ્યો છું

નિકો અલી વોલ્શને બોક્સિંગ કેટલી પ્રસિદ્ધિ અપાવશે એ સ્પષ્ટ નથી, પરંતુ પરિવારના નામને કારણે તેને ડેબ્યુએ સૌનું ધ્યન આકર્ષિત કર્યું છે. 21 વર્ષનો અલી વોલ્શ ત્રણ વખતના હેવીવેઈટ વર્લ્ડ ચેમ્પિયન અને દુનિયાના સર્વશ્રેષ્ઠ બોક્સરમાંથીએક મોહમ્મદ અલીનો દોહિત્ર છે.

તે અલીની પુત્રી રશીદાનો પુત્ર છે. વોલ્શે કહ્યું કે, એક પણ સગાએ બોક્સિંગમાં કારકિર્દી બનાવવા તેના પર દબાણ બનાવ્યું નથી. જોકે, તેના પરિવારના બંને પક્ષનો રમત સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેની માસી લૈલા અલી 1998થી 2007 સુધી પ્રોફેશનલ બોક્સર હતી અને કારકિર્દીની તમામ 24 ફાઈટ જીતી હતી. તેના કાકા માઈક જોયસે શિકાગોમાં સેલ્ટિક બોક્સિંગ ક્લબ ચલાવે છે.

લાસ વેગાસમાં ઉછરેલા અલી વોલ્શ કહે છે કે, મને આ રમત ગમે છે અને પરિવારનો વારસો આગળ લઈ જવા આવ્યો છું. અલી વોલ્શે ઓક્લાહોમામાં પ્રો-બોક્સિંગમાં ડેબ્યુ કર્યું અને પ્રથમ ફાઈટમાં જ જોર્ડનના વીક્સને ટેક્નિકલ નોકઆઉટ કર્યો હતો. મિડલવેઈટ બોક્સ અલી વોલ્શે 1960માં તેના નાના મોહમ્મદ અલીએ પહેરેલી શોર્ટ્સ પહેરી હતી.

વોલ્શે કહ્યું કે, હું મારા નાનાજીના પડછાયામાંથી ક્યારેય બહાર આવી શકું નહીં, પછી ગમે તે રમત રમું, હવે હું તેમનો વારસો આગળ વધારવાનો પ્રયાસ કરીશ. વોલ્શની આ ફાઈટના પ્રમોટર બોબ અરૂમ હતા, જેમણે 1966માં મોહમ્મદ અલીને એક ઈવેન્ટમાં પ્રમોટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...