• Gujarati News
  • Sports
  • Mithali Started Playing 4 Years Before Richa Was Born, Now There Is A Century Partnership Between The Two.

બીજી વન-ડે:ઋચાના જન્મના 4 વર્ષ અગાઉ મિતાલીએ રમવાનું શરૂ કર્યું હતું, હવે બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ

ક્વિન્સટાઉન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઋચાના જન્મના 4 વર્ષ અગાઉ મિતાલીએ રમવાનું શરૂ કર્યું હતું, હવે બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ
  • 18 વર્ષ 140 દિવસની ઋચા અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય કીપર છે.
  • 61મી અડધી સદી છે મિતાલીની વન-ડેમાં. ગત 10 ઈનિંગ્સમાં સાતમી.

ભારતીય મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજે ફરી એકવાર રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું. 66 રનની અણનમ ઈનિંગ્સ રમનાર મિતાલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 7 વખત 50+ રન કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન (પુરુષ-મહિલા બંનેમાં) બની હતી. તેણે અઝહરુદ્દીન અને ધોનીનો કિવી ટીમ વિરુદ્ધ 6-6 વખત 50+ રનના રેકોર્ડનો તોડ્યો.

આ મિતાલીની વન-ડેમાં 61મી અડધી સદી છે, જ્યારે ગત 10 ઈનિંગ્સમાં સાતમી. મિતાલીએ વન-ડેમાં 33મી વખત અણનમ 50+ રનનો સ્કોર કર્યો. તે સૌથી વધુ વખત અણનમ 50+ રનનો સ્કોર કરનાર મહિલા ખેલાડી છે. બીજી વન-ડેમાં 39 વર્ષીય મિતાલી અને 18 વર્ષીય ઋચા ઘોષ (65) વચ્ચે પાંચમી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પ્રથમ સદીની ભાગીદારી છે, જેમાં એક ખેલાડીએ બીજા ખેલાડીના જન્મ અગાઉ ડેબ્યૂ કર્યું હોય.

ઋચાનો જન્મ 2003માં થયો હતો અને તેના 4 વર્ષ અગાઉ 1999માં મિતાલીએ વન-ડે ડેબ્યૂ કર્યું હતું. ભારતે 270/6નો સ્કોર કર્યો હતો. આ ભારતનો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડેમાં સૌથી મોટો સ્કોર છે. રન ચેઝ કરતા ન્યૂઝીલેન્ડે એમિલિયા કેર (119*)ની સદીની મદદથી 49 ઓવરમાં 7 વિકેટે જીત હાંસલ કરી હતી. યજમાન ન્યૂઝીલેન્ડ 5 વન-ડેની સીરિઝમાં 2-0થી આગળ છે.

અન્ય સમાચારો પણ છે...