• Gujarati News
  • Sports
  • Misuse Of Government Money In Football Federation, CAGA Prolongs Investigation For Another 6 Days

AIFFની મુશ્કેલીમાં વધારો:ફૂટબોલ ફેડરેશનમાં સરકારી પૈસાનો દુરુપયોગ, સીએજીએ તપાસ વધુ 6 દિવસ લંબાવી

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: જસવિંદર સિદ્ધુ
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સીએજીના તપાસકર્તાઓની ચાર સભ્યોની ટીમે ફેડરેશનના ખાતાઓમાં સરકારી નાણાની અનિયમિતતાની તપાસનું કામ 6 દિવસ લંબાવી દીધું છે. સરકારી પૈસાના દુરુપયોગની ફરિયાદો પછી રમત-ગમત મંત્રાલયે ફેડરેશનના ખાતાંની તપાસ માટે કેગને જણાવ્યું હતું. મંત્રાલયે કેગને લેખિતમાં કહ્યું હતું કે, ફેડરેશનના 2017-2018થી માંડીને 2020-21 સુધીના ખાતાંની તપાસ 17 મેથી માંડીને 30 મે સુધીમાં પૂરી કરે, પરંતુ હવે આ તપાસ 5 જૂન સુધી લંબાવાઈ છે. તપાસ અધિકારીઓને અનેક સવાલોના જવાબ મળતા નથી. ફેડરેશનના સૂત્રોના અનુસાર, કેગના તપાસ અધિકારીઓ વિવિધ ટેન્ડરોની ફાળવણીની માહિતી એ દરેક ખર્ચનો હિસાબ માગી રહ્યા છે, જે તેમની શંકાના દાયરામાં છે. સૂત્રો મૂજબ છેલ્લા દસ વર્ષના ખાતાંની પણ તપાસ થઈ શકે છે.

પ્રફુલ્લ પટેલને ગયા મહિને જ અધ્યક્ષ પદેથી હટાવાયા છે
સુપ્રીમકોર્ટે 2009થી ફેડરેશનના અધ્યક્ષ રહેલા પ્રફુલ્લ પટેલને ગયા મહિને જ પદ પરથી હટાવ્યા હતા અને ફેડરેશનને ચલાવવા માટે વહીવટદારોની સમિતિની નિમણૂક કરી હતી. પટેલનો કાર્યકાળ ગયા વર્ષે સમાપ્ત થયો હતો, તેમ છતાં તેઓ દિલ્હી ફૂટબોલ સંઘના કોર્ટમાં પડતર કેસોને જોતાં પદ પર ટકી રહ્યા હતા. આ તપાસ પછી તેમની મુશ્કેલીઓ વધવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...