તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • MESSI'S INDIAN CONNECTION | BD Packets With Photo Of Star Footballer Lionel Messi Sold Out, Fans Urge England Football Team To Drink 'Messi BD'

આવું તો ખાલી ઈન્ડિયામાં જ થાય!:સ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સીના ફોટોવાળા બીડીના પેકેટ વેચાયા, ફેન્સે ઇંગ્લેન્ડની ફુટબોલ ટીમને 'મેસ્સી બીડી' પીવા ટકોર કરી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં લોકોએ મજાકમાં કહ્યું કે મેસ્સી તો ઈન્ડિયામાં પણ છવાઈ ગયો, પહેલી એણે એન્ડોર્સ કરેલી પ્રોડક્ટ જોવા મળી

લિયોનલ મેસ્સીનું ઈન્ડિયન કનેક્શન અત્યારે ભારે ચર્ચામાં છે. તાજેતરમાં કોપા અમેરિકા કપ જીત્યા પછી મેસ્સી અત્યારે ઈન્ડિયન બ્રાન્ડની એક બીડીના પેકેટ પર છવાયેલો છે. વાત એમા એવી છે કે ટ્વિટર પર અત્યારે મેસ્સીના કેટલાક ફેન્સ બીડીના પેકેટ પર તેના અનઓફિશિયલ ફોટાની બ્રાન્ડિગને લઇને ટ્રોલ કરી રહ્યા છે. આમા બીડીના પેકેટ પર મેસ્સી બીડી એમ લખીને વેચવામાં આવી હતી. આ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મેસ્સી બીડી ક્યાં મળે છે?
મીડિયા અહેવાલો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ બીડીના બન્ડલ પર મેસ્સીનો સ્માલિંગ ફોટો છપાયો છે. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 'મેસ્સી બીડી'.જેનું ઉત્પાદન વેસ્ટ બંગાળમાં થઈ રહ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મેસ્સી એન્ડ કંપનીએ કોપા અમેરિકા ટાઇટલ જીત્યું
લિયોનલ મેસ્સી એન્ડ કંપનીએ કોપા અમેરિકા ટાઇટલ જીતીને આર્જેન્ટીનાનું સપનું પુરુ કર્યું છે. આર્જેન્ટીના 28 વર્ષ પછી ચેમ્પિયન બની હતી અને લિયોનલ મેસ્સીની પણ આ પહેલી ઈન્ટરનેશનલ ટ્રોફી પણ છે. તેવામાં મેસ્સી પોતાની ઐતિહાસિક મેચ વિનિંગ ફાઇનલ કરતા કોઇક બીજા જ કારણોસર સોશિયલ મીડિયામાં ચર્ચિત થયો છે. 'મેસ્સીની બીડી'ના ફોટો વાઇરલ થતા સોશિયલ મીડિયા યૂઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણો આવીજ કેટલીક રસપ્રદ પ્રતિક્રિયાઓને.....

એક યૂઝરે કહ્યું હતું કે ઈન્ડિયામાં મેસ્સીએ પહેલી પ્રોડક્ટ એન્ડોર્સ કરી છે. તો બીજા યૂઝર્સે કહ્યું હતું કે આ બીડી પીવો અને એકપણ પેનલ્ટી મિસ ના કરો. આ બીડીની બ્રાન્ડ ઈંગ્લેન્ડને આપવા જેવી છે. (યૂરો કપમાં ઈટાલી સામે ઇંગ્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ફાઇનલ મેચ ગુમાવી હતી.)

મેસ્સીનું સપનું પૂરુ:1993 પછી આર્જેન્ટીનાએ કોપા અમેરિકા ટૂર્નામેન્ટ જીતી
ટીમ લગભગ 28 વર્ષ પછી ચેમ્પિયન બની છે. આર્જેન્ટીનાએ છેલ્લી ટૂર્નામેન્ટ 1993માં જીતી હતી. સ્ટાર સ્ટ્રાઇકર મેસ્સીની કેપ્ટનશિપમાં આર્જેન્ટીના પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. આ મેસ્સીની પહેલી ઈન્ટરનેશનલ ટ્રોફી છે. એન્જલ ડિ મારિયાએ 22મી મિનિટમાં મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.

1993 પછી આર્જેન્ટીનાની ટીમ 4 વાર કોપા અમેરિકાની ફાઇનલ અને 1 વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. મેસ્સીનો આ પહેલો મેજર ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ/કોપા અમેરિકા) કપ પણ છે. બ્રાઝીલ 9 વાર કોપા અમેરિકા કપ જીતી ચૂકી છે. આ ટીમે ગત 2019માં કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં વિશ્વના 2 બેસ્ટ ફોરવર્ડ નેમાર અને મેસ્સી સામ-સામે હતા.

મેસ્સીએ 16 વર્ષના કરિયરમાં પહેલી ટ્રોફી જીતી
34 વર્ષીય મેસ્સીએ તેના અત્યારસુધીના કરિયરમાં 10 લા લીગા, 4 UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતી ચૂક્યો છે. આની સાથે તે 6 વાર તે બેલોન ડિ'ઓરનો વિજેતા પણ છે. હવે તેને નામ કોપા અમેરિકાના રૂકમાં ઇન્ટરનેશનલ ટ્રોફી પણ છે. 2005માં આર્જેન્ટીના ટીમ તરફથી ડેબ્યૂ કર્યા પછી અત્યારસુધી 4 વર્લ્ડ કપ અને 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે. 2015 અને 2016 કોપા અમેરિકામાં આર્જેન્ટીનાની ટીમ તેમની કેપ્ટનશિપમાં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ બંને મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોપા અમેરિકામાં સૌથી વધુ મેચ રમનાર પ્લેયર મેસ્સી
​​​​​​​
મેસ્સી સૌથી વધુ 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમનાર ખેલાડી પણ છે. તેણે અત્યારસુધી કોપા અમેરિકામાં 34 મેચ રમી છે. તેમણે ચિલીના સર્જિયો લિવિંગસ્ટોનની આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 34 મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી છે. આ ટૂર્નામેન્ટમાં મેસ્સીએ 13 ગોલ કર્યા છે. આ કેસમાં તે ચોથા ક્રમાંક પર છે. મેસ્સીનાં નામે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ આસિસ્ટ કરવાનો રેકોર્ડ પણ છે.

તેમણે 2007થી અત્યારસુધી કુલ 17 ગોલ આસિસ્ટ કર્યા છે. આ વર્ષે અત્યારસુધી તેણે ટૂર્નામેન્ટમાં 5 આસિસ્ટ કર્યા છે. મેસ્સીએ કોપા અમેરિકામાં ફ્રી-કિક પર સૌથી વધુ 4 ગોલ કર્યા છે. આની સાથે જ સૌથી વધુ 14 વાર મેન ઓફ ધ મેચનું ટાઇટલ પણ જીત્યું છે.

અન્ય સમાચારો પણ છે...