• Gujarati News
  • Sports
  • Messi's 2 Goals Helped PSG To A Grand Victory, Beating Leipzig 3 2 Despite Falling Behind In The Match.

ચેમ્પિયન્સ લીગ:મેસ્સીના 2 ગોલની સહાયથી PSGની ભવ્ય જીત, મેચમાં પાછળ હોવા છતા લીપઝિગને 3-2થી હરાવ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

PSGના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીએ ચેમ્પિયન્સ લીગમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેણે આરબી લીપઝિગ સામેની મેચમાં પોતાની ટીમ માટે બે શાનદાર ગોલ કર્યા અને મેચ 3-2થી જીતી લીધી હતી. એમ્બાપે આ મેચમાં PSG માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ બે ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે PSGએ જર્મન ક્લબને સરળતાથી હરાવી દીધી હતી.

મેસ્સીનો બાર્સેલોના છોડ્યા બાદ PSG માટે આ ત્રીજો ગોલ હતો. આ મેચમાં એમ્બાપે તેને ઘણી મદદ કરી અને પેનલ્ટી મળ્યા બાદ સીધા મેસ્સી તરફ ઈશારો કર્યો કે તમે આ પેનલ્ટી લઈ શકો છો. આ માટે તેમણે કહ્યું કે તે સન્માનની વાત છે. તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે. મેં પહેલા પણ કહ્યું છે કે તેની સાથે રમવું ગર્વની વાત છે.

એમ્બાપે એ જ મેચમાં પેનલ્ટી પણ લીધી હતી, પરંતુ તેણે તેનો શોટ ગોલ પોસ્ટ પર ફટકાર્યો હતો. જોકે, PSG તેની ભૂલનો ભોગ બન્યો નહીં અને તેની ટીમે એક ગોલના અંતરથી મેચ જીતી લીધી હતી.

PSG ગ્રુપ A માં ટોચ પર છે
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો PSGની ટીમ ગ્રુપ Aમાં સાત પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તેના પછી માન્ચેસ્ટર સિટી 6 પોઇન્ટ સાથે છે, જ્યારે લીપઝિગ પાસે કોઈ પોઈન્ટ નથી અને ગ્રુપ Aમાં છેલ્લે છે. લીપઝિગ માટે પુનરાગમનનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે અને આવનારા સમયમાં કોઈપણ મેચ જીતવી તેમના માટે સરળ રહેશે નહીં. બીજી બાજુ, સ્ટાર ખેલાડીઓથી ભરેલી PSG માટે પ્રારંભિક યાત્રા બહુ મુશ્કેલ નહીં હોય.

એમ્બાપેએ ગોલની શરૂઆત કરી
એમ્બાપે 9મી મિનિટમાં લીપઝિગ સામેની મેચમાં પ્રથમ ગોલ કર્યો હતો. PSGને તેના ગોલ સાથે લીડ મળી, પરંતુ ત્યારપછી લીપઝિગના ખેલાડીઓએ શાનદાર રમત બતાવી અને PSGને ઘણી ભૂલો કરવા મજબૂર કરી હતી. લીપઝિગે 28મી અને 57મી મિનિટમાં ગોલ કરીને 2-1ની લીડ મેળવી લીધી હતી.

આ મેચમાં PSG નેમાર અને ઇકાર્ડીને મિસ કરી રહી હતી. આ પછી મેસ્સીએ પોતાનો જાદૂ બતાવ્યો, તેણે બીજા હાફમાં પોતાનો પહેલો ગોલ કર્યો અને પછી પેનલ્ટી મળ્યા બાદ તેને ગોલમાં ફેરવી દીધો. ગ્રુપ Aની બીજી મેચમાં સિટીએ બર્ગને 5-1થી હરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...