પ્લેયર ઓફ ધ મેચ લિયોનેલ મેસ્સીએ પોતાની કરિશ્માઈ રમતના કારણે આર્જેન્ટિનાને વધુ એક ટાઈટલ જિતાડી દીધું છે. આ ટાઇટલ ફાઇનલિઝ્મા-2022નું છે. ફૂટબોલના ઈતિહાસમાં માત્ર આ ત્રીજીવાર છે જ્યારે ફાઈનલીઝ્માં મેચ રમાઈ છે. અગાઉ 1993માં રમાયેલી આ મેચ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીતી હતી. ત્યારે મેસ્સીને ફૂટબોલ કેવી રીતે રમવું તે પણ ખબર નહોતી. તે માત્ર પાંચ વર્ષનો હતો. મેસ્સી છ વર્ષની ઉંમરે પહેલી ફૂટબોલ ક્લબમાં જોડાયો હતો.
મેસ્સીના પ્રશંસનીય પ્રદર્શનને કારણે આર્જેન્ટિનાએ ઇટાલી સામે એકતરફી જીત નોંધાવી હતી. ફોરવર્ડ મેસ્સીએ ભલે આ મેચમાં કોઈ ગોલ કર્યો નહોય, પરંતુ બુદ્ધિમત્તા અને પ્રદર્શનથી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી. મેસ્સીએ આખો સમય ઈટાલીના ડિફેન્ડર્સને વ્યસ્ત રાખ્યા હતા. તેના આસિસ્ટ પર માર્ટિનેઝે 28મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને પહેલી લીડ અપાવી હતી.
ત્યાર પછી હાફ ટાઈમ પહેલા ડી મારિયાએ ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ બમણી કરી હતી. જ્યારે બીજા હાફમાં ઇટાલીએ ગોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ આર્જેન્ટિનાના ડિફેન્સને ભેદી શક્યું નહીં. અંતિમ ક્ષણોમાં મેસ્સીની સહાયથી ફરી ગોલ કરવામાં આવ્યો અને આર્જેન્ટિનાએ 3-0થી વિજય નોંધાવ્યો હતો.
ફાઈનલિઝ્મા શું છે?
આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર
મેસ્સીની ટીમ આર્જેન્ટિના, કતારમાં આયોજિત ફુટબોલ વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર છે. તેને ગત સિઝન કોપા અમેરિકા કપ જીત્યો હતો. હવે યૂરો કપ ચેમ્પિયન ઈટાલીને હરાવી દીધી છે. આ જીતની સાથે જ ટીમે આ વર્ષના અંતમાં આયોજિત વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદારી નોંધાવી દીધી છે. તેની ટીમમાં સ્ટ્રાઈકર, મિડફિલ્ડર અને ડિફેન્ડર્સનું સારુ મિશ્રણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.