• Gujarati News
  • Sports
  • Messi Covid Positive| 4 Other PSG Players Also Infected; Knocked Out Of The French Cup

ફૂટબોલ જગતમાં કોરોના કહેર:લિયોનલ મેસ્સી કોવિડ પોઝિટિવ; PSGના અન્ય 4 ખેલાડી પણ સંક્રમિત, ફ્રેન્ચ કપમાંથી બહાર

20 દિવસ પહેલા

ફુટબોલ જગતનો સ્ટાર પ્લેયર લિયોનલ મેસ્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેસ્સી વિશ્વમાં સૌથી વધુ બેલેન ડીઓર અવોર્ડ જીતી ચુક્યો છે અને આર્જેન્ટિનાનો કેપ્ટન પણ છે. ગત વર્ષે ઓગસ્ટમાં બાર્સેલોના સાથે કોન્ટ્રાક્ટ પૂરો થતા મેસ્સી ફ્રાન્સના ક્લબ પેરિસ સેન્ટ જર્મન (PSG) સાથે જોડાયો છે. તેણે સોમવારે (3 જાન્યુઆરી) રાત્રે ફ્રેન્ચ કપમાં રમવાનું હતું. તેવામાં મેચ પહેલા ટીમના ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ થયો તેમાં મેસ્સી સહિત 4 ખેલાડી પોઝિટિવ આવતા PSGને મોટો ફટકો પડ્યો છે.

PSG વેનેસ વિરૂદ્ધ રમશે
મેસ્સીની ટીમ PSGએ ફ્રેન્ચ કપના રાઉન્ડ-32માં વેનેસ સામે મેચ રમવાની છે. આ ટીમે રાઉન્ડ-64માં આની પહેલા એસી ફાઈનિસને 3-0થી હરાવ્યું હતું. તેવામાં મેસ્સી સહિત વેનેસ સામે મેચ પહેલા લેફ્ટ બેક જુઆન બેનાર્ટ, બેકઅપ ગોલકીપર સર્જિયો રિકો અને 19 વર્ષીય મિડફીલ્ડર નેથન બિતુમાજાલા કોવિડ પોઝિટિવ આવ્યા છે.

પોઝિટિવ આવ્યા પછી મેસ્સીએ પોતાને આઈસોલેટ કરી લીધો છે. આર્જેન્ટિનાના આ સ્ટાર ખેલાડી માટે PSG સાથે અત્યાર સુધીની સફર ખાસ રહી નથી. તે લીગ 1ની 11 મેચમાં માત્ર એક ગોલ કરી શક્યો છે. આની સાથે જ તેણે ચેમ્પિયન્સ લીગમાં PSG માટે પાંચ મેચમાં પાંચ ગોલ કર્યા છે. તેણે 11 ઓગસ્ટે ક્લબ સાથે કરાર કર્યો હતો. PSG માટે છ ગોલ કરવા ઉપરાંત, તેણે પાંચ ગોલ અસિસ્ટ પણ કર્યા છે.

21 વર્ષ સુધી રહ્યો બાર્સેલોના સાથે
મેસ્સી 13 વર્ષની ઉંમરથી બાર્સેલોના ક્લબ સાથે જોડાયેલો હતો અને 21 વર્ષથી આ જ ક્લબ તરફથી રમી રહ્યો હતો. તેવામાં બાર્સેલોના ભારે નાણાકીય સંકટમાં છે. ખરેખર, બાર્સેલોના ક્લબ ઉપર લગભગ 8000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મેસીએ 2017માં ક્લબ સાથે આખરી ડીલ લગભગ 4900 કરોડ રૂપિયામાં કરી હતી, આથી આ ક્લબ મેસી સાથે નવી ડીલ કરી શકી નહીં.

આવો રહ્યો મેસ્સીનો રેકોર્ડ
બાર્સેલોનાને ટોપ પર પહોંચાડવા માટે મેસીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેણે બાર્સેનોલા ક્લબ માટે 672 ગોલ કર્યા છે. બાર્સેલોના તરફથી મેસીએ રેકોર્ડ 778 મેચ રમી છે અને તેણે ઘણી ક્લબને મુખ્ય ખિતાબ જિતાડવા મદદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...