• Gujarati News
  • Sports
  • Meerut Sports Market Booms Due To Indoor Activity And Opening Of Gym, Demand Reaches 30%, 700 Units Started In Jalandhar

અનલોક:ઈનડોર એક્ટિવિટી અને જિમ ખૂલવાના કારણે મેરઠ સ્પોર્ટ્સ માર્કેટમાં તેજી, ડિમાન્ડ 30% સુધી પહોંચી, જાલંધરમાં 700 યુનિટ શરૂ થયા

ઔરંગાબાદ/પટિયાલાએક વર્ષ પહેલાલેખક: એકનાથ પાઠક
  • કૉપી લિંક
ક્રિકેટ ગુડ્સની નિકાસ ન થતાં કંપનીઓને 1500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. - Divya Bhaskar
ક્રિકેટ ગુડ્સની નિકાસ ન થતાં કંપનીઓને 1500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
  • સ્પોર્ટ્સ ગુડ્સ અને ઈક્વિપમેન્ટ બનાવનારા દેશના બે સૌથી મોટા માર્કેટની સ્ટોરી
  • લોકલ લેવલ પર ડિમાન્ડ વધતાં પ્રોડક્શન શરૂ થયું, 60% કામદાર પાછા આવ્યા, પરંતુ નિકાસ બંધ હોવાથી હજુ પણ નુકસાન
  • આઉટડોર રમતોના સ્થાને ઈનડોર ઈક્વિપમેન્ટ વધુ વેચાઈ રહ્યા છે

ચેસના કિંગ અને કેરમની ક્વીનથી દેશનું સ્પોર્ટ્સ ગુડ્સ માર્કેટ રિવાઈવ થયું છે. એટલે કે, ઈનડોર રમતોનાં સાધનો અને જિમ ખૂલ્યા પછી દેશના સ્પોર્ટ્સ ગુડ્સ માર્કેટમાં ચમક આવી છે. ઉ.પ્ર.ના મેરઠ અને પંજાબનું જાલંધર રમત-ગમતનો સામાન વેચવામાં એશિયામાં ટોપ પર છે. જાલંધરમાં દેશની 70% સ્પોર્ટ્સ ગુડ્સ બને છે, જ્યારે મેરઠમાંથી 45% નિકાસ થાય છે. લૉકડાઉન પછી મેરઠના માર્કેટમાં તેજી જોવા મળી છે. ડિમાન્ડ 30% સુધી પહોંચી છે. કંપનીઓને ઈનડોર ગેમ્સના ઈક્વિપમેન્ટના ઓર્ડર વધુ મળી રહ્યા છે. આ ડિમાન્ડ જિમ ખુલવાના કારણે થઈ છે. જાલંધરમાં પણ 45% ઓર્ડર મળવા લાગ્યા છે. અહીં નાના-મોટા મળીને લગભગ 700 સ્પોર્ટ્સ યુનિટ શરૂ થઈ ગયા છે. જેમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

મેરઠમાં 150 ફેક્ટરીમાં કામકાજ શરૂ, બીજા રાજ્યોમાં સામાન જતો નથી
મેરઠમાં 8 જુન પછી લૉકડાઉનમાં રાહતો મળતાં શહેર તથા તેના બહાર 150થી વધુ ફેક્ટરીમાં કામકાજ શરૂ થયું છે. છેલ્લા 3 મહિનાથી સામાન બનાવવાની પ્રોસેસ બંધ હતી, જે હવે ધીમે-ધીમે શરૂ થઈ. બીજા રાજ્યોમાં સામાન ન મોકલવાથી લગભગ રૂ.125 કરોડનું નુકસાન થયું છે.

જાલંધરમાં 40થી 60% કામદાર પાછા ફર્યા, પરંતુ પ્રોડક્શન અગાઉ જેવું નહીં
જાલંધરમાં 700 ઈન્ડસ્ટ્રી શરૂ થઈ છે. જે કામદાર ઘરે ગયા હતા, તે પાછા આવી રહ્યા છે. જાલંધરમાં લગભગ 40થી 60% કામદાર પરત ફર્યા છે. જોકે, પ્રોડક્શન અગાઉ જેવું ધમધોકાર નથી. જેમ કે, જો એક યુનિટમાં 20થી 30 હજાર રગ્બી બોલ બનતાં હતા ત્યાં અત્યારે એક હજાર જ બની રહ્યા છે. જાલંધર સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી કુલ 318 રમતોની સામગ્રી બનાવે છે.

દેશના રમતના સામાનની 65% બ્રિટન, અમેરિકા અને યુરોપમાં નિકાસ થાય છે
મેરઠ-જાલંધરમાંથી સ્પોર્ટ્સનો સામાન બ્રિટન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં નિકાસ થાય છે. મેરઠના રમત-ગમતના વેપારીઓએ કહ્યું કે, અમે જેટલો સામાન બનાવીએ છીએ, તેમાંથી 45%ની નિકાસ કરીએ છીએ. નિકાસ પર પ્રતિબંધ હોવાને લીધે લોકલ ડિમાન્ડ પૂરી કરીએ છીએ. દેશમાં સ્પોર્ટ્સ સામાનની 60% નિકાસ થાય છે. નિકાસ ન થવાને લીધે ક્રિકેટ ઈક્વિપમેન્ટમાં જ આશરે 1500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

2019માં ભારતે રૂ. 2300 કરોડના સામાનની નિકાસ કરી હતી.
2019માં ભારતે રૂ. 2300 કરોડના સામાનની નિકાસ કરી હતી.

અત્યારે ડિમાન્ડ લોકલ સ્તરે છે
અત્યારે રમત-ગમતના સામાનની ડિમાન્ડ માત્ર લોકલ સ્તરે જ છે. જોકે, ઈન્ડસ્ટ્રીને આશા છે કે, દેશમાં ટૂંક સમયમાં જ આઉટડોર સ્પોર્ટ્સ શરૂ થશે. એટલે સામાન બનાવવાનું શરૂ થયું છે. આથી, જ્યારે ડિમાન્ડ આવે તો સપ્લાય થઈ શકે. સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચર્સ એન્ડ એક્સપોર્ટર એસોસિએશનના ચેરમેન અજય મહાજનના અનુસાર, ‘દેશમાં સ્પોર્ટ્સ ગુડ્સ ઈન્ડસ્ટ્રી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...