ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ-ઉબેર કપ બેડમિન્ટન ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આની સાથે જ ટૂર્નામેન્ટમાં ભારતનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે થોમસ-ઉબેર કપમાં 43 વર્ષ પછીળ ભારતે મેડલની પુષ્ટિ કરી લીધી છે. જેથી ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની ઐતિહાસિક સિદ્ધિના કારણે ફેન્સ ઉપરાંત, સચિન તેંડુલકર, અભિનવ બિન્દ્રા જેવા દિગ્ગજોએ પણ તેમની પ્રશંસા કરી હતી.
1979માં ટોપ-4 સુધી પહોંચી હતી
ક્વોલિફાઈંગ ફોર્મેટમાં ફેરફાર પછી ભારત પહેલીવાર આ સ્પર્ધાની સેમીફાઈનલમાં પહોંચ્યું છે. અગાઉ તે 1979માં સેમીફાઈનલમાં પહોંચ્યું હતું. ત્યાં સુધી ટીમ ઈન્ટર-ઝોનલ ફાઇનલમાં પહોંચીને ત્રણ બ્રોન્ઝ જીતી ચૂકી છે. ત્યારપછી 1980થી ક્વોલિફાઈંગ ફોર્મેટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.
ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ નિરાશ કર્યા
ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધુએ મહિલાઓની ક્વાર્ટર ફાઇનલમાં નિરાશ કર્યા હતા. તેને પહેલી સિંગલ્સ મેચમાં 59 મિનિટમાં વિશ્વના 8 નંબરની ખેલાડી રત્ચાનોક ઈન્તાનોને 18-21, 21-17, 21-12થી પરાજય આપ્યો હતો. ત્યારપછી ભારતીય મહિલા ટીમ થાઈલેન્ડ સામે 0-3થી હારી ગઈ હતી.
જોકે મેન્સ ટીમે સારા સમાચાર આપ્યા છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં પાંચ વખતની ચેમ્પિયન મલેશિયાને 3-2થી હરાવ્યું હતું. હવે ભારત શુક્રવારે અંતિમ-4માં ડેનમાર્ક સામે રમશે.
દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.