ફિફાની ટીમ ભારત આવશે:ભારતીય ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ લગાવી શકે છે, 3 સભ્યોની નિમણૂક

નવી દિલ્હી18 દિવસ પહેલાલેખક: જસવિંદર સિદ્ધુ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સુપ્રીમ કોર્ટે ફેડરેશન ચલાવવા માટે પ્રશાસકોની કમિટીની નિમણૂંક કરી છે

વર્લ્ડ ફૂટબોલ ગવર્નિંગ બોડી ફિફાની એક ટીમ મંગળવારે ભારત આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF)ના કામકાજને જોવા 3 સભ્યની કમિટીની નિમણૂંક કરી છે. ફિફાના નિયમ પોતાના સભ્ય દેશોના ફેડરેશનના કામકાજમાં કોઈપણ ‘ત્રીજા પક્ષ’ના હસ્તક્ષેપની મંજૂરી આપતા નથી. જેના કારણે ફિફાની ટીમનો ભારત પ્રવાસ સંભવિત પ્રતિબંધની દ્રષ્ટિએ ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

AIFFના પ્રવક્તાએ જણાવ્યું કે,‘ફિફાની આ ટીમ ભારતીય ફૂટબોલ સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે વાત કરશે. તેમાં કોર્ટ દ્વારા હટાવવામાં આવેલા ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ, ખેલાડીઓ અને ISLના અધિકારીઓ પણ સામેલ છે.’ નિયમાનુસાર, દરેક સભ્ય દેશના ફેડરેશને પોતાના તમામ કાર્યો સ્વતંત્ર રીતે કરવાના હોય છે. તેના પોતાના કાર્યોમાં કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીને સ્થાન આપી શકાય નહીં. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે 2020માં કાર્યકાળ પૂર્ણ થવા છતાં પદ પર રહેલા અને AIFFની ચૂંટણી ના યોજવા મામલે પ્રફુલ્લ પચેલ વિરુદ્ધ કોર્ટે ચુકાદો આપતા પ્રશાસકોની કમિટી (સીઓએ)ની નિમણૂંક કરી હતી.

  • 2017માં લાહોર હાઈકોર્ટે પાકિસ્તાન ફેડરેશનના કામકાજને જોવા પ્રશાસકોની નિમણૂંક કરી હતી. જે પછી ફિફાએ પોતાના ‘થર્ડ પાર્ટી ઈન્ટરફિયરન્સ રુલ’ હેઠળ કાર્યવાહી કરતા PFA પર પ્રતિબંધ લગાવ્યો હતો.
  • 2015માં ઈન્ડોનેશિયાની સરકારે ફૂટબોલ સંઘને પોતાની દેખરેખ હેઠળ લેતા ફિફાએ આ નિયમો હેઠળ જ કાર્યવાહી કરતા ફેડરેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો.
  • 2014માં કોર્ટે નાઈજીરિયાના રમત મંત્રીને ફેડરેશનનું કામકાજ જોવા પ્રશાસકની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો. જે પછી ફિફાએ નાઈજીરિયા એસો. પર પ્રતિબંધ લગાવ્યો.
અન્ય સમાચારો પણ છે...