• Home
  • Sports
  • Other Sports
  • Marykom will play in the 51 kilogram category in the India Open, 72 Indians will participate in the tournament

બોક્સિંગ / મેરિકોમ ઇન્ડિયા ઓપનમાં 51 કિલોની કેટેગરીમાં રમશે, ટુર્નામેન્ટમાં કુલ 72 ભારતીયો ભાગ લેશે

Marykom will play in the 51 kilogram category in the India Open, 72 Indians will participate in the tournament

  • ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટ 20મેથી 24 મે દરમિયાન ગુવાહાટીમાં રમાશે
  • છેલ્લી સિઝનમાં ભારતીય ખેલાડીઓએ 6 ગોલ્ડ જીત્યા હતા

divyabhaskar.com

May 14, 2019, 03:30 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓલિમ્પિક મેડલિસ્ટ એમસી મેરિકોમ ઈન્ડિયા ઓપનમાં 51 કિલો વેઈટ કેટેગરીમાં ઉતરશે. 20થી 24 મે સુધી ગુવાહાટીમાં રમાનારી ટુર્નામેન્ટમાં 37 મહિલા અને 35 પુરુષ સહિત કુલ 72 ભારતીય ખેલાડી ભાગ લેશે. મેરિકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઈન્ડિયા ઓપનની તૈયારીઓ માટે ગયા મહિને એશિયન ચેમ્પિયનશિપમાં ઉતરી નહોતી. છેલ્લી સિઝનમાં ભારતીય ખેલાડીઓએ 6 ગોલ્ડ જીત્યા હતા.

મેરીકોમે કહ્યું કે 51 કિલો કેટેગરી અંગે મારી તૈયારી સારી છે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અજયસિંહે કહ્યું કે બોક્સિંગને ફેન્સ વચ્ચે લઈ જવા આ વખતે તેનું આયોજન આસામમાં કરાયું છે. ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને લગભગ 1.75 લાખ જ્યારે સિલ્વર જીતનારા ખેલાડીને 70 હજાર રૂપિયા મળશે.

X
Marykom will play in the 51 kilogram category in the India Open, 72 Indians will participate in the tournament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી