18 વખતની ગ્રાંડ સ્લેમ વિજેતા ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાને ગળા અને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તે આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં તેની સારવાર કરાવશે. 66 વર્ષીય અમેરિકન ટેનિસ પ્લેયરને પણ વર્ષ 2010માં બ્રેસ્ટ કેન્સર થયું હતું, પરંતુ તે પછી થોડા મહિનામાં સ્વસ્થ થઈ ગઈ હતી.
માર્ટિના નવરાતિલોવાએ જણાવ્યું હતું કે તેણે ગત સિઝનની WTA ફાઈનલ્સ દરમિયાન તેના ગળામાં ગાંઠનો વધારો જોયો હતો. જ્યારે તે દૂર ન થયું, ત્યારે તેઓએ બાયોપ્સી કરી હતી. જે બાદ તેને પ્રથમ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.
નવરાતિલોવાએ કહ્યું હતું કે 'ડબલ કેન્સર સિરિયસ છે, પરંતુ આની સારવાર કરીને ઠીક થઈ જવાશે. હું આશા કરું છું કે જલદીથી બધું ઠીક થઈ જશે. બિમારી થોડા દિવસો જ રહેશે, હું આ લડાઈના સામે લડવા તૈયાર છું.'
ઓસ્ટ્રેલિયન ઓપનની કોમેન્ટ્રી પેનલમાં હતી
નવરાતિલોવા 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન માટે ચેનલની કોમેન્ટ્રી ટીમનો ભાગ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન 29 જાન્યુઆરી સુધી રમાશે. તે હવે તેમાં વર્ચ્યુઅલ રીતે જોડાઈ શકે છે.
માર્ટિના 18 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ધરાવે છે
માર્ટિના નવરાતિલોવા 18 ગ્રાંડ સ્લેમનો ખિતાબ ધરાવે છે. તેણે સૌથી વધુ 9 વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. આ સાથે તેણે 3 ઓસ્ટ્રેલિયન ઓપન, 4 યુએસ ઓપન અને 2 ફ્રેન્ચ ઓપન જીતી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.