• Gujarati News
  • Sports
  • Maricom And I Are In The Same Category, But My Category Will Never Change; I Will Work Hard And Fight To Become A Top Boxer: Nikhat Jareen

ભાસ્કર ઇન્ટરવ્યૂ:હું અને મેરિકોમ એક જ કેટેગરીમાં, પરંતુ મારી કેટેગરી ક્યારેય નહીં બદલું; ટોપ બોક્સર બનવા માટે સખત મહેનત કરીશ અને લડીશ: નિખત જરીન

ચંડીગઢ4 મહિનો પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
  • 51 કિગ્રામ કેટેગરીમાં રમનારી બોક્સરે કહ્યું - પેરિસની તૈયારી અત્યારથી કરવી પડશે, રાહ જોઈને બેસી રહેવાય નહીં

પૂર્વ નેશનલ કોચ ગુરબખ્શ સિંહ કહી ચૂક્યા છે કે, આપણે આગામી ઓલિમ્પિકની તૈયારી અત્યારથી શરૂ કરવી પડશે. તેમના આ નિવેદન પછી મહિલા બોક્સર નિખત જરીને તૈયારી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. નિખતે કહ્યું કે,આપણે એ વિચારવું પડશે કે, પેરિસ ઓલિમ્પિક માટે ત્રણ વર્ષ બાકી છે. જો અત્યારથી તૈયારી શરૂ નહીં કરી તો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શકાશે નહીં. આપણે પછી તૈયારી કરીશું એવું બહાનું કરીને આરામથી બેસી શકીએ નહીં. તેમની સાથેની વાતચીતના અંશ...

  • તમે પોતાની કારકિર્દીની સૌથી મોટી સ્પર્ધાની તૈયારી કેવી રીતે કરી રહી છો?

ઓલિમ્પિક02014 માટે મારી તૈયારી શરૂ થઈ ચુકી છે. હાલ હું ફિઝિકલ અને મેન્ટલ લેવલને સો ટકા કરવા માગી રહી છું. મારા આ વર્ષે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પછી આગામી વર્ષની કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની તૈયારી કરવાની છે. આ ઈવેન્ટ્સમાં મારા પ્રદર્શનનું વિશ્લેષણ કરવા અને તેમાં સુધારો કરવામાં મદદ મળશે.

  • તમે ટોક્યો ઓલિમ્પિક જઈ શકી નહીં. શું તૈયારીમાં અભાવ રહ્યો હતો?

ઓલિમ્પિક માટે ક્વિલિફાય ન કરનારા દરેક એથ્લિટની જેમ મને પણ ઘણું દુ:ખ થયું હતું. આ વાતને મેં મારામગજમાં રાખી લીધી છે અને હવે સંપૂર્ણ ધ્યાન 2024 પર કેન્દ્રિત કર્યું છે.

  • ઓલિમ્પિકમાં ભારતના બોક્સિંગ પ્રદર્શન અંગે શું કહેવું છે?

દરેક ભારતીયની જેમ હું પણ બોક્સિંગમાં વધુ મેડલની આશા રાખતી હતી, કેમકે આપણી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમમાંથીએક હતી. મને દુ:ખ થયું કે ટોચના બોક્સર, જેમની પાસે મેડલની આશા હતી, તે હારી ગયા. જોકે, બધા દિવસો આપણી અપેક્ષા મુજબના હોતા નથી.

  • પૂર્વ મુખ્ય કોચ ગુરબખ્શ સિંહે કહ્યું છે કે, આગામી ઓલિમ્પિકની તૈયારી અત્યારથી શરૂ કરવી પડશે. આ અંગે શું કહેવું છે?

હું તેમની સાથે સંપૂર્ણપણે સહમત છું. આપણે એમ કહીને આરામ કરી શકીએ નહીં કે, આપણી પાસે ઓલિમ્પિક માટે 3 વર્ષ છે અને તૈયારી માટે હજુ થોડો સમય છે. આપણે એવું વિચારવું પડશે કે, ઓલિમ્પિક માટે માત્ર 3 વર્ષ જ બાકી છે. જો અત્યારથી તૈયારી શરૂ નહીં કરી તો ક્વોલિફાય પણ કરી શકીશું નહીં.

  • મેરિકોમ અને તમે એક જ કેટેગરીમાં છો? શું નિખતને એક અલગ વજન કેટેગરીમાં જોઈ શકીશું?

ના મને લાગે છે કે, હું મારી વજન કેટગરી નહીં બદલું. હું મારી કેટેગરીમાં ટોપ બોક્સર બનવા માટે તમામ પ્રયાસ કરીશ અને લડીશ.

  • કોવિડે રમત કેટલી બદલી નાખી છે? શું આ પડકારજનક છે?

હું એમ નહીં કહું કે કોવિડે મારી રમતને બદલી નાખી છે, પરંતુ ફિટનેસ સ્તરને ચોક્કસપણે પ્રભાવિત કર્યું છે. જોકે, મારા પ્રદર્શનમાં ઘટાડો થયો નથી. આ વર્ષની શરૂઆતમાં ઈસ્તંબુલમાં મેં બે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યા હતા. મારે માત્ર મારો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે.

અન્ય સમાચારો પણ છે...