• Gujarati News
  • Sports
  • Maria Of Poland Auctioned Off Her Olympic Silver Medal For Newborn Heart Surgery, Raising About Rs 92 Lakh

માનવતા મહેકી ઊઠી:નવજાત બાળકની હાર્ટ સર્જરી માટે પોલેન્ડની મારિયાએ પોતાના ઓલિમ્પિક સિલ્વર મેડલની હરાજી કરી, લગભગ 92 લાખ રૂપિયા એકઠાં કર્યા

વૉરસૉ2 મહિનો પહેલા
મારિયા ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલિસ્ટ છે. 2016 રિયો ઓલિમ્પિકમાં તે થોડાં સેન્ટીમીટર માટે મેડલ ચુકી ગઈ હતી અને ચોથા સ્થાને રહી હતી.
  • 2018માં મારિયામાં ઓસ્ટેઓમાના લક્ષણ જોવા મળ્યા હતા. આ એક બોન ટ્યૂમર છે.
  • મેડલ ખરીદનારી સુપર માર્કેટ ચેનએ મેડલ પરત મારિયાને સંભાળવા માટે સોંપ્યો

ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ પોલેન્ડની મારિયા આંદ્રેઝેકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. મેડલ જીત્યાંને 2 સપ્તાહમાં જ તેને પોતાનો મેડલની હરાજી કરી છે, માત્ર એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરીમાં મદદરૂપ થવા માટે પોતાના સિલ્વર મેડલની હરાજી કરી 92 લાખ રૂપિયા એકઠાં કર્યા છે.

USAમાં બાળકીની સારવાર થશે
પોલેન્ડની જ મિવૉશ્ક નામની બાળકીને હ્રદયની એક ગંભીર બીમારી છે. તેને સર્જરીની તાત્કાલિક જરૂરિયાત છે. યુરોપિય દેશોએ તેની સારવાર કરવાનો ઈનકાર કરી દીધો. હવે આ બાળકના પરિવારે તેની સારવાર માટે અમેરિકા જઈ રહ્યાં છે.સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં બાળકની સારવાર થશે. મિવૉશ્કનો જીવ બચાવવા માટે ત્યાં ઓપરેશન કરાવવામાં આવશે. જો કે સર્જરી માટે ઘણો ખર્ચ થશે તેવી માહિતી સામે આવી રહી છે.

મારિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટમાં 64.61 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો
મારિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટમાં 64.61 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો

સારવાર માટે 3 કરોડ રૂપિયાની જરૂરિયાત
મિવૉશ્કના માતા-પિતા પોતાની દીકરીની સારવાર માટે ઓનલાઈન ફંડરેઝર ચલાવે છે. આ ઓપરેશન માટે તેઓને લગભગ 3 કરોડ રૂપિયાની જરૂરિયાત હતી, જેમાંથી તેઓ અડધી રકમ એકઠી કરી ચુક્યા છે. જે બાદ મારિયા પણ મદદ માટે સામે આવી અને પોતાના મેડલની હરાજી કરવાની જાહેરાત કરી.

લગભગ 92 લાખ રૂપિયામાં વેચાયો મેડલ
હરાજીમાં પોલેન્ડના સુપરમાર્કેટ ચેન જાબ્કા પોલ્સ્કાએ મારિયાનો મેડલ લગભગ 92 લાખ રૂપિયામાં ખરીદ્યો. મેડલ ખરીદ્યા બાદ જાબ્કાએ કહ્યું કે સિલ્વર મેડલ તેઓ નહીં રાખે, તેઓએ તેની દેખભાળની જવાબદારી મારિયાને જ સોંપી છે. કંપનીના આ વ્યવહારે લોકોના દિલ જીતી લીધા છે.

2018માં મારિયામાં ઓસ્ટેઓમાના લક્ષણ જોવા મળ્યા હતા, આ એક બોન ટ્યૂમર છે.
2018માં મારિયામાં ઓસ્ટેઓમાના લક્ષણ જોવા મળ્યા હતા, આ એક બોન ટ્યૂમર છે.

જાબ્કાએ મારિયાને મેડલ પાછો આપ્યો
જાબ્કાએ લખ્યું- અમે મારિયાએ ઉઠાવેલા પગલાંથી ખુશ છીએ. અમને ખુશી છે કે અમે મારિયાને મદદ કરી શક્યા.

25 વર્ષની મારિયા પોતે એક કેન્સર સર્વાઈવર છે. તેને મિવૉશ્કની મદદ કરતા લખ્યું કે- મને આ નિર્ણય કરવામાં વધુ સમય ન લાગ્યો. મને ખબર છે કે આ યોગ્ય છે.

બોન ટ્યૂમરનો સામનો કરી ચુકી છે મારિયા
મારિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને ફાઈનલમાં 64.61 મીટર દૂર ભાલો ફેંકીને આ મેડલ પોતાના નામે કર્યો હતો. તે 2016 રિયો ઓલિમ્પિકમાં માત્ર 2 સેન્ટીમીટરથી મેડલ ચૂકી ગઈ હતી.

2018માં મારિયામાં ઓસ્ટેઓમાના લક્ષણ જોવા મળ્યા હતા. આ એક બોન ટ્યૂમર છે. જો કે 2019માં તેની સર્જરી થઈ અને તે સ્વસ્થ થઈ ગઈ. ઠીક થયા બાદ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

અન્ય સમાચારો પણ છે...