• Gujarati News
  • Sports
  • Manika Dropped From Indian Team For Asian Championship, Find Out Why Such A Decision Was Taken

મનિકાને ફટકો પડ્યો:એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે મનિકાને ઈન્ડિયન ટીમથી બહાર કરી દેવાઈ, જાણો કેમ આવો નિર્ણય લેવાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોચ સૌમ્યદીપ રોય અને મનિકા વચ્ચે વિવાદ, TTFIએ તપાસ માટે સમિતિ બનાવી

ઈન્ડિયાની સ્ટાર ટેબલ ટેનિસ મનિકા બત્રાને એશિયન ચેમ્પિયનની ટીમથી બહાર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તે સોનીપતના નેશનલ કેમ્પમાં સામેલ ન થઈ હોવાથી આ નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઇએ કે એશિયન ચેમ્પિયનશિપની શરૂઆત દોહામાં 28 સપ્ટેમ્બરથી થશે. તેવામાં હવે વર્લ્ડ રેન્ક 56મી મનિકા બત્રાના સ્થાને 97મા રેન્કની સુતીર્થ મુખર્જી મહિલા ટીમની આગેવાની કરશે. વળી પુરુષ ટીમની આગેવાની માનવ ઠક્કર કરશે.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)એ સ્પષ્ટ કહી દીધું હતું કે કેમ્પમાં સામેલ ન થયા હોય તેવા ખેલાડીની પસંદગી કરાશે નહીં. બુધવારે ટીમની પસંદગી કરાઈ હતી અને ત્યારપછી TTFIની વેબસાઇટ પર બહાર પાડ્યું હતું. તમને જણાવી દઇએ કે TTFIએ ટોક્યો ઓલિમ્પિક પછી કેમ્પમાં ખેલાડીઓને ફરજિયાત હાજર રહેવા ટકોર કરી હતી. તેવામાં મનિકાએ TTFIને સૂચના આપી હતી કે તે પુણેમાં જ પોતાના અંગત કોચ હેઠળ તાલીમ લેશે.

કોચ સૌમ્યદીપ રોય અને મનિકા વચ્ચે વિવાદ, TTFIએ તપાસ માટે સમિતિ બનાવી
તાજેતરમાં જ TTFIએ મનિકા બત્રા દ્વારા તેના કોચ સૌમ્યદીપ સામે મેચ ફિક્સિંગના લગાવેલા આક્ષેપો વિરૂદ્ધ તપાસ કરવા માટે પાંચ સભ્યોની કમિટિનું નિર્માણ કર્યું હતું. TTFIના અધ્યક્ષ ચિરંજીવ ચૌધરીને કમિટિના અધ્યક્ષ તરીકે નિમાયા છે. આ કમિટિ 6 સપ્તાહ સુધીમાં રિપોર્ટ બહાર પાડશે.

જેમાં 2 વકીલ જાનેંદ્ર જૈન અને પાર્થ ગોસ્વામી સિવાય યશપાલ રાણા પણ છે. અગાઉ, મનિકાએ TTFIના દાવાને રદિયો આપ્યો હતો કે ખેલાડીએ માર્ચમાં રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય સામે કથિત મેચ ફિક્સિંગ અંગે ખુલાસો કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...