તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Manika Batra Accuses Coach Soumyadeep Of Match fixing, Says Forced To Lose Match In Olympic Qualifier

ટેબલ ટેનિસમાં મેચ ફિક્સિંગ વિવાદ:મનિકા બત્રાએ કોચ સૌમ્યદીપ સામે મેચ ફિક્સિંગનો આક્ષેપ લાગવ્યો, કહ્યું- ઓલિમ્પિક ક્વોલિફાયરમાં મેચ હારવા દબાણ કર્યું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનિકા બત્રાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મનિકા બત્રાની ફાઇલ તસવીર
  • મારી પાસે કોચ વિરૂદ્ધ પુરાવાઓ પણ છે- મનિકા બત્રા
  • મનિકા બત્રા ટોક્યો ઓલિમ્પિક-2020માં કોચ વગર મેચ રમી હતી અને ઘણી વિવાદોમાં ઘેરાઈ હતી

ભારતની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મનિકાએ કહ્યું કે કોચે મને ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન માર્ચમાં મેચ હારી જવા માટે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કારણોસર મણિકાએ ટોક્યો ઓલિમ્પિક-2020મા તેમની સહાયતા લેવાની ના પાડી દીધી હતી. મનિકાએ ઈન્ડિયન ટેબલ ટેનિસ મહાસંઘની નોટિસનો જવાબ આપતા ઘટસ્ફોટ કર્યો હતો કે મેં રોયને કોચ તરીકે ન પસંદ કરતા ગેમનું અપમાન કર્યું નથી.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના સૂત્રો પ્રમાણે વર્લ્ડની નંબર-56 ખેલાડી મનિકાએ કહ્યું હતું કે હું એવા માણસ સાથે એક મિનિટ પણ નથી બેસી શકતી જેણે મને છેલ્લા કેટલાક મહિના પહેલા મેચ ફિક્સ કરવા માટે દબાણ કર્યું હોય. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે TTFIના સચિવ અરૂણ બેનર્જીને લખેલા લેટરમાં મનિકાએ લખ્યું હતું કે, છેલ્લી નિર્ણાયક મિનિટ્સમાં તેમના હસ્તક્ષેપના કારણે મારું ધ્યાનભંગ થતું હતું. તેમના વગર મેચ રમવા પાછળ મારા પાસે અન્ય ઘણા ગંભીર કારણો છે.

મેચ હારવા માટે સતત દબાણ કર્યું
મનિકાએ ઘટસ્ફોટ કર્યો કે રાષ્ટ્રીય કોચે માર્ચ 2021માં દોહામાં ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં મારા પર મેચ હારવા માટે દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મારી સામે તેમની જ એક સ્ટુડન્ટ મેચ રમવાની હતી, જેથી હું તેની સામે હરી જઉં અને તેમની સ્ટુડન્ટ ક્વોલિફાય થઈ જાય. હું ટુંકમાં કહું તો કોચે જ મને મેચ ફિક્સ કરવા માટે કહ્યું હતું.

રોયે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી
રોયનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કરાયો હતો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. ખેલાડીથી કોચ બનેલા આ શખસને નેશનસ કેમ્પમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે અને TTFIએ તેને પોતાનો પક્ષ રજૂ કરવા પણ કહ્યું છે.

જ્યારે બેનર્જીને માનિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ અંગેના તેમના જવાબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આરોપો રોય વિરુદ્ધ છે. તેમને જવાબ આપવા દો. તે પછી અમે નિર્ણય લઈશું.

મારી પાસે પુરાવાઓ છે- મનિકા બત્રા
રોયે ટીમ ઈવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને અર્જુન એવોર્ડ પણ મળ્યો છે. મનિકા અને સુતીર્થ મુખર્જી બંને રોયની એકેડમીમાં તાલીમ લે છે. બંને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયા હતા. મનિકાએ કહ્યું હતું કે, મારી પાસે આનો પુરાવો છે અને હું તેને યોગ્ય સમયે યોગ્ય લોકો સમક્ષ રજૂ કરવા તૈયાર છું.

મેચ હારવા વિશે વાત કરવા માટે રાષ્ટ્રીય કોચ મારી હોટલના રૂમમાં મને વ્યક્તિગત રીતે મળ્યા અને લગભગ 20 મિનિટ સુધી મારી સાથે વાત કરી. મનિકાએ કહ્યું, તેણે તેના વિદ્યાર્થીને ખોટી રીતે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. આમાં, તેમની સાથે તેમના વિદ્યાર્થીઓ પણ હતા જેઓ તેમની ખાનગી એકેડમીમાં તાલીમ લે છે.

તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી
મનિકાએ કહ્યું કે તેણે રોયની વાત સાંભળી નહીં અને આ બાબતે TTFI અધિકારીને ફરિયાદ કરી. તેમણે કહ્યું, મારા તરફથી, મેં તેમના કહ્યા પ્રમાણે અનુસવાનું વચન આપ્યું ન હતું અને આ બાબતે TTFI અધિકારીને ફરિયાદ કરી હતી. મેં રાષ્ટ્રીય કોચના ખોટા શબ્દો પર વિશ્વાસ ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેના દબાણની માનસિક રીતે મારા પર અને મારા પ્રદર્શન પર પણ અસર પડી હતી.

ઓલિમ્પિક્સમાં રહેવા માંગતો હતો કોચ
મનિકાએ કહ્યું, ઓલિમ્પિક દરમિયાન હું આવા કોચના નિરાશાજનક પ્રભાવથી દૂર રહેવા માંગતી હતી. કારણ કે એક ખેલાડી તરીકે હું ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી. મારા દેશની સર્વોત્તમ રીતે સેવા કરવી એ મારી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...