તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Manchester United's Bad Start; Another Achievement For Ronaldo, The Young Boys Won The Match 2 1 After A Tussle.

ચેમ્પિયન્સ લીગની ચોંકાવનારી મેચ:માનચેસ્ટર યૂનાઇટેડની ખરાબ શરૂઆત; રોનાલ્ડોને નામ વધુ એક સિદ્ધિ, રસાકસી બાદ યંગ બોય્સ ટીમે 2-1થી મેચ જીતી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

યૂએફા ચેમ્પિયન્સ લીગની ગ્રુપ મેચમાં માનચેસ્ટર યૂનાઈટેડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચમાં વધુ એક સિદ્ધિ પોતાને નામ કરી લીધી છે. તેણે BSC યંગ બોય્ઝ સામેની મેચમાં ઉતરતાની સાથે જ સર્વાધિક 177 મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેણે આ રેકોર્ડમાં રિયલ મેડ્રિડના પૂર્વ ખેલાડી ઈકેર કૈસિલાસની બરાબરી કરી લીધી છે.

ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડો સંયુક્ત રીતે ટોપ પર
સ્ટાર ફુટબોલર ક્રસ્ટિયાનો રોનાલ્ડો ચેમ્પિયન્સ લીગમાં સર્વાધિક મેચ રમવાના રેકોર્ડમાં સંયુક્ત રૂપે ટોપ પર છે. જ્યારે જાવી ફર્નાંડિઝ (151) ત્રીજા અને લિયોનલ મેસ્સી (149) મેચ સાથે ચોથા સ્થાન પર છે. તમને જણાવી દઇએ કે ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ 135 ગોલ અને 42 આસિસ્ટ કરનાર ખેલાડી બની ગયો છે.

મેચ સમરી, રોનાલ્ડોની આક્રમક શરૂઆત
BSC યંગ બોય્ઝના હોમ બર્નમાં રમાયેલી મેચમાં માનચેસ્ટર યુનાઈટેડ માટે મેદાનમાં ઉતરેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આક્રમક શરૂઆત કરી હતી. તેણે મેચની 13મી મિનિટે જ બ્રૂનો ફર્નાંડિઝના લોન્ગ પાસ પર ગોલ કરીને માનચેસ્ટરને 1 ગોલની લીડ અપાવી હતી. આ ગોલ રોનાલ્ડોની કરિયરનો 135મો ગોલ હતો.

માનચેસ્ટર યુનાઈટેડના આરોન બિસાકાને રેડ કાર્ડ
35મી મિનિટમાં યુનાઇટેડ ટીમના ખેલાડી આરોન બિસાકાને રેડ કાર્ડ મળ્યું હતું. તેણે યંગ બોય્ઝના ખેલાડી ક્રિસ્ટોફર માર્ટિસ પરેરાનો પગ દબાવી દીધો હતો, જેથી આરોનને તાત્કાલિક રેડ કાર્ડ આપી દેવાયું હતું. તેવામાં હવે માત્ર 10 ખેલાડી સાથે માનચેસ્ટરે પોતાની ગેમ આગળ રમવી પડી હતી.

BSC યંગ બોય્ઝની ટીમે 2-1થી મેચ જીતી
યંગ બોય્ઝના એંગામલેયુએ 66મી મિનિટે પહેલો ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. જોકે તેની ગણતરીની મિનિટમાં માનચેસ્ટર યૂનાઈટેડે 72મી મિનિટે રોનાલ્ડોના સ્થાને જેસી લિંગાર્ડ અને બ્રૂનોના સ્થાને મેટિકને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે 10 ખેલાડીથી રમી રહેલી માનચેસ્ટર યુનાઇટેડ સામે યંગ બોય્ઝે 90+5 મિનિટે બીજો ગોલ કરી મેચને 2-1થી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...