• Gujarati News
  • Sports
  • Manchester United Manager Fired After 5 Defeats In Last 7 Matches, Ole Gunnar Bids Farewell

રોનાલ્ડોની ટીમને ફટકો:છેલ્લી 7 મેચમાં 5 હાર પછી માનચેસ્ટર યુનાઈટેડના મેનેજરને તગેડી મુકાયો, ઓલે ગુન્નારની વિદાય

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના મેનેજર ઓલે ગુન્નર સોલ્સ્કજેરને તેમના પદ પરથી હટાવી દેવાયા છે. ક્લબ છેલ્લી 7 મેચમાં 5 મેચ હારી જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉની મેચમાં વોટફોર્ડે માન્ચેસ્ટર યુનાઈટેડને 4-1થી હરાવ્યું હતું. દિગ્ગજ ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ ક્લબ માટે રમે છે.

ઓલેને કાઢી મૂક્યા પછી ક્લબે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે - 'ઓલે હંમેશા અમારા માટે એક લિજેન્ડ બની રહેશે, અમે તમને ખૂબ જ દુખ સાથે કહેવા માંગીએ છીએ કે હવે ક્લબ સાથેની તેની સફર સમાપ્ત થઈ રહી છે.'

ઓલેના સ્થાને માઈકલ કેરિકને વચગાળાના મેનેજર બનાવવામાં આવ્યા છે. કેરિક ક્લબમાં ઓલે સાથે પણ સંકળાયેલો હતો. તે સપોર્ટ સ્ટાફનો ભાગ હતો. જુલાઈમાં, સોલ્સ્કજેરે ક્લબ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો. આ ડીલ 7.5 મિલિયન પાઉન્ડમાં કરવામાં આવી હતી.

પાંચ કલાક સુધી વાતચીત ચાલી
સોલ્સ્કજાયરને હટાવતા પહેલા ક્લબના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સતત પાંચ કલાક સુધી વાતચીત થઈ હતી. ત્યારપછી ઓલેને હટાવાનો નિર્ણય લેવાયો હતો. પ્રીમિયર લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો માન્ચેસ્ટર યુનાઈટેડ સાતમા સ્થાને છે.

માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 126 ગોલ કર્યા
ઓલે સોલ્સ્કજેર એક ખેલાડી તરીકે માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમ્યા છે. તેણે 1999માં રમાયેલી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ઇન્જરી ટાઇમ (90+2 મિનિટ)માં ગોલ કરીને માન્ચેસ્ટર યુનાઇટેડને વિજેતા બનાવ્યું હતું.

ઓલે નોર્વેથી છે. તેણે યુનાઈટેડ માટે 366 મેચમાં 126 ગોલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...