• Home
  • Sports
  • IPL 2019
  • Mahanakabalo between Mumbai and Chennai, both teams face Hyderabad for the first time

આઈપીએલ ફાઈનલ / મુંબઈ-ચેન્નઈ વચ્ચે મહામુકાબલો, હૈદરાબાદમાં બંને ટીમ પહેલી વખત સામસામે

Mahanakabalo between Mumbai and Chennai, both teams face Hyderabad for the first time

  • સાંજે 7.30થી મેચ શરૂ થશે, DivyaBhaskar પર સૌથી ઝડપી, વિગતવાર કવરેજ
  • જે પણ ટીમ આ ફાઈનલ જીતશે તે ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ બનશે
  • અત્યાર સુધીમાં બંને ટીમ સૌથી વધુ 3-3 વખત ટાઈટલ જીત્યા છે

DivyaBhaskar.com

May 12, 2019, 11:16 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ 23 માર્ચથી શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની ફાઈનલ રવિવારે હૈદરાબપાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખેલાશે. મુંબઈ અને ચેન્નઈ બંને ટીમ અત્યાર સુધીમાં સૌથી વધુ 3-3 વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. એવામાં આ મેચ જે પણ જીતશે તે આઈપીએલની સૌથી સફળ ટીમ બની જશે. બંને ટીમ આ મેદાનમાં પહેલી વખત સામસામે હશે.
જો કે આઈપીએલમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચો રમાયાં છે. જેમાં મુંબઈએ 16 જીત્યા છે અને 11માં હાર થઈ છે. ચેમ્પિયન્સ લીગ ટી-20માં બંને ટીમ બે બે વખત સામસામે થઈ છે અને બંનેએ 1-1 મેચમાં જીત મેળવી છે.

ફાઈનલમાં ચોથી વખત બંને ટીમ સામસામેઃ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંને ટીમ ચોથી વખત સામસામે હશે. આ પહેલાં બંને ટીમ 2010, 2013 અને 2015ની ફાઈનલમાં અથડાયા હતા. ચેન્નઈએ 2010માં મુંબઈને હરાવ્યું હતું. મુંબઈ 2013 અને 2015માં ચેન્નઈને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. એવામાં 12 મેનાં રોજ જે ટીમ જીતશે તે આઈપીએલની સૌથી સફળ ટીમ બનશે.

ચેન્નઈને સતત 4 મેચમાં હરાવનારી મુંબઈ એક માત્ર ટીમઃ બંને ટીમ વચ્ચેના પાંચ મુકાબલાની વાત કરીએ તો મુંબઈ ચાર મેચ જીતવામાં સફળ રહ્યું છે. આઈપીએલમાં ચેન્નઈ વિરૂદ્ધ સતત ચાર મેચ જીતવામાં સફળ રહેનાર મુંબઈ જ એક માત્ર ટીમ છે. મુંબઈને ગત વર્ષે 7 એપ્રિલની મેચમાં ચેન્નઈ સામે હાર મળી હતી. જે બાદથી બંને ટીમ વચ્ચે રમાયેલાં ચારેય મેચ મુંબઈ જ જીત્યું છે.

મુંબઈની તાકાત: ક્વિન્ટન ડીકોક અને સુર્યકુમાર યાદવ. ડીકોક 15 મેચમાં 35થી વધુ સરેરાશથી 500 રન બનાવ્યાં છે. તે ટીમનો ટોપ સ્કોરર છે. બીજા નંબરે સુર્ય કુમાર છે, તેને 34ની સરેરાશથી 15 મેચમાં 409 રન બનાવ્યાં છે.
બોલર્સમાં જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા છે. બુમરાહએ 15 મેચમાં 17 વિકેટ લીધી છે. પરંતુ તેને 6.84ની ઈકોનોમી રેટથી રન પણ આપ્યાં છે. મલિંગાએ 11 મેચ, 15 વિકેટ ઝડપી છે.
હાર્દિક પંડયાનું ઓલરાઉન્ડર પ્રદર્શન. તેને 15 મેચમાં 48.25ની સરેરાશથી 386 રન બનાવ્યાં છે. તે 9.32ની ઈકોનોમી રેટથી 14 વિકેટ પણ ઝડપી ચુક્યો છે. તે સૌથી વધુ રન બનાવવાના મામલે 17માં અને વિકેટ મેળવવાના મામલે 14માં નંબરે છે.

મુંબઈની નબળાઈ: રોહિત શર્માના પ્રદર્શન મેચ જીતાડનારું નથી રહ્યું. રોહિત ટીમમાં ત્રીજો ટોપ સ્કોરર છે પરંતુ 14 મેચમાં 30ની સરેરાશથી જ 390 જ રન બનાવ્યાં છે. તે સતત 3 મેચમાં 30 કે તેથી વધુ રન નથી બનાવી શક્યો.
મીડલ ઓર્ડરની વાત કરીએ તો કીરોન પોલાર્ડનું અપેક્ષાથી વિપરિત પ્રદર્શન. પોલાર્ડે 15 મેચમાં 238 રન જ બનાવ્યાં છે. ઈશાન કિશને 6 મેચમાં 78 અને એવિન લેવિસે 3 મેચમાં 48 રન કર્યા છે.
કૃણાલ પંડયાએ સૌથી વધુ રન આપ્યા. કૃણાલે 15 મેચમાં 11 વિકેટ ઝડપી છે પરંતુ તેને 296 રન આપ્યાં છે. તે પ્રતિ વિકેટ રન સરેરાશના મામલે 35માં નંબરે છે.

ચેન્નઈની તાકાત: મહેન્દ્ર સિંહ ધોની. તે 14 મેચમાં 414 રન બનાવીને ટીમનો ટોપ સ્કરોર છે. તેને 400થી વધુ રન બનાવનાર ટીમનો પ્રથમ બેટ્સમેન
ફાફ ડુપ્લેસિસ ફોર્મમાં છે. ડુપ્લેસિસે 11 મેચમાં 370 રન બનાવ્યાં છે. તેને 3 હાફ સેન્ચુરી ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ 120.12 છે.
સ્પિનર્સ ઈમરાન તાહિર, હરભજન સિંહ અને રવિન્દ્ર જાડેજા પણ ફોર્મમાં. ત્રણેય ટીમના ટોપ-4 બોલર્સમાં સામેલ છે. તાહિરે 16 મેચમાં 24 વિકેટ, તે પર્પલ કેપનો પણ દાવેદાર છે. હરભજને 10 મેચમાં 16 વિકેટ લીધી છે. જાડેજાએ 15 મેચમાં 15 વિકેટ મેળવી છે.

ચેન્નઈની નબળાઈ: અંબાતી રાયડૂનું પ્રદર્શન અપક્ષા મુજબનું નથી રહ્યું. તેને આ સીઝનમાં અત્યાર સુધીમાં 16 મેચમાં 281 રન બનાવ્યાં છે. ગત વર્ષે તેને 16માં 43ની સરેરાશથી 602 રન બનાવ્યા હતા.
ફાસ્ટ બોલરમાં દીપક ચહેરને છોડીને કોઈ પ્રભાવી બોલર નથી. ડ્વેન બ્રાવો 11 મેચમાં 11 વિકેટ જ લઈ શક્યો છે. શાર્દુલ ઠાકુરે પણ 9 મેચમાં 6 જ વિકેટ મેળવી છે.

ચેઝ કરનારી ટીમને ફાયદોઃ હૈદરાબાદમાં અત્યાર સુધી આઈપીએલની 67 મેચ રમાઈ છે. જેમાંથી 32 મેચમાં પહેલી બેટિંગ કરનાર જ્યારે 35 મેચમાં બીજી બેટિંગ કરનાર ટીમ જીતી છે. અહીં પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર 163 અને બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 149 સુધીનો છે. આ મેદાનમાં સૌથી મોટો સ્કોર 231/2 બનાવવાનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે છે, જે તેને આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરૂદ્ધ બનાવ્યો હતો.

આ મેદાનમાં 215 રન સુધીનો ટાર્ગેટ ચેઝ થયો છેઃ મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ મેચમાં ડેક્કન ચાર્જીસ 60 રને ઓલઆઉટ થઈ ગી હતી, જે આ મેદાનમાં કોઈ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ મેદાનમાં હાઈએસ્ટ સ્કોર ચેઝ કરવાનો રેકોર્ડ ડેક્કન ચાર્જીસના નામે છે. તેને 2008માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 215 રનનો ટાર્ટેગ એચિવ કર્યો હતો. હવામાનની વાત કરીએ તો બંને ટીમ અહીંની ગર્મી અને આદ્રતા સામે ઝઝુમવું પડશે. અહીંની વિકેટ સ્પિનર્સ માટે ફાયદાકારક બની શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા, યુવરાજ સિંહ, કૃણાલ પંડયા, ઈશાન કિશન (વિકેટકીપર), સુર્યકુમાર યાદવ, મયંક માર્કંડેય, રાહુલ ચહેર, અનુકુલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિંટન ડીકોક, એવિન લુઈસ, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેકક્લેનઘન, એડમ મિલ્ને, જેસ બેહરેનડોર્ફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરન, પંકજ જયસ્વાલ, રસિખ સલામ, જસપ્રીત બુમરાહ

ચેન્નઈ સુપરકિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોન (કેપ્ટન અને વિકેટકીપર), અંબાતી રાયડુ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હરભજન સિંહ, ઈમરાન તાહિર, મુરલી વિજય, ધ્રુવ શૌરી, ફાફ ડુપ્લેસિસ, ત્રતુરાજ ગાયકવાડ, મિશેલ સેંટનર, ડેવિડ વિલી, સેમ બિલિંગ્સ, સમીર, મોનુ કુમાર, કર્ણ શર્મા, કેએમ આસિફ, મોહિત શર્મા

X
Mahanakabalo between Mumbai and Chennai, both teams face Hyderabad for the first time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી