• Gujarati News
  • Sports
  • Lovlina Borgohain Commonwealth Games Opening Ceremony, Boxing Politics India Loose Medal

બોક્સિંગના રાજકારણમાં ફસાઈ ગઈ લવલીના:ઓપનિંગ સેરેમની વચ્ચે જ છોડી, ફાઈટ દરમિયાન કોચની સલાહ ના માની; તેની જીદના કારણે ટીમે ડોક્ટર ગુમાવ્યો

5 દિવસ પહેલા

ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના બોરગોહેન કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દાવેદાર હતી. ઓલિમ્પિકની સરખામણીએ કોમનવેલ્થ ગેમ્સની કોમ્પિટિશનનું સ્તર હંમેશા ઉંચું હોય છે. તેથી ફેન્સની સાથે સાથે એક્સપર્ટનું પણ માનવું હતું કે લવલીનાનો પંચ ભારતને ગોલ્ડ મેડલ અપાવશે. પરંતુ બુધવારે સાંજે જ એન્ટી ક્લાઈમેક્સ સામે આવી જાય છે. લવલીના ક્વાર્ટર ફાઈનલ હારી જાય છે. પરિણામે લવલીના ગોલ્ડ તો નહીં પણ બ્રોન્ઝ પણ ના જીતી શકી.

એક નજરમાં આ રમત અને ખેલાડીઓ સાથે જોડાયેલી દુખદ અને સામાન્ય ઘટના લાગે છે. એવું લાગે કે રમતમાં તો હાર-જીત થતી રહે છે. પરંતુ જો આપણે લવલીના સાથે જોડાયેલી છેલ્લા કેટલાક દિવસોની ઘટના પર નજર નાખીએ તો આ ઘટના અસામાન્ય લાગશે. તેમાં એક સ્ટાર એથલિટની જીદ, ભારતીય બોક્સિંગમાં ચાલતો વિવાદ અને મિસમેનેજમેન્ટ જેવા મુદ્દાઓ દેખાય છે.

સ્થાનિક રાજકારણમાં ફસાઈ લવલીના
લવલીનાની આ હાર બોક્સિંગ ફેડરેશન સાથે જોડાયેલા લોકો પચાવી નથી શકતા. નામ જાહેર ના કરવાની શરતે ફેડરેશન સાથે જોડાયેલા એક ઓફિશિયલ વ્યક્તિએ જણાવ્યું કે, લવલીના કોમનવેલ્થ ગેમ શરૂ થતાં પહેલાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતી હતી. તે જોઈને લાગતું હતું કે, કોઈ તેને ડ્રાઈવ કરી રહ્યું છે.

લવલીનાએ ગેમ્સ શરૂ થતાં પહેલાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેને મેન્ટલી હેરેસ કરવામાં આવી રહી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેને તેના કોચ સાથે ટ્રેનિંગ લેતા રોકવામાં આવી રહી છે. તેને તેના કોચથી દૂર રાખવામાં આવે છે. લવલીનાએ કહ્યું હતું કે, તેના કોચને કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં એન્ટ્રી આપવામાં નથી આવતી.

ફેડરેશન અને લવલીના બંનેને ઓળખનાર લોકોનું કહેવું છે કે, લવલીના બોક્સિંગ ફેડરેશનના સ્થાનિક રાજકારણમાં ફસાઈ ગઈ હતી. માનવામાં આવે છે કે, બોક્સિંગ ફેડરેશનમાં ઉત્તર ભારત અને નોર્થ ઈસ્ટના ગ્રુપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને લવલીનાનો તેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ફેડરેશનના એક ગ્રુપનું કહેવું છે કે, લવલીનાએ કોઈની વાતમાં આવીને સોશિયલ મીડિયા પર મોનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.

બોક્સરના ડોક્ટરને બહાર કરવામાં આવ્યા
લવલીનાના આ આરોપ પછી બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ખુલાસો કર્યો છે. બોક્સિંગ ફેડરેશનનું કહેવું છે કે, માત્ર લવલીનાના કોચ જ નહીં પરંતુ અન્ય સ્પોર્ટ સ્ટાફને પણ ગેમ્સ વિલેજ બહાર રાખવામાં આવ્યા છે. ગેમ્સના આયોજકોએ અમુક જ સ્ટાફને ગેમ્સ વિલેજમાં આવવાની મંજૂરી આપી હતી. તેથી અમુક સ્ટાફ બહાર રાખવામાં આવ્યો હતો.

લવલીનાના આ આરોપ પછી નોર્થ-ઈસ્ટથી રાજકિય દબાણ કરવામા આવ્યું હતું. ત્યારપછી લવલીનાના કોચ સંધ્યા ગુરંગને ગેમ્સ વિલેજમાં જગ્યા આપવા માટે ટીમે ડોક્ટરને બહાર કર્યા હતા. પહેલાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે નોર્થ-ઈસ્ટથી સંબંધ ધરાવતા એક સ્પોર્ટ સ્ટાફને બહાર કરીને સંધ્યાને લેવામાં આવશે. પરંતુ નોર્થ-ઈસ્ટના રાજકિય દબાણ પછી ડોક્ટરને બહાર કરવામાં આવ્યા હતા.

બોક્સિંગ ટીમના મુખ્ય કોચે ગેમ્સ વિલેજમાં પોતાનો રૂમ ખાલી કરીને લવલીનાના કોચને સોંપ્યો અને પોતે હોટેલમાં શિફ્ટ થઈ ગયા હતા.

ઓપનિંગ સેરમેની પહેલાં પણ થયા હતા ડ્રામા
પસંદગીના કોચ મળ્યા પછી પણ લવલીનાનો ગુસ્સો શાંત નહતો થયો. તેણે ઓપનિંગ સેરેમની વચ્ચે જ છોડી દીધી હતી. તે એક અન્ય ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીન સાથે એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં રમાનારી મેચ માટે વહેલી નીકળી ગઈ હતી. તેણે કહ્યું હતું કે, સવારે પ્રેક્ટિસ કરવાની છે તેથી તે વહેલી જવા માંગે છે. તેને ટેક્સી ના મળી અને બંને કલાકો સુધી બહાર ફસાઈ ગયા.

ક્વાર્ટર ફાઈનલમાં કોચની સલાહને નજરઅંદાજ કરી
લવલીનાને ક્વાર્ટર ફાઈનલમાં વેલ્સની રોલી એસેલ્સે ઉલટફેર કરીને 3-2થી હરાવી હતી. આ મેચમાં લવલીનાએ દમદાર શરૂઆત કરી હતી. બીજારાઉન્ડમાં તે આગળ પણ વધી હતી, પરંતુ ત્યારપછી આખી ગેમ પલટાઈ ગઈ હતી.
કોચિંગ સ્ટાફે તેને ગેમ પર ધ્યાન આપવા કહ્યું અને પરિસ્થિતિ પ્રમાણેના સુચનો પણ કર્યા. પરંતુ આરોપ છે કે, લવલીનાએ આ સૂચનોને નજર અંદાજ કર્યા અને બેદરકારી દાખવીને મેચ હારી ગઈ.. તે ખૂબ રફ રમવા લાગી. તે માટે રેફરીએ તેને ચેતવણી પણ આપી હતી.
કોચે લવલીનાને સમજાવી હતી કે તે રફ થવાના બદલે તેના ગેમ પર ધ્યાન આપે, પરંતુ લવલીનાએ કોઈની વાત ના સાંભળી. આમ, પહેલા બે રાઉન્ડમાં તેને પૂરા અંક આપવાના બદલે એક જજે છેલ્લા રાઉન્ડમાં તેનો એક પોઈન્ટ ઘટાડી દીધો અને તેથી લવલીના અને ભારતે એક મેડલ ગુમાવી દીધો.

અન્ય સમાચારો પણ છે...