સ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સી ફરી એકવાર સૌથી વધુ કમાણી કરનારો એથલીટ બની ગયો છે. ફોર્બ્સના આધારે મેસ્સીએ છેલ્લા 12 મહિનામાં કુલ 130 મિલિયન ડોલર એટલે કે લગભગ 1007 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગત વર્ષે પણ મેસ્સીએ લગભગ આટલી કમાણી કરી હતી પરંતુ તે બીજા નંબર પર હતો. 2021માં માર્શલ આર્ટના પહેલવાન કોનર મૈકગ્રેગર સૌથી વધુ કમાણી કરનારા એથલીટ હતા. તેણે ગત વર્ષે 180 મિલિયન ડોલર એટલે કે લગભગ 1394 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવામાં આ વર્ષે બાસ્કેટબોલનો ખેલાડી લેર્બ્રોન જેમ્સે 121.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 939 કરોડની કમાણી કરી છે. આની સાથે જ તે બીજા નંબર પર છે.
ટોપ-5 પ્લેયર્સની યાદી
1. લિયોનલ મેસ્સી
2. લેબ્રોન જેમ્સ
છેલ્લા 12 મહિનામાં સૌથી વધુ કમાણી કરનારા એથલીટમાં બીજુ નામ બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સનું આવે છે. તેણે કુલ 121.2 મિલિયન ડોલરની કમાણી જાહેરાત અને અન્ય માધ્યમથી કરી છે.
3. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષે ત્રીજો સૌથી વધુ કમાણી કરનારો એથલીટ છે. તેને છેલ્લા 12 મહિનામાં 115 મિલિયન ડોલરની એટલે કે લગભગ 890 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં 60 મિલિયન ડોલર તેને ગેમના અને અન્ય 55 ડોલર તેને જાહેરાત સહિત અન્ય માધ્યમથી મળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.