• Gujarati News
  • Sports
  • Like ‘The Queen’s Gambit’ Of 11 year old Tani’s Narrative; The Youngest Practices Chess 8 To 10 Hours A Day To Become A Grand Master

ગ્રાન્ડ માસ્ટર બનવાની ધગશ:11 વર્ષના તાનીની કથની ‘ધ ક્વીંસ ગેમ્બિટ’ જેવી; સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર બનવા માટે રોજ 8થી 10 કલાક ચેસની પ્રેક્ટિસ કરે છે

ન્યૂયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાઇજિરિયાના તાની હરામના હુમલાથી બચી અમેરિકા જતો રહ્યો, શેલ્ટરમાં રહીને ચેસ શીખ્યો

નાઇજિરિયન-અમેરિકન ચેસ ખેલાડી તાનીતૂલુવા એડેવુમી ઉર્ફે તાનીની કથની નેટફ્લિક્સ સીરિઝ ‘ધ ક્વીંસ ગેમ્બિટ’ થી મળતી આવે છે. જેમાં 1960ના દશકની કેંટકીની એક અનાથ છોકરીને બતાવવામાં આવે છે. જે ચેસ ચેમ્પિયન બને છે. તાનીએ આ સીરિઝ જોઇ છે અને તે તેમાં પોતાની ઝલક જોવે છે. ગત મહિને જ 11 વર્ષનો થનાર તાની કહે છે કે, ‘હું આક્રમક છું. મને અટેકિંગ ગેમ રમવી પસંદ છે. હું જલદીથી જલદી હરીફ ખેલાડીને ચેકમેટ કરવા ઇચ્છું છું.’

તે આ વર્ષની શરૂઆતમાં નેશનલ માસ્ટર બન્યો હતો. તાની આ સિિદ્ધ સુધી પહોંચનાર 28મો સૌથી યુવા ખેલાડી હતો. હવે તે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવા માંગે છે. હજુ આ રેકોર્ડ 12 વર્ષના અભિમન્યુ મિશ્રાના નામે છે. તે રેકોર્ડ તોડવા માટે કલાકોના કલાકો મહેનત કરે છે. ન્યુયોર્કમાં રહેનાર તાની સ્કુલથી આવ્યા બાદ 7 થી 8 કલાક ચેસ રમે છે. જે દિવસે સ્કુલ નથી જતો તે દિવસે 8 થી 9 કલાક અથવા ઘણીવાર 10 કલાક ચેસની પ્રેક્ટિસ કરે છે. 2019માં ન્યુયોર્ક સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તેનું જીવન હંમેશા માટે બદલાઇ ગઇ.

જૂન-2017માં તાની અને તેનો પરિવાર ચરમપંથી ગ્રુપ બોકો હરામના હુમલાથી ડરીને ઉત્તર નાઇજીરિયાથી બચીને અમેરિકા જતો રહ્યો હતો, જ્યા તે માનહટ્ટનમાં શેલ્ટરમાં રહે છે. ત્યારબાદ તાની સ્કુલમાં ચેસ ક્લબ સાથે જોડાયો. જ્યારે તેણે સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ જીતી તો ઘણા લોકોએ તેના પરિવારને આર્થિક સહાયતા કરી. જેથી તે શેલ્ટર હોમમાંથી નીકળી શકે.

તાનીના પિતા કાયોડે એડવુમી જણાવે છે કે, ‘એક પરિવારે અમારા ઘરનું એક વર્ષનું ભાડું ભર્યું. એક પરિવારે અમને ગાડી આપી. મિસૌરીના સેન્ટ લુઈસ ચેસ ક્લબે અમને ત્યા બોલાવ્યા હતા.’ તાનીના પરિવારે એક ફાઉન્ડેશન પણ ખોલ્યું છે. જે વંચિત બાળકોની મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...