બેસ્ટ ફિફા એવૉર્ડ:લેવનડોસ્કી સૌથી આગળ, 55 ગોલ કર્યા હતા

પેરિસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયર્ન મ્યુનિખના લેવાનડોસ્કીએ 55 ગોલ કર્યા. તે યુરોપનો ટોપ સ્કોરર છે. તેણે બાયર્નને યુરોપિયન ટ્રેબલ (ચેમ્પિયન્સ લીગ, બુંદેસલિગા, જર્મન કપ) જીતાડ્યો હતો. - Divya Bhaskar
બાયર્ન મ્યુનિખના લેવાનડોસ્કીએ 55 ગોલ કર્યા. તે યુરોપનો ટોપ સ્કોરર છે. તેણે બાયર્નને યુરોપિયન ટ્રેબલ (ચેમ્પિયન્સ લીગ, બુંદેસલિગા, જર્મન કપ) જીતાડ્યો હતો.

ફુટબોલની સૌથી મોટી સંસ્થા ફિફાએ ‘બેસ્ટ ફિફા એવૉર્ડ-2020’ના ટોપ-3 ફાઈનલિસ્ટની જાહેરાત કરી છે. રોબર્ટ લેવાનડોસ્કી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મેસી સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીની યાદીમાં છે. છેલ્લી સિઝનમાં જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખને ચેમ્પિયન્સ લીગનું ટાઈટલ અપાવનારા હેન્સી ફ્લિક કોચ ઓફ ધ યરની રેસમાં છે. 17 ડિસેમ્બરે વર્ચ્યુઅલી એવૉર્ડ અપાશે.

ફિફા એવૉર્ડ ફાઈનલિસ્ટ
પુરુષ: રોનાલ્ડો (પોર્ટુગલ, યુવેન્ટસ), લેવાનડોસ્કી (પોલેન્ડ, બાયર્ન મ્યુનિખ), મેસી (આર્જેન્ટીન, બારસિલોના).
મહિલા : લૂસી બ્રોન્ઝ (ઈંગ્લેન્ડ, ઓલિમ્પિક લિયોનેસ, માન્ચેસ્ટર સિટી), હેર્ડર (ડેનમાર્ક, વોલ્ફ્સબર્ગ, ચેલ્સી), વેન્ડી રેનાલ્ડ (ફ્રાન્સ, ઓલિમ્પિક લિયોનેસ).
ગોલકીપર : બેકર (બ્રાઝીલ, લિવરપૂલ), મેનુઅલ નેઉર (જર્મની, બાયર્ન મ્યુનિખ), જેન ઓબલેક (સ્લોવેનિયા, એટલેટિકો મેડ્રિડ).

અન્ય સમાચારો પણ છે...