• Gujarati News
  • Sports
  • Learn About The Countries And Their Athletes Who Set World Records In 10 Sports At The Tokyo Olympics

આ રીતે બન્યો ઓલિમ્પિક ખાસ:ટોક્યો ઓલિમ્પિક્સમાં 10 રમતોમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનારા દેશો અને તેના ખેલાડીઓ વિશે જાણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાત્જાના સ્કોનમેકરે દક્ષિણ આફ્રિકા માટે વર્ષ 1996 બાદ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની
  • કાર્સ્ટેન વોરહોમે 400 મીટરની વિઘ્ન દોડ ફક્ત 45.94 સેકન્ડમાં પૂરી નવો કિર્તીમાન સ્થાપ્યો

લગભગ બે સપ્તાહ સુધી ચાલેલા રમતોત્સવના મહાકૂંભ સમાન ટોક્યો ઓલિમ્પિકનું સમાપન થયું છે ત્યારે આ વખતે અનેક એથ્લેટ્સ દ્વારા સંખ્યાબંધ રમતોમાં જૂના રેકોર્ડ તોડીને નવા કિર્તીમાન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ રમતોત્સવમાં 33 રમતોમાં 11,000 કરતાં વધારે એથ્લેટ્સે ભાગ લીધો હતો. અનેક એવા એથ્લેટ્સ હતા કે જેમણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા અને ઈતિહાસમાં તેમના નામ નોંધાવ્યા હતા. આ યાદીમાં 15 મીટર ઉંચી દિવાલ પર ચઢવાથી લઈ પુરુષ વર્ગની 100 મીટરની બટરફ્લાઈ અને મહિલા વર્ગની 400 મીટર હર્ડલ્સનો સમાવેશ થતો હતો. તો ચાલો આજે આપણે તાજેતરમાં પૂરા થયેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં સર્જાયેલા નવા કિર્તીમાન (વિશ્વ વિક્રમ) વિશે જાણીએ.

(1) નોર્વે- કાર્સ્ટેન વોરહોમે--400 મીટર વિઘ્નદોડ

નોર્વેના કાર્સ્ટેન વોરહોમે 400 મીટરની વિઘ્ન દોડ ફક્ત 45.94 સેકન્ડમાં પૂરી હતી અને પોતાના દ્વારા અગાઉ સ્થાપવામાં આવેલા રેકોર્ડને તોડી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વોરહોમે અમેરિકાના કેવિન યંગે વર્ષ 1992ના સમર ઓલિમ્પિક્સમાં 400 મીટરની વિઘ્નદોડ ફક્ત 46.78 સેકન્ડમાં પૂરો કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ 29 વર્ષ બાદ કાર્સ્ટેન દ્વારા ગયા મહિને ફક્ત 46.70 સેકન્ડમાં દોડ પૂરી કરી ઈતિહાસ સર્જવામાં આવ્યો હતો. જોકે કાર્સ્ટેને પોતાના જ આ રેકોર્ડને ટોક્યો ઓલિમ્પિકમાં તોડ્યો હતો અને 400 મીટરની વિઘ્નદોડ ફક્ત 46.70 મીટરમાં પૂરી કરી હતી.

(2) જ્યોર્જીયા, લાશા તલખદ્ઝે- વેઈટલિફ્ટીંગ

જ્યોર્જીયાના 27 વર્ષના લાશા તલખદ્ઝે પણ પુરુષ વર્ગમાં સૌથી સૌથી વધારે વજન વર્ગમાં પોતાના દ્વારા અગાઉ સ્થાપિત વર્લ્ડ રેકોર્ડને તોડી ટોક્યો ઓલિમ્પિકમાં નવો (2) કિર્તીમાન સ્થાપિત કર્યો છે. તેણે 488 કિલોનો કમ્બાઈન્ડ લિફ્ટ (Combined lift)વજન ઉપાડ્યો હતો. તેણે સ્નેચ (Snatch)માં 223 કિલો વજન તથા ક્લિન એન્ડ જર્કમાં 265 કિલો વજન ઉપાડી બન્ને કેટેગરીઝમાં પોતાના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યા હતા. તે સુપર-હેવીવેઈટ કેટેગરીમાં બે વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન, ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન અને પાંચ-વખત યુરોપિયન ચેમ્પિયન છે.

(3) જર્મની- વુમેન્સ ટ્રેક સાઈકલિંગ

જર્મનીની વુમેન્સ ટ્રેક સાઈકલિંગ ટીમ કે જેમાં ફ્રેંકઝીસ્કા બ્રૌસ્સે, લિઝા બ્રેન્નૌઈર, લિઝા લેઈન, અને માઈકે ક્રોઈગરે અગાઉ પોતાના દ્વારા સ્થાપિત વર્લ્ડ રેકોર્ડને ટોક્યો ઓલિમ્પિકમાં તોડી નાંખ્યો હતો.જર્મનીએ આ સ્પર્ધા ફક્ત 4 મિનિટ 04.242 સેકન્ડમાં પૂરી કરી હતી, જે અગાઉ પોતાના દ્વારા સ્થાપવામાં આવેલા વર્લ્ડ રેકોર્ડ 4 મિનિટ 06.166 સેકન્ડ કરતાં ઓછો સમય લીધો હતો.

(4) ઈટાલી-પરસુઈટ ઓલિમ્પિક

ઈટાલીએ પુરુષ વર્ગની પરસુઈટ ઓલિમ્પિક ચેમ્પિયન્સમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ઈટાલીની આ ટીમે પોતાના દ્વારા અગાઉ બનાવેલા રેકોર્ડને તોડી નાંખ્યો છે. ગોલ્ડ મેડલ માટેની આ સ્પર્ધામાં ઈટાલીની ટીમે 3 મિનિટ 42.032 સેકન્ડનો સમય લીધો હતો, ઈટાલીએ 61 વર્ષ બાદ આ ઈવેન્ટમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

(5) પોલેન્ડ-સ્પીડ ક્લાઈમ્બિંગ-એલેક્સાન્ડ્રા મિરોસ્લાવે

પોલેન્ડની એલેક્સાન્ડ્રા મિરોસ્લાવે મહિલા વર્ગમાં સ્પીડ ક્લાઈમ્બિંગ (Speed Climbing)માં ટોક્યો ઓલિમ્પિકમાં વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે.તે 15 મીટરની દિવાલ ફક્ત 6.84 સેકન્ડમાં જ ચડી ગઈ હતી. 15 મીટર દિવસ ચઢવાનો 6.96 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ રશિયાની ક્લિમ્બર લુલિયા કપ્લિના નામે હતો.

(6) દ.આફ્રિકા, તાન્જા સ્કોનમેકરે, 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગ

દક્ષિણ આફ્રિકાના તાત્જાના સ્કોનમેકરે મહિલા વર્ગમાં 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે અને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગ ફક્ત 2 મિનિટ 18.95 સેકન્ડમાં પૂરું કર્યું હતું. અગાઉ ડેનમાર્કની રિકે મોલ્લેર પેડેરસેને વર્ષ 2013માં આ રમત 2 મિનિટ 19.11 સેકન્ડમાં પૂરી કરી નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. આ સાથે તાત્જાના દક્ષિણ આફ્રિકા માટે વર્ષ 1996 બાદ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે.

(7)વેનેઝુએલા, યુલિમાર રોજસે- ટ્રીપલ લોંગજમ્પ

વેનેઝુએલાની યુલિમાર રોજસે મહિલા વર્ગમાં ટ્રીપલ જમ્પ (Tripal Jump)માં નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. તેણે 26 વર્ષ જૂના વિશ્વ વિક્રમને તોડ્યો હતો. તેણો ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રીપલ જમ્પમાં 15.67 મીટરની લાંબી છલાંગ લગાવી હતી. આ અગાઉ યુક્રેઈનની ઈનેસા ક્રાવેટ્સે વર્ષ 1995માં આ વર્ગમાં 15.50 મીટરનો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો.

(8) અમેરિકા,કાલેબ ડ્રેસેલે, 100 મીટર બટરફ્લાઈ

પુરુષ વર્ગમાં 100 મીટર બટરફ્લાઈ સ્વિમિંગમાં અમેરિકાના સ્ટાર સ્વિમર કાલેબ ડ્રેસેલે 100 મીટર બટરફ્લાઈમાં પોતાનો જ રેકોર્ડ તોડી નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ડ્રેસેલે આ સ્પર્ધા ફક્ત 49.45 સેકન્ડમાં પૂરી કરી હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ-2019 ખાતે 49.50 સેકન્ડનો રેકોર્ડ બનાવેલો.

(9) અમેરિકા, 4X100 મીટર રિલે ઈવેન્ટ

અમેરિકાની રિયાન મર્ફી, માઈકેલ એન્ડ્રુ, કાલેબ ડ્રેસેલ, અને ઝેચ એપલે પુરુષ વર્ષમાં 4X100 મીટર રિલે ઈવેન્ટ 3 મિનિટ 26.78 સેકન્ડના વિક્રમજનક સમયમાં પૂરી કરી હતી. આ ઈવેન્ટમાં સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકા પુરુષોના વર્ગમાં 4X100 મીટર મેડલે રિલે ઈવેન્ટમાં દરેક વખતે ગોલ્ડ મેડલ મેળવે છે.

(10) ચીન, ચાંગહોંગ ઝાંગે,50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ

ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષ વર્ગમાં 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સમાં ચીનના ચાંગહોંગ ઝાંગે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. 21 વર્ષિય ચાંગહોંગે 466 પોઇન્ટ સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વર્ષ 2018માં કોમ્પેટ્રીઓટ યાંગ હાઓરાન દ્વારા 465.3 પોઇન્ટનો જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તે તોડી નાંખ્યો હતો.