તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂટબોલ લીગ:યુરોપના ‘ચેમ્પિયન્સ’ની સૌથી મોટી લીગ શરૂ

નિયોન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 32 ટીમ ભાગ લઇ રહી છે, 256 દિવસ લીગ ચાલશે, આવતા વર્ષે 28 મેના રોજ યુરોપિયન ચેમ્પિયન મળશે
  • 8 મહિનામાં 125 મેચ રમાશે, ચેલ્સી ડિફેન્ડિંગ ચેમ્પિયન, રિયલ મેડ્રિડ (13 ટાઇટલ) સૌથી સફળ ટીમ

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ ‘ચેન્પિયન્સ લીગ’ ની 30મી સીઝન શરૂ થઇ ગઇ છે. યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત લીગનું નામ યુરોપિયન ચેમ્પિયન્સ કપ હતું. 1992 માં નામ બદલીને યુએફા ચેમ્પિયન્સ લીગ કરી દેવામાં આવ્યું છે.

તેમાં 32 ટીમો ભાગ લઇ રહી છે. આ ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. શરૂઆતમાં ગ્રુપ રાઉન્ડ બાદ નોકઆઉટ મેચ રમાશે. લીગ 256 દિવસ ચાલશે. જેમાં 125 મેચ રમાશે. આવતા વર્ષે 28 મેના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઇટલ મેચ રમાશે.

આ વખતે ચેમ્પિયન્સ લીગને જોવા માટે ઘણા કારણો છે. સાત વર્ષ બાદ એસી મિલાને વાપસી કરી છે. જ્યારે ટૂર્નામેન્ટમાં મોલ્દોવાની ક્લબ શેરિફ તિરાસપોલ પહેલીવાર ઉતરી રહી છે. આ વખતે રોનાલ્ડો અને મેસી નવા ક્લબ તરફથી રમશે. બંને પોતાના ગોલ રેકોર્ડને વધારવા માટે ઉતરશે. તો ચેલ્સી 1980 બાદ પોતાનું ટાઇટલ બચાવવા માટે પહેલી ઇંગ્લિશ ક્લબ બનવા પ્રયાસ કરશે.

માન્ચેસ્ટર યુનાઇટેડે રોનાલ્ડો પર રિસ્ક લીધું, ક્લબે અંતિમવાર ચેમ્પિયન્સ લીગ 2008 તેના કારણે જ જીતી હતી
ઓન ફીલ્ડ અને ઓફ ફીલ્ડ બંનેમાં સુધાર માટે યુનાઇટેડે રોનાલ્ડોને ખરીદ્યો છે. ત્રણવારની ચેમ્પિયન યુનાઇટેડ છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યું નથી. ટીમ 2019-20 માં ક્વોલિફાઇ પણ થઇ શકી ન હતી. છેલ્લી 9 સીઝનમાં ટીમ ક્વાર્ટર ફાઇનલથી આગળ જઇ શકી નથી. ટીમે છેલ્લીવાર 2008માં રોનાલ્ડોના કારણે જ જીત્યું હતું. છેલ્લી 4 સીઝનમાં યુનાઇટેડની કમાણીમાં કઇ ખાસ વધારો નથી થયો. તો 2018માં રોનાલ્ડોના યુવેન્ટસમાં જોડાતા જ ક્લબની કમાણીમાં વધારો થયો. યુનાઇટેડ ‘સીઆર7’ બ્રાન્ડ નામનો પણ ફાયદો લેવા માંગશે.

મેસી લીગમાં પહેલીવાર બાર્સેલોનાની જર્સીમાં નહીં જોવા મળે, झPSGમાં જોડાવાથી લીગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફાયદો થશે
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર મેસીને ચાહકો ચેમ્પિયન્સ લીગમાં પહેલીવાર બાર્સેલોનાની જર્સીમાં નહીં જોવે. મેસીએ ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથે કરાર કર્યો છે. ફ્રેન્ચ ફૂટબોલની ઓડિટ બોડીના ઇકોનોમિસ્ટ ક્રિસ્ટોફે લેપેટિટના પ્રમાણે, મેસી જેવા વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીના ક્લબ સાથે જોડાયા બાદ ફ્રેન્ચ લીગ-1નો ફાયદો થશે. લીગની પ્રોફાઇલ સારી થશે. તેનાથી વિશ્વભરના ચાહકો જોડાશે, જેનાથી રેવન્યુમાં વધારો થશે. 3 વર્ષ પહેલા નેમાર પીએસજી ક્લબ સાથે જોડાયો તો લીગના આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટિંગ રાઇટ્સમાં 218 કરોડથી વધીને 700 કરોડ સુધી પહોંચી ગઇ.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...