• Gujarati News
  • Sports
  • Defeated Nick Kyrgios Of Australia In The Wimbledon Final; 1 Title Behind Nadal Now

જોકોવિચે જીત્યો 21મો ગ્રાન્ડસ્લેમ:વિમ્બલ્ડનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને હરાવ્યો; નડાલથી હવે એક ખિતાબ પાછળ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નોવાક જોકોવિચે તેનો 21મો ગ્રાન્ડ સ્લેમ જીતી લીધો છે. તેણે રવિવારે રમાયેલી વિમ્બલ્ડનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કિર્ગિયોસને 4-6,6-3,6-4,7-6થી રહાવ્યો હતો. હવે સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ખિતાબ જીતવાની બાબતમાં જોકોવિચ નડાલથી ફક્ત 1 પગલું પાછળ છે. નડાલના નામે 22 ગ્રાન્ડ સ્લેમ છે. 20 ખિતાબ જીતનાર રોજર ફેડરર ત્રીજા સ્થાને આવી ગયો છે.

પ્રથમ સેટ હાર્યા બાદ પુનરાગમન કર્યું
ફાઈનલમાં જોકોવિચની શરૂઆત સારી રહી ન હતી. કિર્ગિયોગે પ્રથમ સેટ 6-4 થી જીત મેળવી હતી. ત્યારબાદના બે સેટમાં સર્બિયાના ખેલાડી હાવી રહ્યો હતો. ચોથા સેટમાં એક સમયે 6-6ની બરાબરી થઈ ગઈ હતી. અહીં જોકોવિચે ટાઈબ્રેકરમાં બાજી મારી લીધી અને સતત ચોથી અનો ઓવરઓલ સાતમી વખત વિમ્બલ્ડનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જોકોવિચ સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમનાર ખેલાડી
જોકોવિચ સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમનાર પણ બની ગયા છે. આ તેમનો 32મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. તેમણે રોજર ફેડરરનો રેકોર્ડ તોડ્યો છે. ફેડરર 31મી વખત ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમેલ છે. રાફેલ નડાલ 30 વખત ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ સુધી પહોંચ્યો છે. જોકોવિચ આઠમી વખત વિમ્બલ્ડન ફાઈનલ રમ્યો છે. તે નિક કોર્ગિયોસની કરિયરની આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી.

નડાલ ઈજાગ્રસ્ત થતા નિક ફાઈનલમાં પહોંચ્યો હતો
વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનો રેકોર્ડ રાફેલ નડાલના નામે છે. તેણે અત્યાર સુધીમાં 22 ટાઈટલ પોતાના નામે કર્યા છે. નડાલ આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ઈજાગ્રસ્ત થઈ બહાર થઈ ગયો છે. તેને લીધે નિક કિર્ગિયોસને વૉકઓવર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...